NEET સંપૂર્ણપણે રદ કરવાની TVKની માંગ, તબીબી શિક્ષણ પર રાજ્યોને સંપૂર્ણ સત્તા આપવાની વકાલાત
July 22, 2026
તમિલનાડુની તમિલાગા વેત્રી કઝગમ (TVK)એ NEETમાં કથિત ગેરરીતિઓનો વિરોધ કરતાં માત્ર સુધારાની નહીં પરંતુ સમગ્ર પરીક્ષા પ્રણાલી જ રદ કરવાની માંગ કરી છે. પાર્ટીએ કહ્યું છે કે તબીબી શિક્ષણ સંબંધિત તમામ નિર્ણયોનો અધિકાર રાજ્યોને મળવો જોઈએ અને આ ક્ષેત્રમાં સંપૂર્ણ નિયંત્રણ પણ રાજ્યોને સોંપવામાં આવે.
દિલ્હીમાં NEET મુદ્દે વિદ્યાર્થીઓના વિરોધ વચ્ચે TVKએ જણાવ્યું કે આ મુદ્દે પાર્ટીનું વલણ "અવિરત અને મક્કમ" છે. પાર્ટીના જણાવ્યા અનુસાર, તબીબી અભ્યાસ માટેની રાષ્ટ્રીય સ્તરની પ્રવેશ પરીક્ષા નાબૂદ કરવી જોઈએ. સાથે જ શિક્ષણને બંધારણની સમવર્તી સૂચિમાંથી હટાવી રાજ્ય સૂચિમાં સામેલ કરવાની પણ માંગ કરવામાં આવી છે, જેથી શિક્ષણ સંબંધિત નીતિ નક્કી કરવાની સત્તા રાજ્યોને મળે.
પાર્ટીએ નિવેદનમાં મુખ્ય વિપક્ષ દ્રવિડ મુનેત્ર કઝગમ (DMK)નું નામ લીધા વગર આકરા પ્રહારો કર્યા હતા. TVKએ આરોપ લગાવ્યો કે મત મેળવવા માટે "NEET જાતે જ રદ કરી દેશું" જેવા ખોટા વચનો આપીને લોકોને ગેરમાર્ગે દોરવાની રાજનીતિમાં તે ક્યારેય સામેલ નહીં થાય. ઉલ્લેખનીય છે કે DMKએ વર્ષ 2021ની તમિલનાડુ વિધાનસભા ચૂંટણી પહેલાં સત્તામાં આવ્યા બાદ NEET રદ કરવાનું વચન આપ્યું હતું.
Related Articles
વિદ્યાર્થીઓ પર પોલીસ કાર્યવાહી મુદ્દે તાત્કાલિક સુનાવણીથી સુપ્રીમ કોર્ટનો ઇનકાર, CJIએ કહ્યું- વીડિયો જોવા સમય નથી
વિદ્યાર્થીઓ પર પોલીસ કાર્યવાહી મુદ્દે તા...
Jul 22, 2026
નીટ પેપર લીક મુદ્દે વિદ્યાર્થીઓ પર પોલીસ કાર્યવાહીના વિરોધમાં વિપક્ષ એકજૂટ, સંસદમાં કાળા વસ્ત્રો સાથે પ્રદર્શન, 16 મેટ્રો સ્ટેશન બંધ
નીટ પેપર લીક મુદ્દે વિદ્યાર્થીઓ પર પોલીસ...
Jul 22, 2026
દાન ચોરી બાદ રામ મંદિર ટ્રસ્ટના નવા પદાધિકારીઓ પર આજે નિર્ણય : ચંપત રાયના ઉત્તરાધિકારી સહિત CEOના નામ પર સસ્પેન્સ
દાન ચોરી બાદ રામ મંદિર ટ્રસ્ટના નવા પદાધ...
Jul 22, 2026
સિક્કિમમાં નિર્માણાધીન ટનલ ધસી પડતાં 20ના મોત, PM મોદી-અમિત શાહે મુખ્યમંત્રી સાથે વાત કરી, મૃત્યુઆંક વધવાની આશંકા
સિક્કિમમાં નિર્માણાધીન ટનલ ધસી પડતાં 20ન...
Jul 22, 2026
જમ્મુ-કાશ્મીરમાં ભારે વરસાદથી વૈષ્ણોદેવી યાત્રા સળંગ ત્રીજા દિવસે સ્થગિત : શ્રદ્ધાળુઓ કટરામાં ફસાયા, બાણગંગાથી જ પરત ફર્યા
જમ્મુ-કાશ્મીરમાં ભારે વરસાદથી વૈષ્ણોદેવી...
Jul 22, 2026
હિમાચલ પ્રદેશના કાંગડા-કિન્નૌરમાં વાદળ ફાટ્યું, 18 મકાનો દટાયા, 150 રસ્તાઓ બંધ, અનેક પશુઓના મોત
હિમાચલ પ્રદેશના કાંગડા-કિન્નૌરમાં વાદળ ફ...
Jul 22, 2026
Trending NEWS
22 July, 2026
22 July, 2026
22 July, 2026
22 July, 2026
21 July, 2026
21 July, 2026
20 July, 2026
20 July, 2026
20 July, 2026
20 July, 2026