Breaking News :
આંધ્ર પ્રદેશમાં કોરોનાથી 2 મોત બાદ તકેદારી રાખવા અપીલ, ઓડિશામાં રથયાત્રાને પગલે હાઈ એલર્ટ લોર્ડ્સમાં ટીમ ઈન્ડિયાએ રચ્યો ઈતિહાસ: ઈંગ્લેન્ડને 270 રને હરાવી ટેસ્ટ જીતનારી વિશ્વની પહેલી મહિલા ટીમ બની રામ મંદિર દાન ચોરી મામલે સુપ્રીમ કોર્ટે ટ્રસ્ટને ફટકારી નોટિસ, યુપી સરકારને કહ્યું - SITનો રિપોર્ટ આપો ટ્રમ્પ, નેતન્યાહૂ, મેક્રોન, મેલોની.... ઈરાની અખબારે છાપી 13 લોકોની હિટ લિસ્ટ, દુનિયાનું ટેન્શન વધ્યું કેનેડાના ટોરોન્ટોમાં લાઈવ સ્ટ્રીટ ફેસ્ટિવલ દરમિયાન અંધાધૂંધ ગોળીબાર, 2 ના મોત, 3 ગંભીર જ્ઞાનવાપી, શ્રીકૃષ્ણ જન્મભૂમિ અને સંભલ મસ્જિદ... સુપ્રીમ કોર્ટના પ્રસ્તાવને હિન્દુ-મુસ્લિમ બંનેનો માનવા ઈનકાર!

UN માં યુક્રેન યુદ્ધ મામલે અમેરિકાએ ચોંકાવ્યા, રશિયાને કર્યો ટેકો, ભારત મતદાનથી દૂર રહ્યું

February 25, 2025

યુક્રેન અને રશિયા વચ્ચેનું યુદ્ધ અટકાવવા માટે સંયુક્ત રાષ્ટ્રની સિક્યોરિટી કાઉન્સિલ (UNSC) માં એક પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. જેના પર વોટિંગ કરીને બંને દેશો વચ્ચેનું યુદ્ધ તાત્કાલિક રોકવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. UNGAમાં એક પ્રસ્તાવ યુરોપિયન દેશો અને એક પ્રસ્તાવ અમેરિકા લાવ્યો હતો જે લાંબી ચર્ચા બાદ પસાર કરાયા. આ ઉપરાંત અમેરિકાએ UNSCમાં પણ એક પ્રસ્તાવ રજૂ કર્યો જેમાં યુદ્ધને તાત્કાલિક રોકવાની અપીલ કરવામાં આવી હતી. જોકે આ તમામ કાર્યવાહી દરમિયાન ભારતે UNGAમાં રજૂ કરાયેલા બંને પ્રસ્તાવ પર મતદાન નહોતું કર્યું. જોકે અમેરિકા આ મામલે ચોંકાવતા રશિયાની તરફેણમાં રહ્યું હતું. આ પ્રસ્તાવ  15 સભ્યોની સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે પસાર કર્યો હતો, જેમાં 10 સભ્યોએ તરફેણમાં મતદાન કર્યું હતું અને ફ્રાન્સ સહિત પાંચ દેશો મતદાનથી દૂર રહ્યા હતા. અત્યાર સુધી, UNSC યુદ્ધ પર કોઈ કાર્યવાહી કરવામાં અસમર્થ રહ્યું છે કારણ કે રશિયા અને તેના સાથીઓ કોઇપણ પ્રસ્તાવને વીટો કરી દેતા હતા. જોકે આ વખતે આ પ્રસ્તાવ અમેરિકા દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો, જેના પર વીટો પાવર ધરાવતા ફ્રાન્સ સિવાય બ્રિટન, ડેનમાર્ક, ગ્રીસ અને સ્લોવેનિયા જેવા દેશોએ મતદાનમાં ભાગ લેવાનો ઇનકાર કર્યો હતો.