મહાકુંભમાં ઠંડીને કહેર, સ્નાન બાદ નેતા-સંત સહિત ત્રણના મોત, ત્રણ હજારથી વધુ લોકો બીમાર
January 15, 2025
રયાગરાજ : ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં 13 જાન્યુઆરી, 2025, સોમવારથી મહાકુંભ મેળાનો પ્રારંભ થઈ ગયો છે. કરોડો લોકો ખૂબ જ ઉત્સાહથી તેમાં ભાગ લઈ રહ્યા છે, ત્યારે મહાકુંભ પર પણ તીવ્ર ઠંડીનો કહેર જોવા મળી રહ્યો છે. શાહી સ્નાન પછી ત્રણ લોકોના મોત થયા હતા, જ્યારે 3 હજારથી વધુ લોકો બીમાર પડ્યા હોવાના સમાચાર છે.
તબિયત બગડવાના કારણે શરદ પવારની પાર્ટીના નેતાના એક મિત્ર 8:30 વાગ્યે સબ સેન્ટ્રલ હોસ્પિટલ ઝુંસી લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા. આ સાથે કોટા રાજસ્થાનના અન્ય એક વ્યક્તિ સુદર્શન સિંહ પંવારનું પણ મૃત્યુ થયું. સુદર્શન સિંહ પણ તેમના મિત્રો સાથે મહાકુંભમાં સ્નાન કરવા આવ્યા હતા. સ્નાન કર્યા પછી જ્યારે તેની તબિયત બગડી હતી. ત્યારે તેના મિત્રો તેને ઝુંસીની સબ સેન્ટ્રલ હોસ્પિટલ લઈ ગયા. મૃત્યુ કાર્ડિયાક અરેસ્ટને કારણે થયું હોવાની શંકા છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા પછી જ મૃત્યુનું સાચું કારણ બહાર આવશે. આ સિવાય 85 વર્ષીય અર્જુન ગિરીને હૃદયરોગનો હુમલો આવતાં હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યા હતા, ત્યારે રસ્તામાં જ તેમનું મૃત્યુ થયું.
આ અંગે સેન્ટ્રલ હોસ્પિટલના મુખ્ય તબીબી અધિકારી ડૉ. મનોજ કૌશિકે માહિતી આપતાં જણાવ્યું હતું કે, 13 જાન્યુઆરી, 2025 ના રોજ 3 હજારથી વધુ લોકો સારવાર માટે ઓપીડી પહોંચ્યા હતા. જેમાંથી 262 દર્દીઓને દાખલ કરવામાં આવ્યા હતા અને 37 દર્દીઓની હાલત ગંભીર હોવાથી તેમને બીજી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. આ લોકોને મેળા વિસ્તારની ઝુનસી અને અરૈલ હોસ્પિટલોમાંથી SRN રિફર કરવામાં આવ્યા છે.
તેમણે વધુમાં જણાવ્યું કે, 650 દર્દીઓની તપાસ કરવામાં આવી હતી. રાત્રે 8 વાગ્યા સુધી સેન્ટ્રલ હોસ્પિટલમાં 20 દર્દીઓ દાખલ હતા. તેમાંથી કેટલાક ભક્તો હતા અને કેટલાક ફાયર વિભાગના કર્મચારીઓ હતા. મેળા વિસ્તાર અને સેન્ટ્રલ હોસ્પિટલ અને SRN હોસ્પિટલ વચ્ચે એમ્બ્યુલન્સની અવરજવર સવારથી રાત સુધી ચાલુ રહી.
Related Articles
દમણમાં માતાએ ચોથા માળેથી પોતાના બે બાળકોને નીચે ફેંકી દેતા મોત
દમણમાં માતાએ ચોથા માળેથી પોતાના બે બાળકો...
ભારત સાથે અમેરિકાની પહેલી દ્વિપક્ષીય બેઠક, એસ.જયશંકર સાથે ચર્ચા કરશે રૂબિયો
ભારત સાથે અમેરિકાની પહેલી દ્વિપક્ષીય બેઠ...
Jan 22, 2025
દિગ્ગજ નેતાએ ભાજપનું ટેન્શન વધાર્યું, કહ્યું- 'મારે કેબિનેટ મંત્રી પદ છોડવું પડશે'
દિગ્ગજ નેતાએ ભાજપનું ટેન્શન વધાર્યું, કહ...
Jan 22, 2025
ભારત-બાંગ્લાદેશ બોર્ડર પર વધ્યો તણાવ, બાંગ્લાદેશીઓનો BSFના જવાનો પર પથ્થરમારો
ભારત-બાંગ્લાદેશ બોર્ડર પર વધ્યો તણાવ, બા...
Jan 22, 2025
મહારાષ્ટ્રમાં ગેરકાયદેસર રહેતી 3 બાંગ્લાદેશી મહિલાઓ ઝડપાઈ
મહારાષ્ટ્રમાં ગેરકાયદેસર રહેતી 3 બાંગ્લા...
Jan 21, 2025
ગરિયાબંધમાં સુરક્ષા જવાનો-નક્સલીઓ વચ્ચે અથડામણ, 14 નક્સલીઓ ઠાર મરાયા
ગરિયાબંધમાં સુરક્ષા જવાનો-નક્સલીઓ વચ્ચે...
Jan 21, 2025
Trending NEWS
21 January, 2025
21 January, 2025
21 January, 2025
21 January, 2025
21 January, 2025
21 January, 2025
20 January, 2025
20 January, 2025
20 January, 2025
20 January, 2025
Jan 22, 2025