અમેરિકા, રશિયા અને ચીનના અર્થતંત્ર ડામાડોળ

November 10, 2025

રશિયા, અમેરિકા અને ચીન જેવી મહાસત્તાઓની અર્થ વ્યવસ્થા ડામાડોળ થવા લાગી છે. જ્યારે રશિયા વર્ષના અંત સુધીમાં મંદીની લપેટમાં આવી શકે છે. રશિયાના મીડિયામાં પ્રકાશિત અહેવાલોમાં જણાવાયું છે કે સેન્ટ્રલ બેન્ક દ્વારા મંદી અંગે આ ચેતવણી આપવામાં આવી છે. 

જુલાઇ-સપ્ટેમ્બર ત્રિમાસિકમાં રશિયાનો જીડીપી ગ્રોથ માત્ર 0.6 ટકા રહ્યો જ્યારે અગાઉના ત્રિમાસિકમાં આ 1.1 ટકા રહ્યો હતો. હવે બેન્કની ચેતવણી છે કે ચોથા ત્રિમાસિકમાં જીડીપી 0.5 ટકા ઘટી પણ શકે છે અથવા મામૂલી 0.5ટકા વધી પણ શકે છે. રશિયાની જેમ ચીન અને અમેરિકાનું માર્કેટ પણ ડામાડોળ ચાલી રહ્યું છે.  

રશિયામાં ગયા વર્ષે અંતિમ મહિનામાં ઉત્પાદનમાં અચાનક ઉછાળો આવ્યો હતો જેને કારણે આ વર્ષની તુલના નબળી પડી ગઇ છે. ઓગસ્ટ મહિનામાં બેન્કે 1.6 ટકા ગ્રોથનું અનુમાન લગાવ્યું હતું જ્યારે આંકડા તેનાથી પણ નીચે પહોંચી ગયા છે. સેન્ટ્રલ બેન્કની ચેતવણી છે કે અર્થવ્યવસ્થા ઓવરહીટ નહીં પણ ફ્રીઝ થઇ ચુકી છે. 

શ્રમ માર્કેટ પર દબાણ, ચાર ટકાથી વધુની મોંઘવારી અને લાંબા સુધી ઉંચા વ્યાજદરોને પગલે સમગ્ર રશિયન અર્થવ્યવસ્થાની સ્થિતિ ડામાડોળ થવાની તૈયારીમાં છે. માઇનિંગ અને મેટલ ઇન્ડસ્ટ્રી જેવા નિકાસ આધારિત એકમોમાં ઉત્પાદન ઘટયું છે. યુક્રેન સાથે યુદ્ધ વચ્ચે રશિયાની સ્થિતિ ડામાડોળ થવા જઇ રહી હોવાના આ અહેવાલો સામે આવ્યા છે.