ટેરિફ મુદ્દે ટ્રમ્પનો દાવ ઊંધો પડ્યો! ઓઈલ મુદ્દે રશિયાની ભારતને જોરદાર ઓફર
October 10, 2025
ભારતનું વલણ: વ્યાવસાયિક અને વ્યૂહાત્મક નિર્ણય
અમેરિકા દ્વારા રશિયન ક્રૂડ ઓઈલની ખરીદી પર 25 ટકા ટેરિફ લાદવામાં આવ્યો હોવા છતાં, ભારત આગામી મહિનાઓમાં રશિયાનું ક્રૂડ ઓઈલની આયાત વધારવા માટે તૈયાર છે. આ નિર્ણય અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના દબાણની નીતિને નિષ્ફળ બનાવતો હોવાના સંકેત આપે છે, જેમણે ભારતીય માલની આયાત પર 50 ટકા ટેરિફ લાદ્યો છે.
અમેરિકા સતત ભારત પર દબાણ કરી રહ્યું છે કે તે રશિયા પાસેથી તેલ ખરીદવાનું બંધ કરે. અમેરિકાનો તર્ક છે કે આનાથી ભારત યુક્રેન સાથેના યુદ્ધમાં રશિયાને નાણાકીય સહાય પૂરી પાડી રહ્યું છે. જો કે, ભારતે પોતાનું વલણ જાળવી રાખ્યું છે. ભારતનું સ્પષ્ટપણે કહેવું છે કે દેશની ઊર્જા જરૂરિયાતોને પહોંચી વળવા માટે તેનો નિર્ણય સંપૂર્ણપણે વ્યાપારી અને વ્યૂહાત્મક રીતે વાજબી છે.
અમેરિકા સાથે ચાલી રહેલી વેપાર વાટાઘાટો વચ્ચે ભારતનું રશિયા પાસેથી આયાત વધારવાનો નિર્ણય ટ્રમ્પની નીતિને જોખમમાં મૂકે છે. એક અહેવાલ અનુસાર, રશિયા ભારતને ક્રૂડ ઓઈલની આયાત પર ડબલ ડિસ્કાઉન્ટ ઓફર કરી રહ્યું છે, જે ભારત માટે અત્યંત આકર્ષક છે. નવેમ્બરથી શરૂ કરીને, રશિયાએ ભારત માટે બ્રેન્ટ ક્રૂડ લોડિંગ પર પ્રતિ બેરલ 2 ડૉલરથી 2.50 ડૉલરનું ડિસ્કાઉન્ટ ઓફર કર્યું છે. આ ડિસ્કાઉન્ટ એટલું મોટું છે કે તે અમેરિકાના 25 ટકા ટેરિફની અસરને લગભગ સરભર કરી દેશે.
ઉલ્લેખનીય છે કે, જુલાઈ-ઑગસ્ટમાં રશિયાએ સ્થાનિક બજારની જરૂરિયાતો પર ધ્યાન કેન્દ્રિત કરતાં આ ડિસ્કાઉન્ટ ઘટીને પ્રતિ બેરલ માત્ર 1 ડૉલર થઈ ગયું હતું. જો કે, હવે આ ડિસ્કાઉન્ટ ફરી વધતા ભારતીય ઓઈલ કંપનીઓ માટે રશિયન ક્રૂડની ખરીદી અત્યંત નફાકારક સાબિત થઈ શકે છે.
Related Articles
કોઈ બોન્ડ સાઈન નથી કર્યો, CJP ફરી રસ્તા પર ઉતરશે',- અભિજિત દીપકે
કોઈ બોન્ડ સાઈન નથી કર્યો, CJP ફરી રસ્તા...
Oct 11, 2026
દિલ્હી-ચેન્નાઈ ઈન્ડિગો ફ્લાઇટમાં પાવર બેંક ફાટતા ભભૂકી આગ, ઈમરજન્સી લેન્ડિંગ
દિલ્હી-ચેન્નાઈ ઈન્ડિગો ફ્લાઇટમાં પાવર બે...
Oct 11, 2026
ભાજપના પૂર્વ ધારાસભ્યએ SIRમાં કર્યો ખેલ! જીવતા મતદારોને સરકારી રેકોર્ડમાં મારી નાખ્યા
ભાજપના પૂર્વ ધારાસભ્યએ SIRમાં કર્યો ખેલ!...
Oct 09, 2026
'પોતાના રાજ્યોમાં ન થવા દો પ્રદર્શન...', કેન્દ્ર સરકારે રાજ્યોના DGPને લખ્યો પત્ર
'પોતાના રાજ્યોમાં ન થવા દો પ્રદર્શન...',...
Oct 09, 2026
જેન-Z આંદોલન પહેલા જ સરકાર ફફડી, દેશમાં ઈમરજન્સી જેવી સ્થિતિ'
જેન-Z આંદોલન પહેલા જ સરકાર ફફડી, દેશમાં...
Oct 09, 2026
દિલ્હી કિલ્લેબંધી પર NDAમાં જ ડખો! પાસવાને કહ્યું- યુવાનોને કોઈ રોકી નહીં શકે
દિલ્હી કિલ્લેબંધી પર NDAમાં જ ડખો! પાસવા...
Oct 09, 2026
Trending NEWS
09 October, 2026
09 October, 2026
09 October, 2026
09 October, 2026
09 October, 2026
09 October, 2026
09 October, 2026
08 October, 2026
08 October, 2026
08 October, 2026