Breaking News :
3 ગોલ્ડ મેડલ જીતનારા ભારતીય ચેમ્પિયન નીરજ યાદવે જીવન ટૂંકાવ્યું: ડોપિંગ બેન બાદ તણાવમાં હોવાનો દાવો! જાપાનમાં મોટી કુદરતી આફતની આશંકાથી હાઈ એલર્ટ: નાગરિકોને 7 દિવસનું રાશન-પાણી સંગ્રહવા સરકારનો આદેશ તમિલનાડુની થેની સબ-જેલમાંથી ગાર્ડ પર હુમલો કરી ભાગેલા 17 પૈકી 13 કેદી ઝડપાયા, 9 જેલકર્મી સામે કાર્યવાહી નવી મુંબઈના કરાવે ગામમાં ભીષણ આગથી 4 ઝૂંપડાં ખાખ, 4 વાહનોને ભારે નુકસાન: જાનહાનિ ટળી અર્નબ' વાવાઝોડાથી આંધ્રપ્રદેશ-ઓડિશામાં તબાહી: દેશના 6 રાજ્યોમાં રેડ અને ઓરેન્જ એલર્ટ જાહેર શેરબજારમાં ફરી કડાકો, સેન્સેક્સમાં 705 તો નિફ્ટીમાં 175 પોઈન્ટનું ગાબડું, જિયોના IPO નું બમ્પર લિસ્ટિંગ

મહાકુંભમાં સિલિન્ડર બ્લાસ્ટ થતા લાગી હતી આગ, અનેક ટેન્ટ બળીને ખાક

January 19, 2025

પ્રયાગરાજ- ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ ખાતે હાલમાં મહાકુંભ મેળામાં શ્રદ્ધાળુઓનું ઘોડાપુર ઉમટ્યું છે. આ મેળામાં દેશ-વિદેશથી લોકો પહોંચી રહ્યા છે. એવામાં મહાકુંભના સેક્ટર 19 નગરમાં ટેન્ટમાં ભીષણ આગની ઘટના બની હતી. આગની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવાનું કામ શરૂ કરી દીધું હતું. ફાયર વિભાગની શાનદાર કામગીરીને લઈને ટૂંક જ સમયમાં આગ પર કાબૂ મેળવી લેવાયો છે. મળતી માહિતી મુજબ, મહાકુંભમાં સેક્ટર 19માં ગીતા પ્રેસ ગોરખપુરના કેમ્પમાં આગ લાગી હતી. ભીષણ આગની ઘટનાથી 20 થી 25 ટેન્ટ બળી ગયા છે. ટેન્ટમાં મૂકવામાં આવેલાં સિલેન્ડર સતત બ્લાસ્ટ થઈ રહ્યા હતાં. જેના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતુંં. આ આગ અખાડાથી આગળ રસ્તા પર લોખંડના બ્રિજ નીચે લાગી હતી. હાલ, ફાયર વિભાગ આગ પર દ્વારા આગ પર કાબૂ મેળવી લેવાયો છે.નોંધનીય છે કે, હવા તેજ હોવાના કારણે આગ વધુ ફેલાય તેવું જોખમ હતું. જોકે, હજુ સુધી કોઈ જાનહાનિની ઘટના સામે નથી આવી.

પ્રયાગરાજમાં મહાકુંભ મેળા વિસ્તારમાં લાગેલી આગ મામલે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સંજ્ઞાન લીધું છે. મુખ્યમંત્રીએ હાજર વરિષ્ઠ અધિકારીઓને ઘટના સ્થળ પર હાજર રહેવાના નિર્દેશ આપ્યા છે. તો ઘટના સ્થળ પર મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ પહોંચ્યા છે. મહાકુંભમાં લાગેલી આગના કારણે આસપાસના વિસ્તારમાં આકાશ ધુમાડાથી કાળું થઈ ગયું છે. આ સાથે જ ફાયર વિભાગની ટીમે આસપાસના વિસ્તારને તાત્કાલિક ધોરણે ખાલી કરાયો હોવાના કારણે હજુ સુુધી કોઈ જાનહાનિની ઘટના સામે નથી આવી.