શેરબજારમાં સળંગ ત્રીજા દિવસે કડાકો, પાવર-ફાઈનાન્સિયલ શેર્સમાં ગાબડું
December 18, 2024
શેરબજાર સળંગ ત્રીજા સેશનમાં ઘટાડા તરફી ટ્રેડ થઈ રહ્યા છે. જેની પાછળનું કારણ વૈશ્વિક સ્તરે અનિશ્ચિતતાઓના પગલે વિદેશી રોકાણકારોની વેચવાલી છે. રોકાણકારો અમેરિકાની ફેડ રિઝર્વનું આગામી પગલું તેમજ ઈકોનોમિક આઉટલૂક પર નજર રાખી રહ્યા છે. સેન્સેક્સ આજે ઘટાડા તરફી ખૂલ્યા બાદ 371.43 પોઈન્ટ તૂટી 80313.02 થયો હતો. વિદેશી રોકાણકારોએ ગઈકાલે 6409.86 કરોડનું રોકાણ પાછું ખેંચ્યું હતું.
સેન્સેક્સ 10.33 વાગ્યે 194.72 પોઈન્ટ ઘટાડે ટ્રેડ થઈ રહ્યો હતો. નિફ્ટી પણ 24286.20 પર ટ્રેડ થઈ રહ્યો હતો. સેન્સેક્સ પેકની 30 સ્ક્રિપ્સ પૈકી 7 સુધારા તરફી જ્યારે 23માં 2 ટકા સુધીનું ગાબડું જોવા મળ્યું હતું.
શેરબજારમાં પાવર અને કેપિટલ ગુડ્સ શેર્સમાં ભારે વેચવાલી જોવા મળી છે. હેલ્થકેર, આઈટી અને ટેલિકોમ્યુનિકેશન્સ ઈન્ડેક્સ ઘટાડે ખૂલ્યા બાદ 10.40 વાગ્યે ગ્રીન ઝોનમાં ટ્રેડ થઈ રહ્યા હતા. બીએસઈ ખાતે 250 શેર્સમાં અપર સર્કિટ અને 170 શેર્સમાં લોઅર સર્કિટ વાગી હતી. જ્યારે 197 શેર્સ વર્ષની ટોચે અને 23 શેર્સ વર્ષના તળિયે પહોંચ્યા હતા. માર્કેટ કેપ 452.83 લાખ કરોડ નોંધાયું છે.
રેટિંગ એજન્સીઓ દ્વારા ભારતીય હેલ્થકેર સેક્ટર આગામી ગાળામાં મજબૂત ગ્રોથ કરવાની સંભાવનાઓ દર્શાવવામાં આવતાં આજે હેલ્થકેર શેર્સમાં ઉછાળો જોવા મળ્યો છે. ડો. રેડ્ડીઝ 2.39 ટકા, સિપલા 1.53 ટકા, સન ફાર્મા 1.37 ટકા ઉછાળા સાથે નિફ્ટી-50ના ટોપ ગેનર તરીકે પર્ફોર્મ કરી રહ્યા છે. જ્યારે પાવરગ્રીડ 1.96 ટકા, ટાટા મોટર્સ 1.75 ટકા, ભારત ઈલેક્ટ્રોનિક્સ 1.61 ટકા ઘટાડે ટ્રેડ થઈ રહ્યા છે.
Related Articles
કરવા ચોથના તહેવારે સોના-ચાંદીના ભાવમાં કડાકો: ચાંદીમાં રૂ.4700 અને સોનામાં રૂ.700નો ઘટાડો
કરવા ચોથના તહેવારે સોના-ચાંદીના ભાવમાં ક...
Oct 29, 2026
શેરબજારમાં ફરી કડાકો, સેન્સેક્સમાં 705 તો નિફ્ટીમાં 175 પોઈન્ટનું ગાબડું, જિયોના IPO નું બમ્પર લિસ્ટિંગ
શેરબજારમાં ફરી કડાકો, સેન્સેક્સમાં 705 ત...
Oct 28, 2026
ચાંદીનો પરપોટો ફૂટ્યો! ઓલટાઇમ હાઇથી રૂ.2.26 લાખ સસ્તી, સોનાના ભાવમાં પણ મોટો કડાકો
ચાંદીનો પરપોટો ફૂટ્યો! ઓલટાઇમ હાઇથી રૂ.2...
Oct 27, 2026
તહેવારની સિઝનમાં વાયદા બજારમાં કડાકો, સોનું ₹400 તો ચાંદી ₹1700થી વધુ ગબડી
તહેવારની સિઝનમાં વાયદા બજારમાં કડાકો, સો...
Oct 21, 2026
ભારતીય શેરબજારમાં જોરદાર ઉછાળો, સેન્સેક્સમાં 900 તો નિફ્ટીમાં 260થી વધુ પોઇન્ટની તેજી
ભારતીય શેરબજારમાં જોરદાર ઉછાળો, સેન્સેક્...
Oct 15, 2026
શેર બજારમાં તેજીનો 'રાસ'! સેન્સેક્સ આજે 1100 અંક ચઢી 73 હજારને પાર, રોકાણકારોને 4 કારણોસર 4 લાખ કરોડની કમાણી
શેર બજારમાં તેજીનો 'રાસ'! સેન્સેક્સ આજે...
Oct 13, 2026
Trending NEWS
28 October, 2026
27 October, 2026
27 October, 2026
27 October, 2026
27 October, 2026
27 October, 2026
27 October, 2026
27 October, 2026
27 October, 2026
27 October, 2026