Breaking News :
ચુરાચાંદપુરમાં પોલીસ અને સેનાની સંયુક્ત કાર્યવાહી: એકે-47 રાઈફલ અને મોર્ટારના ગોળા સહિત લશ્કરી સામગ્રી ઝડપાઈ મહારાષ્ટ્રમાં શરદ પવાર જૂથનું શાસક પક્ષને સમર્થન? વર્ષા બંગલે યોજાયેલી ગુપ્ત મંત્રણા બાદ મહિલા અનામત બિલ પર સહમતિના એંધાણ અમેરિકા-ઈરાન વચ્ચે તણાવ ચરમસીમાએ: હોર્મુઝ જળમાર્ગ પર અમેરિકન નૌકાદળની નાકાબંધી, 20થી વધુ યુદ્ધ જહાજો તૈનાત ફીફા વર્લ્ડ કપમાં સ્પેનનું દમદાર પરફોર્મન્સ, સેમિ ફાઈનલમાં ફ્રાન્સને 2-0થી કચડી ફાઈનલમાં એન્ટ્રી ઉડ્ડયન મંત્રીએ ધોલેરા વિમાનમથક પ્રોજેક્ટની સમીક્ષા કરી : ઉડાનપટ્ટી અને નિયંત્રણ ટાવરનું કામ 100 ટકા પૂરું નાશિકમાં નકલી પોલીસ બની બંદુંક બતાવી વેપારી પાસેથી 70 લાખ લૂંટનારી મહિલા સહિત 4 આરોપીઓ મુંબઈથી ઝડપાયા

60 લાખની વસતી ધરાવતા દેશે ટ્રમ્પની ઠેકડી ઉડાડી, ગ્રીનલેન્ડના જવાબમાં કેલિફોર્નિયા ખરીદવા તૈયાર

February 12, 2025

ગત મહિને અમેરિકાના પ્રમુખ પદ પર પાછા ફર્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડાને 51મું અમેરિકન રાજ્ય બનાવવાની વાત કરી, પનામા કેનાલને  પોતાના કબજામાં લેવાનું સૂચન કર્યું, ગાઝા પર અમેરિકાના નિયંત્રણની યોજના બનાવી અને ગ્રીનલેન્ડને ખરીદવાનો પ્રયાસ કર્યો. તેમના આ નિર્ણયોનો ઘણો વિરોધ પણ થયો. કેનેડા અને ચીને પણ ટ્રમ્પના આ નિર્ણયનો વિરોધ કર્યો હતો. પરંતુ હવે આ વચ્ચે 60 લાખની વસતી ધરાવતો દેશ ડેન્માર્કે ટ્રમ્પની ઠેકડી ઉડાડી છે. ગ્રીનલેન્ડ ખરીદવાની ટ્રમ્પની ધમકી વચ્ચે ડેનમાર્કે અમેરિકાના રાજ્ય કેલિફોર્નિયાને ખરીદવાની ધમકી આપી છે. ડેન્માર્કના 2 લાખથી વધુ નાગરિકોએ એક અરજી પર હસ્તાક્ષર કર્યા છે જેમાં તેમણે અમેરિકા પાસેથી કેલિફોર્નિયા ખરીદવાની વાત કરી છે. આ અરજીમાં લખ્યું છે કે, 'શું તમે ક્યારેય કોઈ નકશાને જોઈને વિચાર્યું છે, તમને ખબર છે, ડેનમાર્કને વધુ સૂર્યપ્રકાશ, પામ વૃક્ષો અને રોલર સ્કેટની જરૂર છે.  આપણી પાસે આ સ્વપ્નને સાકાર કરવાની એક તક છે. ચાલો આપણે ડોનાલ્ડ ટ્રમ્પ પાસેથી કેલિફોર્નિયા ખરીદીએ!' આ અરજીની વેબસાઈટ ઉપર એક નારો લખ્યો છે- 'Make California Great again'. આ નારો ટ્રમ્પ પર એક કટાક્ષ છે. કારણ કે, તેઓ પોતાના પ્રચારમાં 'મેક અમેરિકા ગ્રેટ અગેઈન'નો દાવો કરતા રહ્યા છે. આ અરજીમાં આગળ કહેવામાં આવ્યું છે કે, આ લોકો  કેલિફોર્નિયાને 'ન્યૂ ડેન્માર્ક' બનાવવા માગે છે.  અરજીમાં લખ્યું છે કે, 'અમે હોલિવૂડમાં આરામદાયક જીવન વિતાવીશું, બેવર્લી હિલ્સમાં સાઈકલ લેન બનાવીશું અને દરેક રસ્તાના ખૂણા પર ઓર્ગેનિક સ્મોર્સબ્રેડ લાવીશું. ડેન્માર્કના લોકોએ કહ્યું કે, 'ટ્રમ્પ હંમેશા કેલિફોર્નિયાની વિરુદ્ધ રહ્યા છે. પરંતુ આ રાજ્ય ખરીદ્યા પછી, અમે તેને એક નવી ઓળખ આપીશું.' તાજેતરમાં ટ્રમ્પના ગ્રીનલેન્ડ ખરીદવાનાનિવેદન અંગે લોકમત યોજાયો હતો. તેમાં લગભગ 85% લોકોએ અમેરિકા સાથે જવાનો ઈનકાર કરી દીધો હતો. આ સર્વે ડેન્માર્કના ન્યૂઝ પેપર બર્લિંગસ્ક દ્વારા પોલસ્ટર વેરિયને કર્યો હતો, જે દર્શાવે છે કે માત્ર 6% લોકો એવા છે જે અમેરિકા સાથે જવા માગે છે. બીજી તરફ સર્વેમાં 9% લોકોએ અમેરિકા સાથે જવા અંગે પોતાનો અભિપ્રાય આપવાનો ઈનકાર કરી દીધો.