હિમવર્ષાની અસરથી હાડ થીજાવતી ઠંડી, દિલ્હી-એનસીઆર ઠુઠવાયું

November 27, 2024

શિયાળો તેના અસલી મુડમાં આવી ગયો છે. દિલ્હી-NCRમાં ઠંડીએ દસ્તક આપી છે. ઠંડો પવન ફૂંકાઇ રહ્યો છે. હિમાચલ અને જમ્મુ કાશ્મીર જેવા પહાડી વિસ્તારોમાં પણ હિમવર્ષા શરૂ થઈ ગઈ છે, જેના કારણે દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં ઠંડા પવનો ફૂંકાવા લાગ્યા છે.

દિવસેને દિવસે તાપમાન ઘટી રહ્યું છે. સવારે અને સાંજે ધુમ્મસની ચાદરને કારણે વિઝિબિલિટી પણ ઘટી રહી છે. પ્રદૂષણનું સ્તર કંઈક અંશે ઘટ્યું છે. જો કે હજુ પણ ઘણા વિસ્તારોમાં લોકોને ઝેરી હવા શ્વાસ લેવાની ફરજ પડી રહી છે. ચાલો જાણીએ કે આજે દિલ્હી-NCRમાં કેવું રહેશે તાપમાન. વળી, આગલા દિવસે કેવી ઠંડી હતી.

પહાડી વિસ્તારોમાં હિમવર્ષા અને વરસાદ શરૂ થયો છે. જેની સીધી અસર દિલ્હી અને NCRમાં સ્પષ્ટ દેખાઈ રહી છે. આગામી દિવસોમાં ઠંડી વધુ પડવાની સંભાવના છે. જો તમે હજી સુધી ગરમ કપડા અને રજાઇ ન લીધી હોય તો તરત જ બહાર કાઢો. કેમકે હવે હાડ થીજાવતી ઠંડીની સમગ્ર દેશમાં અસર થઇ રહી છે.