ટ્રમ્પે USAIDના 2 હજાર કર્મચારીઓને કાઢી મૂકવા અને રજા પર મોકલવાનું જાહેરનામું બહાર પાડ્યું
February 24, 2025
યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્રે યુએસ એજન્સી ફોર ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ (USAID) ના 2000 કર્મચારીઓને કાઢી મૂકવા અને હજારો અન્ય કર્મચારીઓને રજા પર મોકલવાનું જાહેરનામું બહાર પાડ્યું છે. આ પહેલા એલોન મસ્કે લાખો યુએસ ફેડરલ કર્મચારીઓને એક ઈમેલ મોકલ્યો હતો.
આ કર્મચારીઓએ 48 કલાકની અંદર જણાવવું પડ્યું કે તેમણે ગયા અઠવાડિયે નકામા ખર્ચ ઘટાડવા માટે શું કર્યું? મહત્વનું છે કે ટ્રમ્પે મસ્કને સરકારી કાર્યક્ષમતા વિભાગના વડા બનાવ્યા છે. મસ્કને સરકારી ખર્ચ ઘટાડવા અને નકામા ખર્ચને રોકવાની જવાબદારી સોંપવામાં આવી છે.
શુક્રવારે એક ફેડરલ ન્યાયાધીશે વહીવટીતંત્રને USAID કર્મચારીઓને છૂટા કરવાની મંજૂરી આપ્યા બાદ આ પગલું લેવામાં આવ્યું છે. એમ એક મીડિયા રિપોર્ટના અહેવાલમાં જણાવાયું છે. યુએસ ડિસ્ટ્રિક્ટ જજ કાર્લ નિકોલ્સે સરકારની યોજનાને કામચલાઉ રોકવા માટેની કર્મચારીઓની વિનંતીને ફગાવી દીધી હતી.
USAID કર્મચારીઓને મોકલવામાં આવેલા નોટિફિકેશનમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે 23 ફેબ્રુઆરી રાત્રે 11:59 વાગ્યાથી, સીધા કાર્યરત USAID કર્મચારીઓને વહીવટી રજા પર મૂકવામાં આવશે, સિવાય કે મિશન-આધારિત આવશ્યક કાર્યો, મુખ્ય નેતૃત્વ અને ખાસ નિયુક્ત કાર્યક્રમોમાં સામેલ કર્મચારીઓને.
Related Articles
અમેરિકા-ઈરાન વચ્ચે તણાવ ચરમસીમાએ: હોર્મુઝ જળમાર્ગ પર અમેરિકન નૌકાદળની નાકાબંધી, 20થી વધુ યુદ્ધ જહાજો તૈનાત
અમેરિકા-ઈરાન વચ્ચે તણાવ ચરમસીમાએ: હોર્મુ...
Jul 15, 2026
ટ્રમ્પ, નેતન્યાહૂ, મેક્રોન, મેલોની.... ઈરાની અખબારે છાપી 13 લોકોની હિટ લિસ્ટ, દુનિયાનું ટેન્શન વધ્યું
ટ્રમ્પ, નેતન્યાહૂ, મેક્રોન, મેલોની.... ઈ...
Jul 13, 2026
અમેરિકાએ ઈરાનના 140 સૈન્ય મથકો પર બોમ્બમારો કર્યો, ઈરાને યુએસ એરબેઝ પર હુમલો કરી હોર્મુઝ જળમાર્ગ બંધ કરી દીધો
અમેરિકાએ ઈરાનના 140 સૈન્ય મથકો પર બોમ્બમ...
Jul 13, 2026
વિયેતનામ બોટ દુર્ઘટનાનો મોટો ખુલાસો, લાવા કંપનીની રિવોર્ડ ટ્રિપમાં ગયેલા 15 ભારતીયોના જીવ ગયા
વિયેતનામ બોટ દુર્ઘટનાનો મોટો ખુલાસો, લાવ...
Jul 13, 2026
બેંગકોકના પબમાં શોર્ટ સર્કિટ બાદ ભીષણ આગ લાગતાં ફસાયેલા 27 લોકોના કરૂણ મોત, વડાપ્રધાને આપ્યા તપાસના આદેશ
બેંગકોકના પબમાં શોર્ટ સર્કિટ બાદ ભીષણ આગ...
Jul 13, 2026
યુક્રેનના બંદરગાહ પર રશિયાનો હુમલો: કાર્ગો જહાજમાં ભયાનક આગ લાગી
યુક્રેનના બંદરગાહ પર રશિયાનો હુમલો: કાર્...
Jul 12, 2026
Trending NEWS
13 July, 2026
13 July, 2026
13 July, 2026
13 July, 2026
13 July, 2026
13 July, 2026
13 July, 2026
13 July, 2026
13 July, 2026
13 July, 2026