મહાકુંભમાં લાખો ભક્તોનો ધસારો, 20 કિ.મી. ચક્કાજામ, બેરિકેડ્સ તૂટ્યા: ઈમરજન્સી બેઠક બોલાવાઈ
January 28, 2025
અલાહાબાદ : ભારતની આસ્થાનું પ્રતીક મહાકુંભ મેળાનો આજે 16મો દિવસ છે. આવતીકાલે અમાસ નિમિત્તે ત્રીજું શાહી સ્નાન યોજાશે, જેમાં ભાગ લેવા લાખો શ્રદ્ધાળુ ઉમટી પડ્યા છે. સંગમથી 20 કિમી સુધી ચક્કાજામ થયો છે. રસ્તા, ગલીઓ માનવ મહેરામણથી ઉભરાઈ છે. શ્રદ્ધાળુઓ પોલીસ દ્વારા ઊભા કરવામાં આવેલા બેરિકેડ્સ તોડી પ્રવેશી રહ્યા છે.
શ્રદ્ધાળુઓની ભારે ભીડના કારણે લોકો પાર્કિંગ તથા છેક સ્ટેશનથી સંગમ સુધી પગપાળા આવવા મજબૂર બન્યા છે. પોલીસે ભીડને કાબૂમાં લેવા વિવિધ સ્થળોએ બેરિકેડ્સ ઊભા કર્યા હતાં. જો કે, ભીડ તેને તોડીને પ્રવેશ લઈ રહી છે. સંગમથી 20 કિમી સુધીનો રસ્તો જામ થઈ ગયો છે.
અમાસના શાહી સ્નાન પહેલાં જ લાખોની સંખ્યામાં ઉમટી પડેલી ભીડમાં અવ્યવસ્થા અને અરાજકતાં ન સર્જાય તે હેતુ સાથે કમિશનરે તમામ વિભાગોના અધિકારીઓની ઈમરજન્સી બેઠક બોલાવી હતી. ડીએમ, સીઆરપીએફ, આઈટીબીપી, પોલીસ, રેલવે પોલીસ વગેરે વિભાગોના અધિકારીઓને ચુસ્ત બંદોબસ્ત કરવા આદેશ અપાયો છે.
મેળામાં સુરક્ષા કર્મીઓ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ કેમેરા મારફત દેખરેખ રાખી રહ્યા છે. તેમજ શ્રદ્ધાળુઓને કાર મારફત પ્રયાગરાજ ન આવવા અપીલ થઈ છે. લોકોને પગપાળા શાહી સ્નાનમાં ભાગ લેવા અપીલ કરવામાં આવી છે. જેથી અવ્યવસ્થા ન સર્જાય. મહાકુંભના મેળામાં 45 કરોડથી વધુ શ્રદ્ધાળુ આવવાનો અંદાજ છે.
મૌની અમાસના શાહી સ્નાન કારણે ઉમટી પડેલી ભીડને ધ્યાનમાં રાખતાં અલાહાબાદ હાઈકોર્ટે 28થી 30 જાન્યુઆરી સુધી રજા જાહેર કરી છે. રજિસ્ટ્રાર જનરલ રાજીવ ભારતીના નોટિફિકેશન અનુસાર, આ રજા માત્ર પ્રયાગરાજ સ્થિત હાઈકોર્ટ માટે જ છે. તેના સ્થાને તે 17 મે, અને 23 ઓગસ્ટના રોજ ચાલુ રહેશે. કેટની પ્રયાગરાજ સ્થિત ઓફિસ પણ 28થી 30 જાન્યુઆરી સુધી બંધ રહેશે. તેના સ્થાને તે 5, 26 એપ્રિલ અને 3 મેના રોજ કામ કરશે.
Related Articles
ત્રણ રાજ્યોમાં અતિભારે તો આઠ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ
ત્રણ રાજ્યોમાં અતિભારે તો આઠ રાજ્યોમાં ભ...
Jul 17, 2026
સલવારનું નાડું ખેંચવું કે છાતી દબાવવી એ ‘તૈયારી’ નહીં પણ દુષ્કર્મનો પ્રયાસ જ છે... હાઈકોર્ટના ચુકાદા સુપ્રીમ કોર્ટે ફગાવ્યા
સલવારનું નાડું ખેંચવું કે છાતી દબાવવી એ...
Jul 15, 2026
ચુરાચાંદપુરમાં પોલીસ અને સેનાની સંયુક્ત કાર્યવાહી: એકે-47 રાઈફલ અને મોર્ટારના ગોળા સહિત લશ્કરી સામગ્રી ઝડપાઈ
ચુરાચાંદપુરમાં પોલીસ અને સેનાની સંયુક્ત...
Jul 15, 2026
મહારાષ્ટ્રમાં શરદ પવાર જૂથનું શાસક પક્ષને સમર્થન? વર્ષા બંગલે યોજાયેલી ગુપ્ત મંત્રણા બાદ મહિલા અનામત બિલ પર સહમતિના એંધાણ
મહારાષ્ટ્રમાં શરદ પવાર જૂથનું શાસક પક્ષન...
Jul 15, 2026
નાશિકમાં નકલી પોલીસ બની બંદુંક બતાવી વેપારી પાસેથી 70 લાખ લૂંટનારી મહિલા સહિત 4 આરોપીઓ મુંબઈથી ઝડપાયા
નાશિકમાં નકલી પોલીસ બની બંદુંક બતાવી વેપ...
Jul 15, 2026
આર્થિક પ્રગતિમાં મુંબઈ પણ પાછળ: દેશના ટોચના 10 આર્થિક શહેરોમાં વડોદરા, સુરત અને જામનગરે જમાવી ધાક
આર્થિક પ્રગતિમાં મુંબઈ પણ પાછળ: દેશના ટો...
Jul 15, 2026
Trending NEWS
15 July, 2026
15 July, 2026
15 July, 2026
15 July, 2026
15 July, 2026
15 July, 2026
14 July, 2026
13 July, 2026
13 July, 2026
13 July, 2026