યુપીની જે સ્કૂલમાં અમિતાભ બચ્ચનએ શિક્ષણ મેળવ્યું ત્યાંના પ્રિન્સિપાલની ડિગ્રી નકલી નીકળી

May 28, 2025

પ્રયાગરાજની પ્રતિષ્ઠીત બોયઝ હાઇ સ્કૂલના કાર્યકારી આચાર્ય ડેવિડ લૂક ચર્ચામાં આવ્યા છે. અને આ ચર્ચા તેમની ડિગ્રી મામલે થઇ રહી છે. સિવિલ લાઇન્સ પોલીસ સ્ટેશનમાં FIR દાખલ કરવામાં આવી છે. આ એજ શાળા છે જ્યાં સદીના મહાનાયક અમિતાભ બચ્ચને શિક્ષણ પ્રાપ્ત કર્યુ છે. ડેવિડ લૂક તેમના મોટા પુત્ર અને એક અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધવામાં આવી છે.

આ FIR લખનૌના બિશપ ડાયોસીસ, ચર્ચ ઓફ નોર્થ ઈન્ડિયાના મેરિસ એડગર ડેને દાખલ કરી છે. પોલીસ ફરિયાદ મુજબ, ડેવિડ લૂકને 2010માં બોયઝ હાઇ સ્કૂલના કાર્યકારી આચાર્ય તરીકે પદભાર સોંપાયો હતો. 2012માં શાળાએ આચાર્યના પદ માટે પેપરમાં જાહેરાત આપી હતી. આ જાહેરાત બાદ ડેવિડ લૂક સહિત અન્ય લોકોએ અરજીઓ કરી હતી. સૌ કોઇએ પોતાના પ્રમાણપત્ર સેલ્ફ અટેસ્ટેડને જમા કરાવ્યા હતા. જેમાં ડેવિડ લૂકે પણ પોતાના સર્ટીફિકેટ આપ્યા હતા.

જ્યારે ડેવિડ લૂકે એમએની ડિગ્રી જમા કરાવી ત્યારે તેઓએ દાવો કર્યો હતો કે, તેઓએ 2007માં, કાનપુરની છત્રપતિ શાહુજી મહારાજ યુનિવર્સિટીમાંથી અંગ્રેજી વિષયમાં પ્રથમ શ્રેણી સાથે એમએ પાસ કર્યું છે. પરંતુ આ તરફ, મરિસ એડગર દાને આરોપ લગાવ્યો હતો કે, આ તમામ ડિગ્રીઓ નકલી છે. છે. આ શાળા એટલા માટે પ્રખ્યાત છે કારણ કે, અહીં બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચને શિક્ષણ મેળવ્યુ છે.