Breaking News :
સલવારનું નાડું ખેંચવું કે છાતી દબાવવી એ ‘તૈયારી’ નહીં પણ દુષ્કર્મનો પ્રયાસ જ છે... હાઈકોર્ટના ચુકાદા સુપ્રીમ કોર્ટે ફગાવ્યા 'અમેરિકા પર ભરોસો કરવો અશક્ય છે...' ઇરાન પર USના હુમલા બાદ રશિયાના વિદેશ મંત્રી લાલચોળ! ચુરાચાંદપુરમાં પોલીસ અને સેનાની સંયુક્ત કાર્યવાહી: એકે-47 રાઈફલ અને મોર્ટારના ગોળા સહિત લશ્કરી સામગ્રી ઝડપાઈ મહારાષ્ટ્રમાં શરદ પવાર જૂથનું શાસક પક્ષને સમર્થન? વર્ષા બંગલે યોજાયેલી ગુપ્ત મંત્રણા બાદ મહિલા અનામત બિલ પર સહમતિના એંધાણ અમેરિકા-ઈરાન વચ્ચે તણાવ ચરમસીમાએ: હોર્મુઝ જળમાર્ગ પર અમેરિકન નૌકાદળની નાકાબંધી, 20થી વધુ યુદ્ધ જહાજો તૈનાત ફીફા વર્લ્ડ કપમાં સ્પેનનું દમદાર પરફોર્મન્સ, સેમિ ફાઈનલમાં ફ્રાન્સને 2-0થી કચડી ફાઈનલમાં એન્ટ્રી

સંઘર્ષ ભૂલાવી ફરી એક થશે પવાર પરિવાર, કાકા-ભત્રીજાની મુલાકાત બાદ દિગ્ગજ નેતાનું ચોંકાવનારું નિવેદન

June 02, 2025

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી સમયથી રાજ્યનું રાજકારણ સતત ચર્ચામાં છે. મહારાષ્ટ્રના પવાર પરિવારમાં સત્જાતા અને ઉત્તરાધિકારીનો વિખવાદ હવે પૂર્ણ થવાના આરે હોવાનો સંકેત પરિવારના જ સભ્યે જ આપ્યો છે. મહારાષ્ટ્રના રાજકરણમાં લાંબા સમયથી આ વિષય ચર્ચાઈ રહ્યો છે. શરદ પવારના પૌત્ર અને તેમના ખાસ રોહિત પવારે અજિત પવારની એનસીપી અને શરદ પવારની એનસીપી-એસપી વચ્ચે વિલય થવાની સંભાવના વ્યક્ત કરતાં આ અટકળોને વેગ મળ્યો છે. રોહિત પવારને આ બંને જૂથના વિલય અંગેનો પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. જેનો જવાબ આપતાં કહ્યું કે, સુપ્રિયા સુલે આ મામલે અંતિમ નિર્ણય લેશે. જે સંકેત આપે છે કે, બંને પરિવાર ફરી પાછો એક તાંતણે જોડાઈ શકે છે. ઉલ્લેખનીય છે, બંને પરિવારના સભ્યો પહેલાંથી જ બંને પરિવારના જોડાણના દાવાઓ ફગાવતાં આવ્યા છે. શરદ પવારે પણ એકતાની વાત પર સ્પષ્ટ જવાબ આપ્યો નથી. પરંતુ બંને પરિવાર વચ્ચે સમાધાન કરાવવાની જવાબદારી સુપ્રિયા સુલેના માથે નાખવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. તેઓ વિદેશ પ્રવાસથી પરત ફર્યા બાદ આ મુદ્દે વાત કરશે. સુપ્રિયા સુલે હાલ ઓપરેશન સિંદૂરની માહિતી વિશ્વ સુધી પહોંચાડવાના કેન્દ્ર સરકારના ડેલિગેશન મિશન પર છે. તેઓ 5 જૂને ભારત પરત ફરશે. શરદ પવારે કહ્યું કે, અજિત પવાર જૂથ સાથે વિલય મુદ્દે અમારા ધારાસભ્યો કે કાર્યકરો વચ્ચે કોઈ ચર્ચા થઈ નથી. સુપ્રિયા સુલે પરત ફર્યા બાદ ચોક્કસ નિર્ણય લેશે. એવી અટકળો પણ વહેતી થઈ છે કે, શરદ પવાર ભાજપ અને અજિત પવારની એનસીપી સાથે ગઠબંધન કરવા વિચારણા કરી રહ્યા છે. પરંતુ શરદ પવારનો રાજકીય ઈતિહાસ ચોંકાવનારો રહ્યો છે. તેમની કથની અને કરનીમાં ઘણીવાર ફેર જોવા મળ્યો છે. જેથી આ મામલે જ્યાં સુધી સત્તાવાર જાહેરાત ન થાય ત્યાં સુધી કોઈ સ્પષ્ટ ચિત્ર જાણવા મળશે નહીં.