રાજ્યસભામાં વધશે વિપક્ષનો 'પાવર', 8 બેઠકો પર ચૂંટણી બાદ બદલાઈ જશે સમીકરણ
May 27, 2025

ચૂંટણી પંચે ગઈકાલે સોમવારે રાજ્યસભાની આઠ બેઠકો માટે ચૂંટણીની જાહેરાત કરી હતી. આ બેઠક પર ચૂંટણીથી વિપક્ષ INDIA ગઠબંધનની તાકાતમાં વધારો થઈ શકે છે. રાજ્યસભાની આ ચૂંટણી 19 જૂને યોજાશે. જેમાં તમિલનાડુની છ બેઠકો અને આસામની બે બઠકો પર મતદાન થશે. આ બેઠકો રાજ્યસભાના સાંસદો નિવૃત્ત થઈ રહ્યા હોવાથી ખાલી થવાની છે. તમિલનાડુના છ સાંસદો જુલાઈમાં નિવૃત્ત થશે, જ્યારે આસામના બે સાંસદોનો કાર્યકાળ જૂન મહિનામાં જ સમાપ્ત થઈ રહ્યો છે. તમિલનાડુમાં જે છ બેઠકો પર ચૂંટણી યોજાવાની છે, તેમાંથી ત્રણ પર અત્યારસુધી ડીએમકેના સાંસદ હતાં. જ્યારે અન્ય ત્રણ બેઠકો પર પીએમકે, એઆઈએડીએમકે, અને એમડીએમકેના સભ્યો સાંસદ હતાં. રાજ્યસભાની આ ખાલી પડેલી આઠ બેઠકો પર ચૂંટણી બાદ કોંગ્રેસની તાકાતમાં બે બઠકનો વધારો થઈ શકે છે. INDIA ગઠબંધનમાં સામેલ ડીએમકે કોંગ્રેસ સાથે સહમતિ સાધી એક બેઠક ફાળવી શકે છે. તમિલનાડુ વિધાનસભાના સમીકરણોને ધ્યાનમાં લેતાં ડીએમકેનો નંબર ત્રણથી ચાર થઈ શકે છે. જેથી વિપક્ષ INDIA ગઠબંધનના ખાતામાં વધુ એક બેઠકનો ઉમેરો થવાની શક્યતા વધી છે. આસામમાં પણ વિપક્ષના ખાતામાં એક બેઠકનો વધારો થઈ શકે છે. આસામમાં નિવૃત્ત થઈ રહેલા બે સાંસદોમાં એક ભાજપ અને એક આસામ ગણ પરિષદના છે. પરંતુ વર્તમાન રાજકીય સમીકરણોને ધ્યાનમાં લેતાં એક બેઠક ભાજપને અને એક બેઠક કોંગ્રેસ કે તેના સહયોગી પક્ષને મળી શકે છે. આ ચૂંટણી બાદ ઉપરોક્ત સમીકરણોના આધારે બેઠક મળી તો વિપક્ષના ખાતામાં 91 બેઠક સામેલ થશે. જે હાલ 89 છે. જ્યારે એનડીએના ખાતામાં બેઠક 128થી ઘટી 126 થઈ શકે છે. હરિયાણા, દિલ્હી, અને મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં ચૂંટણી હાર્યા બાદ આ જીત વિપક્ષ માટે રાહતના સમાચાર આપી શકે છે. ઝારખંડમાં ઝારખંડ મુક્તિ મોરચાના નેતૃત્વ હેઠળ વિપક્ષના ગઠબંધનની જીત બાદ આ બીજી જીત બની શકે છે.
Related Articles
ઓસ્ટ્રેલિયા જઈ રહેલા ત્રણ ભારતીયોનું ઈરાનમાં અપહરણ, એક કરોડની ખંડણીની માગ
ઓસ્ટ્રેલિયા જઈ રહેલા ત્રણ ભારતીયોનું ઈરા...
May 28, 2025
દેશમાં કોરોનાથી 12 મોત, 1083 એક્ટિવ કેસઃ મહારાષ્ટ્રમાં સૌથી વધુ પાંચના મોત, કેરળમાં પણ કેસ વધ્યા
દેશમાં કોરોનાથી 12 મોત, 1083 એક્ટિવ કેસઃ...
May 28, 2025
યુપીમાં પોલીસનુ ઓપરેશન લંગડા, 10 શહેરોમાં પોલીસ-ગુનેગારો વચ્ચે અથડામણ
યુપીમાં પોલીસનુ ઓપરેશન લંગડા, 10 શહેરોમા...
May 28, 2025
યુપીની જે સ્કૂલમાં અમિતાભ બચ્ચનએ શિક્ષણ મેળવ્યું ત્યાંના પ્રિન્સિપાલની ડિગ્રી નકલી નીકળી
યુપીની જે સ્કૂલમાં અમિતાભ બચ્ચનએ શિક્ષણ...
May 28, 2025
બસ્તર નક્સલ મુક્ત ! ડાબેરી ઉગ્રવાદ પ્રભાવિત જિલ્લાઓની યાદીમાંથી દૂર કરાયુ
બસ્તર નક્સલ મુક્ત ! ડાબેરી ઉગ્રવાદ પ્રભા...
May 28, 2025
છૂટાછેડા લેવા આવેલા દંપતીને સુપ્રીમ કોર્ટે 'ડિનર ડેટ' પર જવા આપી સલાહ, કહ્યું- 'તમારું ત્રણ વર્ષનું બાળક છે...'
છૂટાછેડા લેવા આવેલા દંપતીને સુપ્રીમ કોર્...
May 27, 2025
Trending NEWS

હિંસાગ્રસ્ત રાખાઇન પ્રાંતને બાંગ્લાદેશ સાથે જોડતા...
27 May, 2025

લંડનના લિવરપૂલમાં કાર ચાલકે ભીડ પર કાર ચડાવી દેતા...
27 May, 2025