મોટી દમણમાં ઘરમાં ત્રાટકેલા ચોરો એક કરોડનું સોનું અને પાઉન્ડ લઈને ફરાર

February 28, 2025

મોટી દમણમાં એક પરિવારના ત્યાંથી ચોરોએ 1 કરોડનું સોનું અને 8000 યુકે પાઉન્ડની ચોરી કરી હોવાની ઘટના સામે આવી છે. આ સાથે ચોરોએ પરિવારના ઘરની સામે આવેલા મંદિરની દાનપેટીને તોડીને તેમાંથી પણ રોકડ રકમ ચોરી કરીને ભાગી ગયા હતા. મળતી માહિતી મુજબ, દમણમાં ટંડેલ પરિવારના ઘરમાંથી 1 કરોડનું સોનું અને 8000 યુકે પાઉન્ડની ચોરી કરીને ચોર ફરાર થઈ ગયો હતો. આ મામલે પોલીસને જાણ કરતાંની સાથે પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. સમગ્ર ઘટના મામલે વલસાડ એફ.એસ.એલ અને ડોગ સ્ક્વોર્ડની ટીમ દ્વારા તપાસની કામગીરી હાથ ધરવામાં આવી છે.