ટ્રમ્પની ખુરશી જોખમમાં, માનસિક સ્થિતિ પર પણ ઉઠ્યા સવાલો: યુદ્ધ સંકટ વચ્ચે સેનેટ મેમ્બરની તબીબી તપાસની માંગ
April 13, 2026
વોશિંગ્ટન અને ઇસ્લામાબાદ વચ્ચેની શાંતિ વાટાઘાટો નિષ્ફળ જતાં પશ્ચિમ એશિયામાં ફરી યુદ્ધના વાદળો ઘેરાયા છે, જેની સીધી અસર અમેરિકાના આંતરિક રાજકારણ પર પડી રહી છે. ભૂતપૂર્વ ડિપ્લોમેટ મહેશ સચદેવે ચેતવણી આપી છે કે જો ઈરાન સાથેનો આ સંઘર્ષ ચાલુ રહેશે, તો પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પ પર મહાભિયોગનો પ્રસ્તાવ આવી શકે છે. ટ્રમ્પની લોકપ્રિયતા હાલમાં તેના સૌથી નીચલા સ્તરે પહોંચી ગઈ છે, અને એક સર્વે મુજબ બે-તૃતીયાંશથી વધુ અમેરિકન નાગરિકો ઈરાન સામે યુદ્ધ ચાલુ રાખવાના પક્ષમાં નથી.
આ આંતરરાષ્ટ્રીય કટોકટી વચ્ચે ટ્રમ્પ હવે બંધારણીય મડાગાંઠમાં પણ ફસાયા છે. અમેરિકાના બંધારણ મુજબ, પ્રેસિડન્ટ વિદેશમાં યુદ્ધ શરૂ તો કરી શકે છે, પરંતુ સંઘર્ષ શરૂ થયાના 60 દિવસની અંદર કૉન્ગ્રેસની મંજૂરી લેવી અનિવાર્ય હોય છે. આ કાયદાકીય મંજૂરી મેળવવા માટે હવે માત્ર 15 દિવસનો સમય જ બાકી રહ્યો છે, જેના કારણે ટ્રમ્પ વહીવટીતંત્ર પર દબાણ વધ્યું છે. જો નિર્ધારિત સમયમાં મંજૂરી નહીં મળે, તો પ્રેસિડન્ટ માટે ગંભીર બંધારણીય સમસ્યાઓ ઊભી થઈ શકે છે.
બીજી તરફ, વોશિંગ્ટનમાં રાજકીય તણાવ ત્યારે વધુ ઉગ્ર બન્યો જ્યારે અમેરિકી સેનેટના સભ્ય જેમી રાસ્કિને ટ્રમ્પની માનસિક તંદુરસ્તીનું મૂલ્યાંકન કરવાની માંગ કરી છે. મેરિલેન્ડના આ સાંસદ સભ્યએ વ્હાઇટ હાઉસના ફિઝિશિયનને પત્ર લખીને પ્રેસિડન્ટની સ્થિતિ અંગે તપાસ કરવા જણાવ્યું છે. ટ્રમ્પ દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કરવામાં આવતા અણછાજતા મેસેજ અને ભાષાને કારણે તેમની નેતૃત્વ કરવાની ક્ષમતા પર પણ ગંભીર સવાલો ઉભા થઈ રહ્યા છે.
Related Articles
હોર્મુઝમાંથી પસાર થતા જહાજોને અમેરિકાની ધમકી, ઈરાનને કોઈ પણ માહિતી આપશો તો કડક પ્રતિબંધો લાદીશું
હોર્મુઝમાંથી પસાર થતા જહાજોને અમેરિકાની...
Aug 25, 2026
અમેરિકામાં 2 લાખ વિદેશીઓના બિઝનેસ અને ટૂરિઝમ વીઝા રદ્દ કરવાની ટ્રમ્પની તૈયારી
અમેરિકામાં 2 લાખ વિદેશીઓના બિઝનેસ અને ટૂ...
Aug 25, 2026
ન્યૂયોર્કના બફેલો એરપોર્ટ પર ફ્યુઅલ ખૂટી પડ્યું, રિફ્યૂઅલ કામ ઠપ્પ થતાં અનેક વિમાનો અટકી પડ્યા
ન્યૂયોર્કના બફેલો એરપોર્ટ પર ફ્યુઅલ ખૂટી...
Aug 24, 2026
મસૂદ પેઝેશ્કિયાને અમેરિકા સાથે થયેલા કરારના મેમોરેન્ડમનું સમર્થન કર્યું
મસૂદ પેઝેશ્કિયાને અમેરિકા સાથે થયેલા કરા...
Aug 23, 2026
ચેટજીપીટી બાદ એઆઈની નવી દોડ રોબોટ્સને દુનિયાદારી સમજાવશે
ચેટજીપીટી બાદ એઆઈની નવી દોડ રોબોટ્સને દુ...
Aug 23, 2026
અમેરિકામાં 19 વર્ષની દીકરીની નજર સામે મહેસાણાના સુરેશ પટેલની હત્યા
અમેરિકામાં 19 વર્ષની દીકરીની નજર સામે મહ...
Aug 22, 2026
Trending NEWS
25 August, 2026
25 August, 2026
25 August, 2026
25 August, 2026
24 August, 2026
24 August, 2026
24 August, 2026
24 August, 2026
24 August, 2026
24 August, 2026