ઓટાવામાં ગુમ થયેલી ભારતીય વિદ્યાર્થિની વંશિકા સૈનીનો મૃતદેહ મળ્યો, તપાસ શરૂ

April 30, 2025

કેનેડાની રાજધાની ઓટાવામાં ગુમ થયેલી ભારતીય વિદ્યાર્થિની વંશિકા સૈનીનો મૃતદેહ રહસ્યમય સંજોગોમાં મળી આવ્યો છે. આ ઘટના બાદ વંશિકાનો પરિવાર દુઃખી છે. અને પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે. વંશિકા કેનેડામાં ગુમ થઈ હતી. હવે તેનો મૃતદેહ દરિયા કિનારેથી મળી આવ્યો હતો. 21 વર્ષીય વંશિકા આમ આદમી પાર્ટીના નેતા દવિંદર સૈનીની પુત્રી હતી. વંશિકા અંતિમ સમયમાં કોની સાથે હતી. શું કરતી હતી તે મામલે તપાસના ચક્રો ગતિમાન કરાયા છે.

કેનેડાની રાજધાની ઓટાવામાં ગુમ થયેલી ભારતીય વિદ્યાર્થિની વંશિકા સૈનીનો મૃતદેહ રહસ્યમય સંજોગોમાં મળી આવ્યો છે. 21 વર્ષીય વંશિકા 25 એપ્રિલના રોજ રાત્રે 9 વાગ્યાની આસપાસ ઘરેથી નીકળી હતી. અને ભાડેથી રૂમ શોધવા માટે તપાસ કરી રહી હતી. પરંતુ આ ઘટના બાદ તે પરત ફરી ન હતી. તેનો મોબાઇલ પણ બંધ હોવાનું જાણવા મળ્યુ હતુ. 

વંશિકાની બીજા દિવસે એક મહત્વપૂર્ણ પરીક્ષા હતી. પરંતુ તે ગેરહાજર રહતા તેની તપાસ કરાઇ હતી. અને બાદમાં પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે વંશિકા, જે ઘણીવાર તેના પરિવાર અને મિત્રોના સંપર્કમાં રહેતી હતી, તે અચાનક ગુમ થઈ ગઈ હતી.