'સદનમાં માઈક બંધ કરાયું, ભાજપે બોલવા ન દીધો', રાહુલ ગાંધીની પ્રેસ કોન્ફરન્સ
July 29, 2026
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ દિલ્હીમાં વિદ્યાર્થીઓ પર થયેલી બર્બરતાનો મુદ્દો સંસદમાં ઉઠાવતા ભાજપ સરકાર અને કેન્દ્રીય ગૃહમંત્રી પર ગંભીર આક્ષેપો સાથે પ્રેસ કોન્ફરન્સ યોજી છે. રાહુલ ગાંધીએ દાવો કર્યો છે કે, જ્યારે તેમણે ગૃહમાં વિદ્યાર્થીઓ પર થયેલા અત્યાચાર અને આ ઘટના માટે જવાબદાર વ્યક્તિઓનું નામ લીધું, ત્યારે ભાજપે તેમને બોલવા દીધા નહોતા, અને તેમનું માઈક બંધ કરી દેવામાં આવ્યું હતું. જે વાતો તેમને સંસદની અંદર બોલવા દેવામાં આવી નથી, તે તમામ બાબતોને લઈને રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ યોજીને ભાજપ પર આકરા પ્રહારો શરૂ કર્યા છે.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની પ્રેસ કોન્ફરન્સ પહેલા ભારતીય જનતા પાર્ટીએ પત્રકાર પરિષદ યોજીને તેમના તમામ આરોપો પર આકરા પ્રહારો કર્યા હતા. ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ રાહુલ ગાંધી પર સંસદમાં જૂઠ્ઠાણું ફેલાવવાનો અને માત્ર સનસની ફેલાવવા માટે કેન્દ્રીય ગૃહમંત્રીનું નામ વટાવવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. ભાજપે સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે, 'દિલ્હીમાં વિદ્યાર્થીઓ પર કોઈ ગોળીઓ ચલાવવામાં આવી નથી, અને ન તો કોઈએ આવો આદેશ આપ્યો હતો. રાહુલ ગાંધી જૂઠનો પ્રચાર કરી રહ્યા છે.' કટાક્ષ કરતા ભાજપે કહ્યું કે, રાહુલ ગાંધીની જેમ કેન્દ્રીય ગૃહમંત્રી ક્યારેય વિદેશ ભાગી જતા નથી.
ષ્ટ્રીય પ્રવક્તા, સંબિત પાત્રાએ રાહુલ ગાંધી પર વિદ્યાર્થીઓનું અપમાન કરવાનો આરોપ લગાવતા કહ્યું કે, 'રાહુલ ગાંધીએ વિદ્યાર્થીઓની ત્રણ કેટેગરી બતાવીને દેશના યુવાનોનું અપમાન કર્યું છે. વિદ્યાર્થીઓ કોઈ 'ઈડિયટ' કે 'અંધભક્ત' નથી.'
Related Articles
થોડાક જ વરસાદમાં રામમંદિરના દરબારમાં પાણી ઘૂસ્યું, ભક્તોને દર્શન કરતા અટકાવાયા
થોડાક જ વરસાદમાં રામમંદિરના દરબારમાં પાણ...
Jul 29, 2026
મગની 100% MSP ખરીદીની માંગ સાથે ભોપાલમાં ખેડૂતોનું ઉગ્ર આંદોલન, હવે CM હાઉસ સુધી કૂચની તૈયારી
મગની 100% MSP ખરીદીની માંગ સાથે ભોપાલમાં...
Jul 29, 2026
બજરંગ દળ-PFI સરખામણી કેસમાં મલ્લિકાર્જુન ખડગે સામે જામીનપાત્ર વોરંટ, 19 સપ્ટેમ્બરે હાજર રહેવાનો આદેશ
બજરંગ દળ-PFI સરખામણી કેસમાં મલ્લિકાર્જુન...
Jul 29, 2026
આઈઆઈટી કાનપુરની વેબસાઈટ હેક કરનાર વિદ્યાર્થીને મળશે પોતાની કુશળતા સાબિત કરવાની તક
આઈઆઈટી કાનપુરની વેબસાઈટ હેક કરનાર વિદ્યા...
Jul 29, 2026
બૅન્ક ઑફ બરોડાએ ગ્રાહકોને તાત્કાલિક પાસવર્ડ બદલવા કહ્યું, 1000 GB ડેટા લીક બાદ એડવાઇઝરી જાહેર
બૅન્ક ઑફ બરોડાએ ગ્રાહકોને તાત્કાલિક પાસવ...
Jul 29, 2026
આસામમાં પૂરની સ્થિતિ પર PM મોદીની સમીક્ષા બેઠક, ધારાસભ્યોએ એક મહિનાનો પગાર રાહત માટે આપ્યો
આસામમાં પૂરની સ્થિતિ પર PM મોદીની સમીક્ષ...
Jul 29, 2026
Trending NEWS
29 July, 2026
29 July, 2026
29 July, 2026
29 July, 2026
28 July, 2026
28 July, 2026
28 July, 2026
28 July, 2026
27 July, 2026
27 July, 2026