ટ્રમ્પને મોટો ઝટકો, સરકારી કર્મીઓને નોકરીથી કાઢી મૂકવાના આદેશ પર કોર્ટનો સ્ટે
February 28, 2025
સૈન ફ્રાન્સિસ્કો- રાષ્ટ્ર પ્રમુખ બન્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ અનેક એવા નિર્ણય લઈ રહ્યા છે, જેની ખૂબ ટીકા થઈ રહી છે. ટ્રમ્પ સરકાર દ્વારા લેવામાં આવેલા નિર્ણયોને કોર્ટમાં ચેલેન્જ પણ કરવામાં આવ્યા છે. ટ્રમ્પના આવા જ એક નિર્ણય પર કોર્ટે પોતાની નારાજગી વ્યક્ત કરી છે. નોંધનીય છે કે, થોડા સમય પહેલાં ટ્રમ્પે મોટી સંખ્યામાં સરકારી વિભાગ સાથે જોડાયેલા કર્મચારીઓને બરતરફ કરવાનો આદેશ આપ્યો હતો. ઈલોન મસ્કના ડિપાર્ટમેન્ટ (DOGE) એ આ કર્મચારીઓને નોકરીમાંથી કાઢી દેવાની સલાહ આપી હતી. કર્મચારીને નોકરીમાંથી કાઢવાના આ આદેશ પર કોર્ટે પોતાની ચિંતા વ્યક્ત કરી છે.
સૈન ફ્રાન્સિસ્કોના એક ફેડરલ ન્યાયાધીશે ગુરૂવારે ડોનાલ્ડ ટ્રમ્પ સરકાર દ્વારા હજારો સરકારી કર્મચારીઓની છટણીના આદેશ પર અસ્થાયી રૂપે રોક લગાવી દીધી છે. ડિસ્ટ્રિક જજ લિવિયમ એલ્સપે કહ્યું કે, આ કર્મચારીઓની છટણી ગેરકાયદે છે. અમેરિકાના OPM (ઓફિસ પર્સનલ મેનેજમેન્ટ) પાસે સરકારી એજન્સીઓના કર્મચારીઓને નોકરી પરથી હાંકી કાઢવાનો અધિકાર નથી. જણાવી દઈએ કે, યુનિયન અને બિન-લાભકારી સંગઠનોએ ટ્રમ્પ સરકારના નિર્ણયને કોર્ટમાં ચેલેન્જ કર્યો હતો.
Related Articles
ટ્રમ્પ, નેતન્યાહૂ, મેક્રોન, મેલોની.... ઈરાની અખબારે છાપી 13 લોકોની હિટ લિસ્ટ, દુનિયાનું ટેન્શન વધ્યું
ટ્રમ્પ, નેતન્યાહૂ, મેક્રોન, મેલોની.... ઈ...
Jul 13, 2026
અમેરિકાએ ઈરાનના 140 સૈન્ય મથકો પર બોમ્બમારો કર્યો, ઈરાને યુએસ એરબેઝ પર હુમલો કરી હોર્મુઝ જળમાર્ગ બંધ કરી દીધો
અમેરિકાએ ઈરાનના 140 સૈન્ય મથકો પર બોમ્બમ...
Jul 13, 2026
વિયેતનામ બોટ દુર્ઘટનાનો મોટો ખુલાસો, લાવા કંપનીની રિવોર્ડ ટ્રિપમાં ગયેલા 15 ભારતીયોના જીવ ગયા
વિયેતનામ બોટ દુર્ઘટનાનો મોટો ખુલાસો, લાવ...
Jul 13, 2026
બેંગકોકના પબમાં શોર્ટ સર્કિટ બાદ ભીષણ આગ લાગતાં ફસાયેલા 27 લોકોના કરૂણ મોત, વડાપ્રધાને આપ્યા તપાસના આદેશ
બેંગકોકના પબમાં શોર્ટ સર્કિટ બાદ ભીષણ આગ...
Jul 13, 2026
યુક્રેનના બંદરગાહ પર રશિયાનો હુમલો: કાર્ગો જહાજમાં ભયાનક આગ લાગી
યુક્રેનના બંદરગાહ પર રશિયાનો હુમલો: કાર્...
Jul 12, 2026
જહાજને ટાર્ગેટ કરાતા અમેરિકા ભડક્યું, ઈરાને પણ આપ્યો વળતો જવાબ
જહાજને ટાર્ગેટ કરાતા અમેરિકા ભડક્યું, ઈર...
Jul 12, 2026
Trending NEWS
13 July, 2026
13 July, 2026
13 July, 2026
12 July, 2026
12 July, 2026
12 July, 2026
12 July, 2026
12 July, 2026
12 July, 2026
12 July, 2026