કાશ્મીરમાં પ્રથમ વંદે ભારત ટ્રેનનું ટ્રાયલ પૂર્ણ, વિશ્વના સૌથી ઊંચા ચિનાબ પુલ પરથી પસાર થઇ, ટૂંક સમયમાં સેવા શરુ

January 25, 2025

જમ્મુ-કાશ્મીર માટે વંદે ભારત એક્સપ્રેસની રાહ હવે લગભગ પૂરી થઈ ગઈ છે. આ ટ્રેનની ટ્રાયલ પૂર્ણ થઈ ગઈ છે અને તે વિશ્વના સૌથી ઊંચા પુલ પરથી પસાર થવામાં સફળ રહી છે. આ ટ્રેનને ખાસ કરીને આ પ્રદેશની ઠંડીને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. તેના કાચ પર બરફ જામશે નહીં અને તે -30 ડિગ્રી સેલ્સિયસમાં પણ સરળતાથી ચાલશે.

વંદે ભારત ટ્રેન જમ્મુ અને કાશ્મીરના રિયાસીમાં વિશ્વના સૌથી ઊંચા રેલ્વે બ્રિજ ચિનાબ બ્રિજ પરથી પસાર થઈ. અહીં વંદે ભારત ટ્રેનની ટ્રાયલ પૂર્ણ થઈ ગઈ છે. આ પુલ ઉધમપુર-શ્રીનગર-બારામુલ્લા રેલ લિંક (USBRL) પર સ્થિત છે. ગયા અઠવાડિયે, તેનું ટ્રાયલ રન ઉધમપુર-શ્રીનગર-બારામુલ્લા રેલ લિંક પર સફળતાપૂર્વક પૂર્ણ થયું હતું.

આ ટ્રાયલ રન કટરા-બડગામ રેલવે ટ્રેક પર કરવામાં આવ્યો હતો. આ ટ્રેનમાં કુલ 18 કોચ છે. જમ્મુ અને કાશ્મીરના કેન્દ્રશાસિત પ્રદેશમાં રેલ્વેની કનેક્ટિવિટી સુધારવા માટે, ઘણી રેલ્વે લાઇન નાખવામાં આવી રહી છે. આવી સ્થિતિમાં વિશ્વના સૌથી ઊંચા રેલવે બ્રિજ એટલે કે ચિનાબ બ્રિજ પર ટ્રેન ચલાવવી એ રેલવે બોર્ડ માટે એક સફળતા છે.