મહારાષ્ટ્ર અને મરાઠીને સૌથી મોટો ખતરો હિન્દી નહીં પણ ગુજરાતીથી : સંજય રાઉત
April 20, 2025
મુંબઈ- મહારાષ્ટ્રના રાજકારણમાં અત્યારે રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરે ફરી એક થશે તેવી ચર્ચા ચાલી રહી છે. મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરેએ ઉદ્ધવ ઠાકરે મરાઠીના હિતના ફરી એક થવાની આડકતરી ઓફર આપી છે. જેના જવાબમાં ઉદ્ધવસેનાએ શરત રાખી છે કે, જો રાજ ઠાકરે એકનાથ શિંદે અને ભાજપ સાથેના તમામ સંબંધો તોડી નાંખે તો વાતચીત થઈ શકે. મહારાષ્ટ્રમાં હાલમાં નવી શિક્ષણનીતિ હેઠળ શિક્ષણમાં મરાઠીની સાથે હિન્દી પણ ફરજિયાત કરાતા રાજ ઠાકરે તેનો વિરોધ કરી રહ્યા છે. એવામાં શિવસેના યુબિટીના નેતા સંજય રાઉતે ફરી ગુજરાતીઓ મુદે બળાપો કાઢ્યો છે. આટલું જ નહીં સંજય રાઉતે તો ત્યાં સુધી કહ્યું છે કે, હિન્દીનો વિરોધ કરી રહેલા રાજ ઠાકરેના માણસો ગુજરાત વિરુદ્ધ અવાજ કેમ નથી ઉઠાવતા? સંજય રાઉતે કહ્યું છે કે, મહારાષ્ટ્ર અને મરાઠીને સૌથી મોટો ખતરો 'ગુજરાતી લોબી' અને ગુજરાતી ભાષાથી છે. જેમણે સંપૂર્ણ પશ્ચિમ મુંબઈનું ગુજરાતીકરણ કરવાનો પ્રયાસ કર્યો છે, તેમના વિરુદ્ધ કેમ કોઈ કશું બોલ્યું નથી. મરાઠી ભાષા પર ગુજરાતી ભાષા તથા ગુજરાતી સંસ્કૃતિનું આક્રમણ કરવામાં આવી રહ્યું છે. આપણે તેના વિરુદ્ધ લડવું જોઈએ.
Related Articles
મિત્ર રાષ્ટ્ર પર હુમલો થતાં ભારત લાલઘૂમ! PM મોદીએ કહ્યું- અમે મક્કમતાથી UAEની પડખે ઊભા છીએ
મિત્ર રાષ્ટ્ર પર હુમલો થતાં ભારત લાલઘૂમ!...
May 05, 2026
ઉત્તર ભારતમાં ગરમી બાદ હવામાનમાં પલટો, દિલ્હી-યુપી સહિત 15 રાજ્યોમાં આંધી-તોફાનનું એલર્ટ
ઉત્તર ભારતમાં ગરમી બાદ હવામાનમાં પલટો, દ...
May 05, 2026
પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પરિણામો બાદ હિંસા: આસનસોલમાં TMCની બે ઓફિસમાં તોડફોડ કરી આગ લગાવાઈ
પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પરિણામો બાદ હિંસા...
May 05, 2026
ગોસાબારા હથિયાર લેન્ડિંગ કેસમાં જામનગર ટાડા કોર્ટે 12 આરોપીઓને દોષિત ઠેરવી સજા ફટકારી
ગોસાબારા હથિયાર લેન્ડિંગ કેસમાં જામનગર ટ...
May 05, 2026
ભવાનીપુરનો ગઢ ધરાશાયી: શુભેન્દુ અધિકારી સામે કેમ હાર્યા મમતા બેનરજી? જાણો હારના 5 મુખ્ય કારણો
ભવાનીપુરનો ગઢ ધરાશાયી: શુભેન્દુ અધિકારી...
May 05, 2026
‘ભાજપે ચૂંટણી પંચની મદદથી ચૂંટણીની ચોરી કરી’ પરિણામો બાદ રાહુલના પ્રહાર
‘ભાજપે ચૂંટણી પંચની મદદથી ચૂંટણીની ચોરી...
May 05, 2026
Trending NEWS
બ્રાઝિલમાં કન્ટ્રોલ ગુમાવ્યા બાદ નાનું વિમાન ત્રણ...
05 May, 2026
પશ્ચિમ એશિયામાં ફરી સ્થિતિ વણસી, યુદ્ધવિરામ વચ્ચે...
05 May, 2026