Breaking News :
કેનેડામાં ફરી લોરેન્સ બિશ્નોઈ ગેંગનો આતંક! પંજાબી સિંગરના ઘર પર અંધાધૂંધ ફાયરિંગ શિરડી દર્શન કરવા ગયેલા સુરતના શ્રદ્ધાળુઓને નાસિકમાં નડ્યો અકસ્માત, ત્રણના મોત, ચાર ઈજાગ્રસ્ત જમૈકા સાથે ટકરાયું સદીનું સૌથી ખતરનાક વાવાઝોડું મેલિસા: 300 કિમી/કલાકની ઝડપે ફૂંકાયો પવન, ભૂસ્ખલનનો ખતરો વધ્યો રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ રાફેલ લડાકૂ વિમાનમાં ઉડાન ભરી, જવાનોએ વાયુસેના સ્ટેશન પર આપ્યું ગાર્ડ ઓફ ઑનર બ્રાઝિલમાં ડ્રગ્સ માફિયાઓ વિરુદ્ધ સૌથી મોટું ઓપરેશન: હેલિકોપ્ટરથી હુમલો, 64ના મોત ભારતીય યુવકે વિમાનમાં બે મુસાફરો પર ચમચીથી કર્યો હુમલો, બોસ્ટન એરપોર્ટ પર ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ

કર્ણાટકમાં મોટી કરુણાંતિકા, ફળ-શાકભાજી વેચવા જતાં 30 લોકો સાથે ટ્રક પલટી, 10ના મોત

January 22, 2025

કર્ણાટકના ઉત્તર કન્નડ જિલ્લામાં બુધવારે એક ટ્રકનો ભયાનક અકસ્માત સર્જાયો હતો. જેમાં લગભગ 10 લોકો મૃત્યુ પામી ગયા જ્યારે અન્ય 15 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આ દુર્ઘટના અરેબૈલ અને ગુલ્લાપુરા વચ્ચે નેશનલ હાઈવે નંબર 63 પર યેલ્લાપુર નજીક સર્જાઈ હતી.  આ મામલે પોલીસ અધીક્ષક નારાયણ એમ.એ જણાવ્યું કે પીડિત લોકો શાકભાજી વેચવા માટે સાવનુરથી કુમટા બજાર જઇ રહ્યા હતા. ટ્રકમાં ફળ-શાકભાજીનો જથ્થો હતો અને તેમાં 30થી વધુ મુસાફરી પણ કરી રહ્યા. જોકે આ ટ્રકને અકસ્માત નડતાં ચીસાચીસ મચી ગઈ હતી. અકસ્માત સવારે લગભગ 5:30 વાગ્યે સર્જાયો હતો.  માહિતી અનુસાર આ અકસ્માત ટ્રક ચાલક દ્વારા બીજા વાહનને રસ્તો આપવાનો પ્રયાસ કરતી વખતે સર્જાયો હતો. ટ્રકમાં વજન વધુ હોવાને કારણે તે એકબાજુ લહેરાઈ ગયો હતો અને 50 મીટર નીચે એક ખીણમાં ખાબકી ગયો હતો. ઘટનાની જાણ થતાં જ ઈમરજન્સી રિસ્પોન્સ ટીમના સભ્યો ત્વરિત ઘટનાસ્થળે પહોંચ્યા હતા. શરૂઆતમાં 8 લોકોના મોતની પુષ્ટી થઇ હતી પરંતુ પછીથી મૃત્યુઆંક વધીને 10 પર પહોંચી ગયો હતો. ઘાયલોની હાલમાં નજીકની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.