Breaking News :
સલવારનું નાડું ખેંચવું કે છાતી દબાવવી એ ‘તૈયારી’ નહીં પણ દુષ્કર્મનો પ્રયાસ જ છે... હાઈકોર્ટના ચુકાદા સુપ્રીમ કોર્ટે ફગાવ્યા 'અમેરિકા પર ભરોસો કરવો અશક્ય છે...' ઇરાન પર USના હુમલા બાદ રશિયાના વિદેશ મંત્રી લાલચોળ! ચુરાચાંદપુરમાં પોલીસ અને સેનાની સંયુક્ત કાર્યવાહી: એકે-47 રાઈફલ અને મોર્ટારના ગોળા સહિત લશ્કરી સામગ્રી ઝડપાઈ મહારાષ્ટ્રમાં શરદ પવાર જૂથનું શાસક પક્ષને સમર્થન? વર્ષા બંગલે યોજાયેલી ગુપ્ત મંત્રણા બાદ મહિલા અનામત બિલ પર સહમતિના એંધાણ અમેરિકા-ઈરાન વચ્ચે તણાવ ચરમસીમાએ: હોર્મુઝ જળમાર્ગ પર અમેરિકન નૌકાદળની નાકાબંધી, 20થી વધુ યુદ્ધ જહાજો તૈનાત ફીફા વર્લ્ડ કપમાં સ્પેનનું દમદાર પરફોર્મન્સ, સેમિ ફાઈનલમાં ફ્રાન્સને 2-0થી કચડી ફાઈનલમાં એન્ટ્રી

દ.આફ્રિકામાં ભક્તો માટે સૌથી મોટું હિન્દુ મંદિર ખુલ્લું મૂકાયું, 14.5 એકરમાં બન્યું છે, જાણો તેની વિશેષતા

February 03, 2025

દક્ષિણ આફ્રિકાનું સૌથી મોટું હિન્દુ મંદિર ભક્તો માટે ખુલ્લું મૂકાયું. દક્ષિણ આફ્રિકાના ઉપરાષ્ટ્રપતિ પાલ માશાતિલેએ બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ (બીએપીએસ) સંસ્થાના બહુ સાંસ્કૃતિક કેન્દ્ર અને મંદિરના પ્રથમ તબક્કાનું ઉદ્ધાટન કર્યું. આ અવસરે તેમણે કહ્યું કે બીએપીએસના સિદ્ધાંત દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રીય લોકાચાર ઉબુંટૂથી મળે છે. માશાતિલેએ સ્થાનિક હિન્દુ સમુદાયની પ્રશંસા કરતાં કહ્યું કે આપણે રાષ્ટ્ર નિર્માણમાં હિન્દુ સમુદાયની ભૂમિકા પર વિચાર કરવો જોઈએ. આ મંદિર 14.5 એકર જમીન પર બનેલું છે. જેમાં 34,000 વર્ગ મીટરનું સાંસ્કૃતિક કેન્દ્ર, 3000 બેઠકોવાળું સભાગૃહ, 2000 બેઠકોવાળો બેન્ક્વેટ હોલ, એક સંશોધન સંસ્થા, રૂમ, પ્રદર્શન અને મનોરંજન કેન્દ્ર અને અન્ય સુવિધાઓ હશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2023માં બ્રિક્સ સંમેલનમાં સામેલ થવા માટે દક્ષિણ આફ્રિકા ગયા હતા તો પ્રવાસી ભારતીયોના સમૂહે તેમને જોહાનિસબર્ગમાં તૈયાર થઈ રહેલા સ્વામિનારાયણ મંદિરની 3ડી તસવીરો બતાવી હતી. આફ્રિકાના ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે હિન્દુ સમુદાયનો સાંસ્કૃતિક વારસો અને મૂલ્ય સમૃદ્ધ છે અને તેને અમારા વિવિધતાપૂર્ણ સમાજના સામાજિક બનાવટને આકાર આપવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે.