મુખ્યમંત્રી પદને લઈને કોઈ નારાજગી કે ઇચ્છા નથી - શિંદે
November 27, 2024
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદને લઈને ચાલી રહેલું રાજકીય ઘમાસાણ હવે અટકતું નજરે પડી રહ્યું છે. કાર્યવાહક મુખ્યમંત્રી એકનાથ શિંદેએ પોતે સ્પષ્ટ કરી દીધું છે કે, મહારાષ્ટ્રમાં આગામી મુખ્યમંત્રી ભાજપનો બની શકે છે. શિંદેએ કહ્યું કે, મુખ્યમંત્રી પદને લઈને કોઈ નારાજગી કે ઇચ્છા નથી. તેઓ વડાપ્રધાન મોદી અને અમિત શાહના તમામ નિર્ણયોનું સમર્થન કરે છે. ત્યારે હવે શિંદેની સ્પષ્ટતા બાદ ભાજપ પ્રમુખનું મોટું નિવેદન સામે આવ્યું છે.
મહારાષ્ટ્ર ભાજપના પ્રદેશ પ્રમુખ ચંદ્રશેખર બાવનકુલેએ કહ્યું કે, 'હું મહાયુતિના સિનિયર અને મહત્ત્વપૂર્ણ લીડર અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેનો આભાર વ્યક્ત કરું છું. આજે, તેમણે તમામ શંકાઓને દૂર કરી છે. તેમણે લોકોને કહ્યું કે મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી પદ અંગે જે પણ નિર્ણય વડાપ્રધાન મોદી, અમિત શાહ લેશે તે સૌને માન્ય રહેશે, આ તેમની ભૂમિકા છે જે મહારાષ્ટ્ર અને NDAના હિતમાં અપનાવવામાં આવી છે.' ચંદ્રશેખરે કહ્યું કે, 'એકનાથ શિંદે અને મહાયુતિ પર અનેક લોકોએ સવાલો ઉઠાવ્યા અને ઘણું જૂઠાણું ફેલાવવામાં આવ્યું હતું પરંતુ આજે તેમણે મહાયુતિ, એનડીએને મજબૂત કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી. હવે જનતાને આપેલા વચનો પૂર્ણ કરવાના છે. જનતા અને ભાજપ તરફથી એકનાથ શિંદેનો આભાર વ્યક્ત કરું છું.'
ચંદ્રશેખરે કહ્યું કે, 'દેવેન્દ્ર ફડણવીસ અને ભાજપને જ્યારે ઉદ્ધવ ઠાકરેએ દગો આપ્યો હતો. ત્યારે એકનાથ શિંદેએ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તેમણે બાળા સાહેબના હિન્દુત્ત્વના એજન્ડાને આગળ લઈ જવા માટે કામ કર્યું હતું. તેમના સમર્થનથી મહાયુતિની સરકાર બની હતી. તેમના કાર્યકાળ દરમિયાન તેમણે 2014 અને 2019થી બંધ પડેલા પ્રોજેક્ટ શરુ કરાવ્યા અને તેને પૂર્ણ કરવાનું કામ કર્યું. એકનાથ શિંદે, દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવારે સાથે મળીને દેશમાં ક્યાંય ન હોય તેવી યોજનાઓ બનાવી. સમગ્ર રાજ્યમાં જ્યાં કામ અટક્યા હતા તે પૂર્ણ કર્યા.'
Related Articles
મહાકુંભમાં યોજાશે એકતાનો મહાયજ્ઞ- વડાપ્રધાન મોદી
મહાકુંભમાં યોજાશે એકતાનો મહાયજ્ઞ- વડાપ્ર...
એરપોર્ટ, રેલવે, બંદર બધું એક જ વ્યક્તિને આપી દેવાયું : પ્રિયંકા ગાંધીના પ્રહાર
એરપોર્ટ, રેલવે, બંદર બધું એક જ વ્યક્તિને...
Dec 13, 2024
સુપ્રીમ કોર્ટે ખેડૂત આંદોલન મુદ્દે પંજાબ-કેન્દ્રને આપી ચેતવણી
સુપ્રીમ કોર્ટે ખેડૂત આંદોલન મુદ્દે પંજાબ...
Dec 13, 2024
બેલેટ પર ચૂંટણી યોજી બતાવો, દૂધનું દૂધ પાણીનું પાણી થઈ જશે' : પ્રિયંકા ગાંધી
બેલેટ પર ચૂંટણી યોજી બતાવો, દૂધનું દૂધ પ...
Dec 13, 2024
મહારાષ્ટ્રમાં પવારે નાણાં મંત્રાલયની જીદ પકડી, શિંદેને મનાવવા ભાજપમાં દોડાદોડ
મહારાષ્ટ્રમાં પવારે નાણાં મંત્રાલયની જીદ...
Dec 13, 2024
કાનપુર : પહેલાથી વિવાહિત ACPએ IITની વિદ્યાર્થીનીને હવસનો શિકાર બનાવ્યાનો આરોપ
કાનપુર : પહેલાથી વિવાહિત ACPએ IITની વિદ્...
Dec 13, 2024
Trending NEWS
13 December, 2024
13 December, 2024
13 December, 2024
13 December, 2024
13 December, 2024
13 December, 2024
12 December, 2024
12 December, 2024
11 December, 2024
11 December, 2024
Dec 13, 2024