હૈદરાબાદ એરપોર્ટ પર 3 દિવસમાં 3 વિમાન ઉડાવી દેવાની ધમકી, સઘન તપાસ પણ કંઈ વાંધાજનક ન મળ્યું
May 18, 2026
હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર 3 દિવસમાં વિમાનમાં બોમ્બ મૂકવાની 3 ધમકીઓ મળી છે, જેના પગલે એરપોર્ટને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યું છે. ગઈકાલે વહેલી સવારે એરપોર્ટની કસ્ટમર કેર ટીમને એક ઈ-મેલ મળ્યો હતો. આ ઈ-મેલમાં દાવો કરવામાં આવ્યો હતો કે એમ્સ્ટરડેમથી હૈદરાબાદ આવી રહેલી ક્વાલા લમ્પુર એરવેઝની ફ્લાઈટમાં બોમ્બ મૂકવામાં આવ્યો છે અને વિમાનમાં કોઈ પણ સમયે વિસ્ફોટ થઈ શકે છે.
માત્ર 3 દિવસમાં આવી ત્રીજી ધમકી મળવાથી એરપોર્ટના અધિકારીઓ અને સુરક્ષા એજન્સીઓની ચિંતા વધી ગઈ હતી. જોકે, આવી ધમકી હોવા છતાં આ ફ્લાઈટ એરપોર્ટ પર સુરક્ષિત રીતે ઊતરી હતી. લેન્ડિંગ પછી તરત જ અધિકારીઓએ સાવચેતીના ભાગરૂપે વિમાનને આઈસોલેશન બેમાં ખસેડ્યું હતું. ત્યારબાદ સુરક્ષા એજન્સીઓએ એરપોર્ટના અધિકારીઓ સાથે મળીને વિમાન અને આસપાસના વિસ્તારનું સઘન નિરીક્ષણ કર્યું હતું, પરંતુ તપાસ દરમિયાન કંઈ પણ વાંધાજનક મળ્યું નહોતું.
આ ઘટના પહેલાં શનિવારે મલેશિયાથી આવી રહેલી એર એશિયાની ફ્લાઈટમાં પણ બોમ્બ હોવાની ધમકી મળી હતી. જ્યારે શુક્રવારે જર્મનીના ફ્રેન્કફર્ટથી આવી રહેલી લુફ્થાન્સાની ફ્લાઈટ LH-754માં બોમ્બ મૂકવામાં આવ્યો હોવાની અને વિમાન એરપોર્ટ પર પહોંચે તે પહેલાં જ વિસ્ફોટ થઈ જવાની ધમકી આપવામાં આવી હતી. સદ્નસીબે આ ત્રણેય ફ્લાઈટનું સુરક્ષિત ઉતરાણ થયું હતું. હાલમાં ધમકીભર્યા ઈ-મેલ મોકલનારને શોધવા અને આ તમામ ઘટનાઓ એકબીજા સાથે જોડાયેલી છે કે કેમ તે નક્કી કરવા માટે પોલીસની તપાસ ચાલી રહી છે.
Related Articles
'અર્નબ' વાવાઝોડું ત્રાટક્યું: આંધ્ર-ઓડિશામાં પુલ તણાયા, 5000 લોકોનું સ્થળાંતર, 10 રાજ્યોમાં ઍલર્ટ!
'અર્નબ' વાવાઝોડું ત્રાટક્યું: આંધ્ર-ઓડિશ...
Sep 24, 2026
બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશન એક્ટિવ, અનેક રાજ્યોમાં અતિ ભારે વરસાદનું એલર્ટ, IMDએ ચેતવણી જાહેર કરી
બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશન એક્ટિવ, અને...
Sep 23, 2026
ભાજપ સાથે મોટો દાવ, તમામ કાઉન્સિલરે ક્રોસ વોટિંગ કરતાં '0' વોટ મળ્યા, ક્ષોભજનક સ્થિતિ સર્જાઈ
ભાજપ સાથે મોટો દાવ, તમામ કાઉન્સિલરે ક્રો...
Sep 22, 2026
એકને બચાવવા જતાં બીજા બે ભાઈ ડૂબી જતાં 3નાં મોત, બિકાનેરમાં દુર્ઘટનાથી ગામમાં માતમ
એકને બચાવવા જતાં બીજા બે ભાઈ ડૂબી જતાં 3...
Sep 22, 2026
ગણેશોત્સવમાં DJ, લાઉડ સ્પીકર દ્વારા થતા ધ્વનિ પ્રદૂષણ અંગે હાઈકોર્ટ લાલઘૂમ, કહ્યું- અમે કોઈ ધર્મ કે તહેવાર વિરુદ્ધ નથી
ગણેશોત્સવમાં DJ, લાઉડ સ્પીકર દ્વારા થતા...
Sep 22, 2026
વિદ્યાર્થીએ આત્મહત્યા કરતાં IIT બોમ્બેએ હોસ્ટેલમાંથી સીલિંગ ફેન હટાવ્યા, દીવાલ પર લગાવશે પંખા
વિદ્યાર્થીએ આત્મહત્યા કરતાં IIT બોમ્બેએ...
Sep 22, 2026
Trending NEWS
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026