Breaking News :
ચુરાચાંદપુરમાં પોલીસ અને સેનાની સંયુક્ત કાર્યવાહી: એકે-47 રાઈફલ અને મોર્ટારના ગોળા સહિત લશ્કરી સામગ્રી ઝડપાઈ મહારાષ્ટ્રમાં શરદ પવાર જૂથનું શાસક પક્ષને સમર્થન? વર્ષા બંગલે યોજાયેલી ગુપ્ત મંત્રણા બાદ મહિલા અનામત બિલ પર સહમતિના એંધાણ અમેરિકા-ઈરાન વચ્ચે તણાવ ચરમસીમાએ: હોર્મુઝ જળમાર્ગ પર અમેરિકન નૌકાદળની નાકાબંધી, 20થી વધુ યુદ્ધ જહાજો તૈનાત ફીફા વર્લ્ડ કપમાં સ્પેનનું દમદાર પરફોર્મન્સ, સેમિ ફાઈનલમાં ફ્રાન્સને 2-0થી કચડી ફાઈનલમાં એન્ટ્રી ઉડ્ડયન મંત્રીએ ધોલેરા વિમાનમથક પ્રોજેક્ટની સમીક્ષા કરી : ઉડાનપટ્ટી અને નિયંત્રણ ટાવરનું કામ 100 ટકા પૂરું નાશિકમાં નકલી પોલીસ બની બંદુંક બતાવી વેપારી પાસેથી 70 લાખ લૂંટનારી મહિલા સહિત 4 આરોપીઓ મુંબઈથી ઝડપાયા

અમેરિકામાં ફરી દુર્ઘટના : ખાનગી વિમાને બિઝનેસ જેટને ટક્કર મારી, પાયલોટનું મોત, 4 ઘાયલ

February 12, 2025

અમેરિકાના એરિઝોનામાં સ્કોટ્સડેલ એરપોર્ટ પર એક મોટો અને આઘાતજનક અકસ્માત થયો છે. લેન્ડિંગ દરમિયાન એક ખાનગી જેટ પાર્ક કરેલા ગલ્ફસ્ટ્રીમ-200 બિઝનેસ જેટ સાથે અથડાયું. આ ટક્કરમાં વિમાનના પાયલટનું મોત નીપજ્યું હતું. આ ઉપરાંત, અન્ય ચાર લોકો પણ ઘાયલ થયા છે. ગલ્ફસ્ટ્રીમ-200 બિઝનેસ જેટ સાથે અથડાયેલું ખાનગી જેટ લિયરજેટ-35A મોટલી ક્રૂના ફ્રન્ટમેન વિન્સ નીલનું હતું. જોકે, અકસ્માત સમયે તે વિમાનમાં નહોતા.

કહેવામાં આવી રહ્યું છે કે આ અકસ્માત સોમવારે થયો હતો. મોટલી ક્રૂના ફ્રન્ટમેન વિન્સ નીલનું 'લિયરજેટ 35A' જેટ લેન્ડિંગ દરમિયાન પાર્ક કરેલા 'ગલ્ફસ્ટ્રીમ 200' બિઝનેસ જેટ સાથે અથડાયું. અધિકારીઓનું કહેવું છે કે વિમાન લેન્ડ થતાંની સાથે જ તેનો ડાબો ગિયર ફેલ થઈ ગયો. આ કારણે વિમાન નિયંત્રણ બહાર ગયું અને એક બિઝનેસ જેટ સાથે અથડાયું.

એવું કહેવામાં આવી રહ્યું છે કે વિમાન ટેક્સાસથી ઉડાન ભરી હતી. અકસ્માત બાદ તરત જ બચાવ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ અને ઘાયલોને સારવાર માટે લઈ ગઈ. જોકે, આ ઘાયલોમાંથી એકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. અન્ય ઘાયલોની સારવાર ચાલી રહી છે. અધિકારીઓનું કહેવું છે કે ઘાયલોમાંથી એકે તબીબી સહાયનો ઇનકાર કર્યો હતો.