Breaking News :
કેનેડાએ સ્વીકાર્યું- એર ઇન્ડિયા ફ્લાઇટ બ્લાસ્ટ ખાલિસ્તાનીઓએ કર્યો:41 વર્ષ પહેલાં આતંકવાદી હુમલામાં 329 લોકોનાં મોત થયા, મોટાભાગના ભારતીય મૂળના હતા વેનેઝુએલાના અનેક શહેરોમાં વિનાશ:10 હજાર લોકોના મોતની આશંકા; 7.2 અને 7.5ની તીવ્રતાના ભૂકંપથી અનેક ઇમારતો ધરાશાયી રાષ્ટ્રપતિના હસ્તે મોટું સન્માન : અલ્કા યાજ્ઞિક અને મમૂટીને પદ્મ ભૂષણ, આર.માધવનને પદ્મશ્રી એનાયત ઇમરાન હાશ્મી વધુ એક હોરર ફિલ્મ રુહમાં કામ કરશે IPLમાં પંત-કુલદીપ બાદ હાર્દિકની ટીમ બદલાવાની ચર્ચા, 3 વખતની ચેમ્પિયન ટીમ તરફથી 'ઓફર' પોર્ટુગલની ધમાકેદાર જીત, રોનાલ્ડો બે ગોલ ફટકારી દુનિયાનો એવો પ્રથમ ખેલાડી બન્યો જેણે આ સિદ્ધી મેળવી

ટેરિફ-ટેરિફ કરતા રહી ગયા ટ્રમ્પ અને ભારત માટે સૌથી મોટું નિકાસ બજાર બની ગયું ચીન

January 10, 2026

વૈશ્વિક વ્યાપારના સમીકરણો ઝડપથી બદલાઈ રહ્યા છે. એક તરફ અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લાદવામાં આવેલા ઊંચા ટેરિફ અને કડક વ્યાપારી શરતોને કારણે ભારતીય નિકાસકારો દબાણ હેઠળ છે, તો બીજી તરફ પાડોશી દેશ ચીન ભારત માટે એક મોટું નિકાસ બજાર બનીને ઉભર્યું છે. ચાલુ નાણાકીય વર્ષ 2025-26માં ચીન ભારતનું સૌથી મોટું એક્સપોર્ટ માર્કેટ બની ગયું છે. વાણિજ્ય મંત્રાલયના તાજેતરના આંકડાઓ મુજબ, ભારતની નિકાસ વ્યૂહરચનામાં મોટો બદલાવ જોવા મળ્યો છે, જેમાં એપ્રિલથી નવેમ્બરના ગાળા દરમિયાન ચીનમાં ભારતની નિકાસ 33%ના જંગી ઉછાળા સાથે 12.22 અબજ અમેરિકન ડોલર પર પહોંચી ગઈ છે. આ આંકડો છેલ્લા ચાર વર્ષમાં સૌથી વધુ નોંધાયો છે, જે ભારતની મજબૂત થતી વ્યાપારી પકડ દર્શાવે છે. જો અગાઉના વર્ષો સાથે તુલના કરીએ તો, વર્ષ 2023-24માં આ નિકાસ 10.28 અબજ ડોલર હતી, જે વર્ષ 2024-25ના સમાન ગાળામાં ઘટીને 9.2 અબજ ડોલર થઈ હતી. જોકે, વર્તમાન નાણાકીય વર્ષ 2025-26માં થયેલો આ રેકોર્ડબ્રેક વધારો સૂચવે છે કે ભારતીય ઉત્પાદનોની માંગ ચીની બજારમાં ઝડપથી વધી રહી છે. ભારતની નિકાસ પ્રોફાઇલમાં એક મહત્ત્વપૂર્ણ પરિવર્તન આવ્યું છે, જ્યાં હવે ભારત માત્ર કાચો માલ જ નહીં પરંતુ હાઈ-ટેક પ્રોડક્ટ્સ પણ મોટા પાયે ચીન મોકલી રહ્યું છે. આ બદલાવમાં સૌથી મોટો ઉછાળો ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્રે જોવા મળ્યો છે, જેમાં ખાસ કરીને 'પોપ્યુલેટેડ પ્રિન્ટેડ સર્કિટ બોર્ડ'(PCBs)ની નિકાસમાં અકલ્પનીય પ્રગતિ થઈ છે, તેની નિકાસ 2.39 કરોડ ડોલરથી સીધી વધીને 92.24 કરોડ ડોલર પર પહોંચી ગઈ છે. આ ઉપરાંત, ફ્લેટ પેનલ ડિસ્પ્લે મોડ્યુલ અને ટેલિફોની સાથે જોડાયેલા અન્ય અત્યાધુનિક ઉપકરણોની માંગમાં પણ નોંધપાત્ર વધારો થયો છે, જે સાબિત કરે છે કે ભારત હવે વૈશ્વિક બજારમાં ઉચ્ચ મૂલ્ય ધરાવતી ઇલેક્ટ્રોનિક પ્રોડક્ટ્સના ઉત્પાદક તરીકે મજબૂત રીતે ઉભરી રહ્યું છે.