Breaking News :
રામ મંદિર દાન ચોરી મામલે સુપ્રીમ કોર્ટે ટ્રસ્ટને ફટકારી નોટિસ, યુપી સરકારને કહ્યું - SITનો રિપોર્ટ આપો ટ્રમ્પ, નેતન્યાહૂ, મેક્રોન, મેલોની.... ઈરાની અખબારે છાપી 13 લોકોની હિટ લિસ્ટ, દુનિયાનું ટેન્શન વધ્યું કેનેડાના ટોરોન્ટોમાં લાઈવ સ્ટ્રીટ ફેસ્ટિવલ દરમિયાન અંધાધૂંધ ગોળીબાર, 2 ના મોત, 3 ગંભીર જ્ઞાનવાપી, શ્રીકૃષ્ણ જન્મભૂમિ અને સંભલ મસ્જિદ... સુપ્રીમ કોર્ટના પ્રસ્તાવને હિન્દુ-મુસ્લિમ બંનેનો માનવા ઈનકાર! પૂણેમાં સાસવડ-જેજુરી માર્ગ પર ગોઝારો અકસ્માત: પંઢરપુર જઈ રહેલા વારકરીઓને ટ્રકે અડફેટે લેતાં 3 મહિલાઓનાં મોત અમેરિકાએ ઈરાનના 140 સૈન્ય મથકો પર બોમ્બમારો કર્યો, ઈરાને યુએસ એરબેઝ પર હુમલો કરી હોર્મુઝ જળમાર્ગ બંધ કરી દીધો

લોકસભા-રાજ્યસભામાં હોબાળો યથાવત્, સદનની કાર્યવાહી બે વાગ્યા સુધી સ્થગિત

July 28, 2025

સંસદમાં ચોમાસુ સત્ર એક સપ્તાહ બાદ પણ શરૂ થઈ ચૂક્યું નથી. વિપક્ષના અનેક મુદ્દાઓ પર હોબાળાના પગલે આજે લોકસભા અને રાજ્યસભામાં ઓપરેશન સિંદૂર મુદ્દે ચર્ચાઓ થવાની હતી. પરંતુ ચર્ચા શરૂ થાય તે પહેલાં જ વિપક્ષ દ્વારા વોટર લિસ્ટ રિવિઝન મુદ્દે હોબાળો શરૂ કરવામાં આવ્યો હતો. જેના લીધે બંને સદનની કાર્યવાહી બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી. 12 વાગ્યે ફરી ચર્ચા શરૂ થાય તે પહેલાં વિપક્ષ વેલમાં આવીને હોબાળો કરી રહ્યુ હતું. જેથી સ્પીકર ઓમ બિરલાએ ત્રણ વખત વિપક્ષના સાંસદોને પૂછ્યું કે, તમે ઓપરેશન સિંદૂર પર ચર્ચા કરવા માગો છો કે નહીં, જો હા તો પોતાના સ્થાને પાછા જતાં રહો. પરંતુ વિપક્ષનો હોબાળો ચાલુ જ રહેતાં કાર્યવાહી 1 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી.  શાસક અને વિરોધ પક્ષ ઓપરેશન સિંદૂર પર 16-16 કલાકની ચર્ચા કરવા તૈયાર થયુ હતું. જેની ચર્ચા આજે શરૂ થવાની હતી. શુક્રવારે બિઝનેસ એડવાઈઝરી કમિટીની બેઠકમાં 28 જુલાઈથી સદનના નિયમિત સંચાલન પર તમામ પક્ષોના ફ્લોર લીડર્સ પાસેથી સહમતિ લેવામાં આવી હતી. પરંતુ આજે કાર્યવાહી શરૂ થાય તે પહેલાં જ બિહારમાં વોટર લિસ્ટ રિવિઝન મુદ્દે હોબાળો શરૂ થયો હતો. જેના લીધે લોકસભા સ્પીકર ઓમ બિરલાએ સદનની કાર્યવાહી 12 વાગ્યા સુધી સ્થગિત કરી હતી. રાજ્યસભામાં પણ વિપક્ષનો હોબાળો ચાલુ રહ્યો હતો. જેના લીધે રાજ્યસભામાં ઉપસભાપતિ હરિવંશે શૂન્યકાળ સુધી આંગણવાડી સંબંધિત મુદ્દા પર બોલવા કહ્યું હતું. પરંતુ હોબાળો ચાલુ રહેતાં સદનની કાર્યવાહી 12 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી. 12 વાગ્યા બાદ પણ પરિસ્થિતિ જૈસે થૈ રહેતાં કાર્યવાહી બે વાગ્યા સુધી સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે, કોંગ્રેસે ઓપરેશન સિંદૂર મુદ્દે ચર્ચા દરમિયાન પોતાના તમામ લોકસભા સાંસદો માટે ત્રણ લાઈનના વ્હિપ જાહેર કર્યા હતાં. જેમાં તમામને આગામી ત્રણ દિવસ સુધી સદનમાં હાજર રહેવા નિર્દેશ આપવામાં આવ્યા હતાં.