'નામોનિશાન મિટાવી દઈશું..', અમેરિકાને ઈરાનનો સીધો પડકાર, અરાઘચીના નિવેદનથી અકળાશે ટ્રમ્પ
May 20, 2026
મિડલ ઇસ્ટમાં વધી રહેલી ભયાનક કટોકટી વચ્ચે ઈરાને ફરી એકવાર અમેરિકાને ખુલ્લી ચેતવણી આપી છે. ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, જો અમેરિકા ફરીથી યુદ્ધ જેવી સ્થિતિ ઊભી કરશે, તો ઈરાન સરકાર અમેરિકન આર્મીને પહેલા કરતાં પણ ક્યાંય વધુ મોટું અને ભારે નુકસાન પહોંચાડવા માટે સંપૂર્ણ રીતે સજ્જ છે. અરાઘચીએ અમેરિકાને અલ્ટીમેટમ આપતાં કહ્યું કે, ઈરાન અમેરિકાના અત્યાધુનિક ફાઇટર જેટ્સને તોડી પાડવામાં સહેજ પણ ખચકાશે નહીં.
ઈરાનના વિદેશ મંત્રીએ અમેરિકાને ધમકી આપવા પાછળ ખુદ અમેરિકન કોંગ્રેસની રિસર્ચ સર્વિસના એક તાજેતરના રિપોર્ટનો જ હવાલો આપ્યો છે. તેમણે જણાવ્યું કે, ખુદ અમેરિકાના આંતરિક દસ્તાવેજો અને રિપોર્ટ્સમાં પણ એ સ્વીકારવામાં આવ્યું છે કે ઈરાન સાથેના પાછલા સંઘર્ષો અને તણાવ દરમિયાન અમેરિકાને બહુ મોટું નુકસાન વેઠવું પડ્યું હતું.
રિપોર્ટના આંકડાઓ વિષે વાત કરતા અરાઘચીએ દાવો કર્યો કે, ઈરાન સાથેના લશ્કરી સંઘર્ષમાં અમેરિકાના અંદાજે 42 જેટલા હાઇટેક ફાઇટર જેટ અને વિમાનો તબાહ થઈ ગયા હતા. જો ફરીથી જંગ શરૂ થશે, તો ઈરાન અમેરિકાના આનાથી પણ વધુ વિમાનોને મિસાઇલથી ઉડાવી દેવાની સંપૂર્ણ ક્ષમતા ધરાવે છે.
અમેરિકન કોંગ્રેસની રિસર્ચ એજન્સી કોંગ્રેસનલ રિસર્ચ સર્વિસ (CRS)ના સત્તાવાર રિપોર્ટ અનુસાર, ઈરાન વિરૂદ્ધ શરૂ કરાયેલા ઓપરેશન દરમિયાન ફાઇટર જેટ અને ડ્રોન સહિત ઓછામાં ઓછા 42 અમેરિકન વિમાનો કાં તો સંપૂર્ણ નષ્ટ થઈ ગયા હતા અથવા તેમને ભારે નુકસાન પહોંચ્યું હતું.
Related Articles
અમેરિકાના ઓરેગનના બેન્ડમાં સિલ્વર રેલ સ્કૂલમાં ગોળીબાર, 3 બાળક અને ટીચરના મોત, હુમલાખોર પણ ઠાર
અમેરિકાના ઓરેગનના બેન્ડમાં સિલ્વર રેલ સ્...
Oct 17, 2026
ન્યૂયોર્કમાં OCI કાર્ડધારકો માટે મોટી રાહત, પાસપોર્ટ અપડેટ દરમિયાન પણ ભારત આવવા-જવા પર રોક નહીં
ન્યૂયોર્કમાં OCI કાર્ડધારકો માટે મોટી રા...
Oct 17, 2026
રિપબ્લિકન સાંસદો રશિયા સાથેની ટ્રમ્પની ડીલ રોકવા સંસદમાં બિલ લવાશે
રિપબ્લિકન સાંસદો રશિયા સાથેની ટ્રમ્પની ડ...
Oct 12, 2026
પાકિસ્તાન-તૂર્કિયેને ઈરાનની મોટી ધમકી, સાઉદીનો સાથ આપ્યો તો પરિણામ ભોગવવા પડશે
પાકિસ્તાન-તૂર્કિયેને ઈરાનની મોટી ધમકી, સ...
Oct 12, 2026
ઓમાનમાં ભારતીય ઓઈલ જહાજ પર ભયાનક હુમલો, 2 ક્રૂ મેમ્બર્સ ગુમ થતાં સર્ચ ઓપરેશન શરૂ
ઓમાનમાં ભારતીય ઓઈલ જહાજ પર ભયાનક હુમલો,...
Oct 12, 2026
ગ્વાદરમાં BLAની બોટ આર્મીનો મોટો હુમલો, પાકિસ્તાની કૉસ્ટ ગાર્ડના 13 સૈનિકો માર્યા ગયાનો દાવો
ગ્વાદરમાં BLAની બોટ આર્મીનો મોટો હુમલો,...
Oct 12, 2026
Trending NEWS
14 October, 2026
14 October, 2026
14 October, 2026
14 October, 2026
13 October, 2026
13 October, 2026
13 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026