દુબઈમાં અનરાધાર વર્ષા : ઝરણાઓમાં પૂર વાહન : વ્યવહાર ખોરવાયો : હાઇ-એલર્ટ જાહેર
March 27, 2026
સમગ્ર અરબ દ્વિપકલ્પમાં બારે માસ વહેતી નદી જ નથી : કોઈ કોઈ ઝરણાં છે એક તરફ અનરાધાર વર્ષા તો બીજી તરફ પ્રચંડ પવનોએ તબાહી વેરી
દુબઈ : જ્યાં વર્ષા સ્વપ્ન સમાન છે તેવા યુએઇમાં શુક્રવારે અનરાધાર વર્ષા થતા સમગ્ર પ્રદેશ જળબંબાકાર બની ગયો હતો. તેમાં યે દુબઈ ઉપર તો જાણે કુદરત રૂઠી હોય તેમ, પ્રચંડ વર્ષા સાથે કલાકના ૬૦ કી.મી.ની ઝડપે ફૂંકાતા પવનોએ તબાહી વેરી નાખી હતી. શહેરના માર્ગો નદીઓમાં ફેરવાઈ ગયા હતા અને લગભગ આઠ દસ માસ સુધી તો કોરીકટ રહેલી 'વાડી' (નાનાં ઝરણાં)માં અચાનક પ્રચંડ પૂર આવ્યા હતા. વાહન વ્યવહાર ઠપ્પ થઈ ગયો હતો. સરકારે હાઇ-એલર્ટ જાહેર કરવા સાથે યુદ્ધના ધોરણે બચાવ કાર્ય હાથ ધર્યું છે.
અલ-મેઇનમાં જળપ્રવાહ અત્યંત વધી રહેતા જળ સપાટી પણ વધી ગઈ છે. ઑનલાઇન વિડીયોમાં છલકાતી 'વાડીઓ' જોવા મળે છે. સરકારે ત્યાં ત્વરીત પગલા લેવા શરૂ કર્યા છે સાથે નાગરિકોને ધસમસતી વાડીઓથી દૂર રહેવા કડક સૂચના આપી દીધી છે. વરસાદ દરમિયાન બની શકે તો ધરની બહાર પણ નહીં નીકળવા નાગરિકોને તાકીદ કરવામાં આવી છે. યુ.એ.ઇ.ની મિનિસ્ટ્રી ઑફ ઇન્ટીરીયેર વધુમાં જણાવે છે કે, 'ઘરની બહાર જવામાં પણ જાનનું જોખમ રહેલું છે.' આ ઉપરાંત ખીણોની નજીક નહી જવા સિંચાઈ માટેની નહેરોની પણ નજીક નહીં જવા તથા આડબંધો પાસે પણ નહી જવા નાગરિકોને આદેશ આપવામાં આવી ગયો છે. સાથે જણાવ્યું છે કે, આ સૂચનાઓનો ભંગ કરનારને ૧,૦૦૦ દીનાર સુધીનો દંડ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, સમગ્ર આરબ દ્વિપકલ્પ તદ્દન સૂકો પ્રદેશ છે ત્યાં માત્ર કોઈ કોઈ નાના ઝરણાં (વાડી) જોવા મળે છે. આશ્ચર્ય તો તે છે કે જ્યાં વર્ષા સ્વપ્ન સમાન છે તેવા આ પ્રદેશ યુનાઇટેડ આરબ અમીરાત ઓચિંતો જ જળબંબાકાર બની ગયો છે. વિજ્ઞાાનીઓ કહે છે કે, વૈશ્વિક ઋતુચક્રમાં આવતા પરિવર્તનને લીધે આમ બન્યું છે.
Related Articles
હોર્મુઝમાંથી પસાર થતા જહાજોને અમેરિકાની ધમકી, ઈરાનને કોઈ પણ માહિતી આપશો તો કડક પ્રતિબંધો લાદીશું
હોર્મુઝમાંથી પસાર થતા જહાજોને અમેરિકાની...
Aug 25, 2026
અમેરિકામાં 2 લાખ વિદેશીઓના બિઝનેસ અને ટૂરિઝમ વીઝા રદ્દ કરવાની ટ્રમ્પની તૈયારી
અમેરિકામાં 2 લાખ વિદેશીઓના બિઝનેસ અને ટૂ...
Aug 25, 2026
ન્યૂયોર્કના બફેલો એરપોર્ટ પર ફ્યુઅલ ખૂટી પડ્યું, રિફ્યૂઅલ કામ ઠપ્પ થતાં અનેક વિમાનો અટકી પડ્યા
ન્યૂયોર્કના બફેલો એરપોર્ટ પર ફ્યુઅલ ખૂટી...
Aug 24, 2026
મસૂદ પેઝેશ્કિયાને અમેરિકા સાથે થયેલા કરારના મેમોરેન્ડમનું સમર્થન કર્યું
મસૂદ પેઝેશ્કિયાને અમેરિકા સાથે થયેલા કરા...
Aug 23, 2026
ચેટજીપીટી બાદ એઆઈની નવી દોડ રોબોટ્સને દુનિયાદારી સમજાવશે
ચેટજીપીટી બાદ એઆઈની નવી દોડ રોબોટ્સને દુ...
Aug 23, 2026
અમેરિકામાં 19 વર્ષની દીકરીની નજર સામે મહેસાણાના સુરેશ પટેલની હત્યા
અમેરિકામાં 19 વર્ષની દીકરીની નજર સામે મહ...
Aug 22, 2026
Trending NEWS
25 August, 2026
25 August, 2026
25 August, 2026
25 August, 2026
24 August, 2026
24 August, 2026
24 August, 2026
24 August, 2026
24 August, 2026
24 August, 2026