12 વર્ષ મોટા અભિનેતા સાથે લગ્ન કરશે આ અભિનેત્રી, કહ્યું- મુશ્કેલ સમયમાં મારા ઘરે આવી મદદ કરી
May 21, 2025
તમિલ અભિનેતા વિશાલ કૃષ્ણ રેડ્ડી લગ્ન માટે સંમત થયા છે. 47 વર્ષીય અભિનેતા પોતાની પ્રેમિકા સાથે 29 ઓગસ્ટે લગ્ન કરશે. જો એક્ટરની ભાવી પત્નીની વાત કરીએ તો તે એક્ટરથી 12 વર્ષ નાની છે. વિશાલ 35 વર્ષીય અભિનેત્રી સાઈ ધનશીકા સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે. તાજેતરમાં ચેન્નાઈમાં યોજાયેલી ફિલ્મ 'યોગી દા'ની પ્રેસ કોન્ફરન્સ દરમિયાન બંનેએ સત્તાવાર રીતે તેમના સંબંધોની જાહેરાત કરી અને આ ખુશખબર બધા સાથે શેર કરી. ધનશીકાએ કહ્યું કે, 'અમે છેલ્લા 15 વર્ષથી એકબીજાને ઓળખીએ છીએ, પરંતુ અમે તાજેતરમાં ડેટિંગ કરવાનું શરૂ કર્યું છે. એક વાઈરલ સમાચાર પછી, અમે રિલેશન જાહેર કરવાનું વિચાર્યું. શરૂઆતમાં અમે ફક્ત અમારી મિત્રતા જાહેર કરવા માંગતા હતા, પરંતુ જ્યારે સવારે રિપોર્ટ વાઈરલ થયો, ત્યારે અમને લાગ્યું કે છુપાવવા માટે કંઈ બચ્યું નથી.' એક્ટ્રેસે વધુમાં જણાવ્યું હતું કે, 'અમે 29 ઓગસ્ટના રોજ લગ્ન કરવાના છીએ. હું વિશાલને ઘણા સમયથી ઓળખું છું. તે હંમેશા મારી સાથે આદરથી વર્તે છે. જ્યારે હું મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહી હતી, ત્યારે તે મારા ઘરે આવ્યો અને મને મદદ કરી. બીજો કોઈ અભિનેતા આવું કરતો નથી. તેમનું આ વર્તન મારા માટે ઘણું મહત્ત્વ ધરાવે છે.' સંબંધો વિશે વાત કરતાં એક્ટ્રેસે કહ્યું કે, 'તાજેતરમાં, અમારી વાતચીત અને મુલાકાતો વધી અને અમને સમજાયું કે અમે એકબીજા માટે જ બન્યા છીએ. અમારા બંને વચ્ચે પરસ્પર સંમતિથી નક્કી થયું કે આપણે લગ્ન કરીશું. હું ફક્ત એટલું જ ઈચ્છું છું કે તે ખુશ રહે.' આ સંદર્ભમાં વાત કરતાં વિશાલે કહ્યું, 'મારા લગ્ન નક્કી થઈ ગયા છે. મને મારો જીવનસાથી મળી ગયો છે. ધનશીકાના પિતા પણ અહીં હાજર છે, તેમના આશીર્વાદથી હું ધનશીકાને મારી જીવનસાથી બનાવી રહ્યો છું. તે એક અદ્ભુત વ્યક્તિ છે અને હું ખૂબ ખુશ છું.'
Related Articles
સૂર સામ્રાજ્ઞી આશા ભોસલે અનંતની યાત્રાએ: ફિલ્મ કલાકારોએ આપી શ્રદ્ધાંજલિ, ટૂંક સમયમાં અંતિમ સંસ્કાર
સૂર સામ્રાજ્ઞી આશા ભોસલે અનંતની યાત્રાએ:...
Apr 13, 2026
આશા ભોસલેના નિધનથી સિનેમા જગત અને રાજકીય નેતાઓમાં શોકની લહેરã
આશા ભોસલેના નિધનથી સિનેમા જગત અને રાજકીય...
Apr 12, 2026
અક્ષય કુમારની ફિલ્મ 'ભૂત બંગલા'નું ટ્રેલર રિલીઝ, પરેશ રાવલ અને રાજપાલ યાદવની જુગલબંધી
અક્ષય કુમારની ફિલ્મ 'ભૂત બંગલા'નું ટ્રેલ...
Apr 06, 2026
ઓસ્કર 2026: 6 એવોર્ડ્સ જીતીને આ ફિલ્મનો રહ્યો દબદબો
ઓસ્કર 2026: 6 એવોર્ડ્સ જીતીને આ ફિલ્મનો...
Mar 16, 2026
રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાના 'શાહી લગ્ન' સંપન્ન! બંનેએ શેર કરી વેડિંગની પહેલી તસવીર
રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાના 'શાહ...
Feb 26, 2026
Trending NEWS
હિન્દી બાદ બંગાળી, મરાઠી અને તેલુગુ દેશમાં સૌથી વધ...
29 April, 2026
પટિયાલામાં રેલવે ટ્રૅક પર મોટો બ્લાસ્ટ, આતંકી ષડયં...
29 April, 2026
વડાપ્રધાન મોદીના હસ્તે 4000 કરોડના વિકાસકાર્યોનું...
29 April, 2026
ભારત-રશિયા વચ્ચે ખાતર ક્ષેત્રે ઐતિહાસિક કરાર: રશિય...
29 April, 2026
ક્રૂડ ઓઈલની આયાત ઘટાડવા ડીઝલમાં આલ્કોહોલ અને ગેસમા...
29 April, 2026
પર્યાવરણની સુરક્ષા માટે FSSAIનો મોટો નિર્ણય, પાન મ...
29 April, 2026
અમેરિકાનો વિરોધ નિષ્ફળ! UNમાં ઈરાનને મળી મોટી જવાબ...
28 April, 2026
સુરતમાં 1995 પછી પહેલીવાર સત્તાવાર વિપક્ષ નહીં હોય...
28 April, 2026
સુરત મનપામાં AAP-કોંગ્રેસના સૂપડાં સાફ, 120માંથી 1...
28 April, 2026
શેરબજારમાં ફરી કડાકો! સેન્સેક્સ 400થી વધુ પોઈન્ટ ત...
28 April, 2026