Breaking News :
રામ મંદિર દાન ચોરી મામલે સુપ્રીમ કોર્ટે ટ્રસ્ટને ફટકારી નોટિસ, યુપી સરકારને કહ્યું - SITનો રિપોર્ટ આપો ટ્રમ્પ, નેતન્યાહૂ, મેક્રોન, મેલોની.... ઈરાની અખબારે છાપી 13 લોકોની હિટ લિસ્ટ, દુનિયાનું ટેન્શન વધ્યું કેનેડાના ટોરોન્ટોમાં લાઈવ સ્ટ્રીટ ફેસ્ટિવલ દરમિયાન અંધાધૂંધ ગોળીબાર, 2 ના મોત, 3 ગંભીર જ્ઞાનવાપી, શ્રીકૃષ્ણ જન્મભૂમિ અને સંભલ મસ્જિદ... સુપ્રીમ કોર્ટના પ્રસ્તાવને હિન્દુ-મુસ્લિમ બંનેનો માનવા ઈનકાર! પૂણેમાં સાસવડ-જેજુરી માર્ગ પર ગોઝારો અકસ્માત: પંઢરપુર જઈ રહેલા વારકરીઓને ટ્રકે અડફેટે લેતાં 3 મહિલાઓનાં મોત અમેરિકાએ ઈરાનના 140 સૈન્ય મથકો પર બોમ્બમારો કર્યો, ઈરાને યુએસ એરબેઝ પર હુમલો કરી હોર્મુઝ જળમાર્ગ બંધ કરી દીધો

દિલ્હી યુનિવર્સિટીમાં ભણતી 6 દિવસથી ગુમ ત્રિપુરાની વિદ્યાર્થિનીનો મૃતદેહ યમુના નદીમાંથી મળ્યો

July 14, 2025

દિલ્હી યુનિવર્સિટીના આત્મા રામ સનાતન ધર્મ કોલેજમાં અભ્યાસ કરતી ત્રિપુરાની 19 વર્ષની વિદ્યાર્થીની સ્નેહા દેબનાથ છેલ્લા 6 દિવસથી ગુમ હતી. હવે તેનો મૃતદેહ યમુના નદીમાંથી મળી આવ્યો છે. પોલીસને સુસાઈડ નોટ પણ મળી છે, જેમાં સિગ્નેચર બ્રિજ પરથી કૂદવાનો ઈરાદો દર્શાવ્યો હતો. દિલ્હી પોલીસે ટેકનિકલ દેખરેખના માધ્યમથી દેબનાથની ગતિવિધિઓ વિશે માહિતી મેળવી અને તેનું છેલ્લું લોકેશન સિગ્નેચર બ્રિજ પાસે મળી આવ્યું હતું.  એક સમાચાર એજન્સીના જણાવ્યા પ્રમાણે સ્નેહાએ છેલ્લે 7 જુલાઈની સવારે તેના માતા-પિતા સાથે વાત કરી હતી. ત્યારબાદ પરિવાર સ્નેહા સાથે વાત કરી શક્યો નથી. પરિવારના સભ્યોએ જણાવ્યું હતું કે, સ્નેહાએ છેલ્લા ચાર મહિનાથી તેના બેંક ખાતામાંથી એક પણ પૈસો ઉપાડ્યો નથી અને અચાનક કોઈ પણ સામાન લીધા વિના ઘરની બહાર નીકળી ગઈ હતી. 7 જુલાઈના રોજ સવારે 5:56 વાગ્યે સ્નેહાએ પોતાના પરિવારને કહ્યું હતું કે, હું મારી મિત્ર પિટુનિયા સાથે સરાઈ રોહિલા સ્ટેશન જઈ રહી છું. પરંતુ લગભગ ત્રણ કલાક પછી જ્યારે તેનો ફોન બંધ આવ્યો, તો પરિવારે પેટુનિયાનો સંપર્ક કર્યો. પિટુનિયાએ તેમને કહ્યું કે હું સ્નેહાને મળવા નથી ગઈ અને અમારી મુલાકાત નથી થઈ. આ સાંભળીને પરિવાર સ્તબ્ધ રહી ગયો. ત્યારબાદ સ્નેહાના પરિવારે ટેક્સી ડ્રાઈવરને શોધ્યો, જેણે સ્નેહાને છોડી હતી. ડ્રાઈવરે જણાવ્યું કે, મેં સ્નેહાને દિલ્હીના સિગ્નેચર બ્રિજ પાસે ઉતારી હતી. પરંતુ આ વિસ્તારમાં CCTV કવરેજ બરાબર ન હોવાના કારણે દિલ્હી પોલીસ સ્નેહાની આગળની ગતિવિધિ ન જાણી શકી.  સ્નેહાના ગુમ થયા પછી દિલ્હી પોલીસ અને નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) એ લગભગ સાત કિલોમીટરના દાયરામાં વિશાળ સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું, પરંતુ એક અઠવાડિયાની તલાશ પછી પણ કોઈ સુરાગ નહોતો મળ્યો. પરંતુ રવિવારે તેનો મૃતદેહ મળી આવ્યો હતો.