સિંહ અને કુંભ સહિત આ 3 રાશિના જાતકોને દિવાળીથી થશે અપાર ધનલાભ, બની રહ્યો છે રાજયોગ
October 13, 2025
જ્યોતિષ ગણતરી પ્રમાણે 14 ઓક્ટોબરની સાંજે 7.34 મિનિટે શુક્ર અને યૂરેનસ ગ્રહ એક બીજાથી 120 ડિગ્રીના ખૂણે હશે, જેના પરિણામે આ શુભ યોગનું નિર્માણ થઈ રહ્યું છે.
હાલમાં યુરેનસ ગ્રહ વૃષભ રાશિમાં અને શુક્ર કન્યા રાશિમાં બિરાજમાન રહેશે. આ સંયોગ કેટલીક રાશિઓ માટે સૌભાગ્ય અને સંપત્તિમાં વૃદ્ધિનો સંકેત આપે છે. આવો જાણીએ કે, કઈ કઈ રાશિઓનો રાજયોગની સૌથી વધારે અસર પડશે.
નવપંચમ રાજયોગ મિથુન રાશિવાળાઓ માટે ખુશીઓ લઈને આવશે. શુક્ર ગ્રહ તમારી રાશિથી ચોથા ભાવમાં ગોચર કરશે, જે તમારા પરિવાર અને નાણાકીય સ્થિતિમાં સુધારોનો સંકેત આપી રહ્યો છે. આ સમયગાળા દરમિયાન તમે નવું વાહન અથવા મિલકત ખરીદી શકો છો. લાંબા સમયથી ચાલતા પારિવારિક વિવાદો ઉકેલાશે, અને સંબંધો મધુરતા આવશે. નોકરી કરતા લોકો માટે આ પ્રમોશન અને સમ્માન મેળવવાનો સમય રહેશે. સમાજમાં તમારી પ્રતિષ્ઠા વધશે, અને તમારી મહેનતની પ્રશંસા થશે.
સિંહ રાશિના જાતકો માટે આ રાજયોગ વિશેષ ફાયદાકારક રહેશે. આ યોગ તમારી રાશિના ધન અને વાણીના ભાવોમાં બની રહ્યો છે, જેથી કોઈ આકસ્મિક લાભ મળી શકવાની શક્યતા છે. તમારા કરિયરમાં કોઈ નવી તકો, પ્રમોશન અને વ્યાપારમાં વૃદ્ધિ થઈ શકે છે. તમારી નાણાકીય સ્થિતિ મજબૂત થશે, અને તમારી વાણીનો પ્રભાવ વધશે. આ દરમિયાન તમારા શબ્દોમાં એટલું આકર્ષણ હશે કે, લોકો તમારી વાતોથી પ્રભાવિત થશે.
કુંભ રાશિના જાતકો માટે નવપંચમ રાજયોગ અત્યંત શુભ સાબિત થઈ શકે છે. આ સમયગાળા દરમિયાન શુક્ર આઠમા ભાવમાં ગોચર કરશે. જે પરિવર્તન અને લાભનો સુચક છે. આ યોગના પ્રભાવથી તમારા ભાગ્યનો પૂરો સાથ મળશે. વિદેશ યાત્રા, નવી નોકરી અથવા પ્રમોશન જેવી સંભાવનાઓ જોવા મળી રહી છે. વ્યવસાયિકોને રોકાણમાંથી નવી તકો અને નફો મળી શકે છે. ઉચ્ચ હોદ્દા પર રહેલા લોકોને લીડરશિપનો રોલ મળવાની સંભાવના બની રહી છે. આ સમય વાહન અથવા સંપત્તિ ખરીદવા માટે પણ અનુકૂળ રહેશે.
Related Articles
ICC રેન્કિંગમાં ભારતનો સપાટો: સદી ફટકારી શ્રેયસ ઐયરે રચ્યો ઇતિહાસ, ટોપ 4માં 3 ખેલાડી ભારતના
ICC રેન્કિંગમાં ભારતનો સપાટો: સદી ફટકારી...
Oct 14, 2026
ત્રીજી T20: વેસ્ટ ઇન્ડીઝ સામે ભારતની 14 રને શાનદાર જીત, અર્શદીપ-અભિષેક મેચના હીરો
ત્રીજી T20: વેસ્ટ ઇન્ડીઝ સામે ભારતની 14...
Oct 12, 2026
ભારત સામે બાથ ભીડવા ન્યૂઝીલેન્ડે ODI ટીમ જાહેર કરી, ધુરંધર બેટરની ફરી વાપસી
ભારત સામે બાથ ભીડવા ન્યૂઝીલેન્ડે ODI ટીમ...
Oct 12, 2026
આર્ચરીમાં કુમકુમ મોહોદે વધુ એક ગોલ્ડ મેડલ જીતી રચ્યો ઈતિહાસ
આર્ચરીમાં કુમકુમ મોહોદે વધુ એક ગોલ્ડ મેડ...
Oct 03, 2026
એશિયન ગેમ્સ: ભારતે ક્રિકેટમાં પાકિસ્તાનને ધૂળ ચટાડી જીત્યો ગોલ્ડ મેડલ
એશિયન ગેમ્સ: ભારતે ક્રિકેટમાં પાકિસ્તાનન...
Oct 03, 2026
13 છગ્ગા, 15 ચોગ્ગા સાથે 188 રન.... પ્રિટોરિયસે T20 ક્રિકેટના ઈતિહાસનો ક્રિસ ગેલનો 13 વર્ષ જૂનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો
13 છગ્ગા, 15 ચોગ્ગા સાથે 188 રન.... પ્રિ...
Oct 03, 2026
Trending NEWS
13 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026