તામિલનાડુમાં કાવેરી વિવાદ મુદ્દે સભામાં ત્રિશા પર અભદ્ર અને વિવાદાસ્પદ ટિપ્પણી બદલ ઉદયનિધિ સ્ટાલિનની અટકાયત
August 04, 2026
કાવેરી જળ વિવાદે તામિલનાડુના મુખ્યમંત્રી સી જોસેફ વિજય સામે નિવેદન આપતી વેળાએ અભિનેત્રી ત્રિશા અંગે કથિત અભદ્ર અને વિવાદાસ્પદ ટિપ્પણી કરવા બદલ તામિલનાડુ પોલીસે વિરોધ પક્ષના નેતા અને ડીએમકે નેતા ઉદયનિધિ સ્ટાલિનની અટકાયત કરી છે, તે દરમિયાન કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. કાવેરી મુદ્દે સભાને સંબોધતી વખતે તેઓ તામિલનાડુ સરકારની નિષ્ફળતા પર પ્રહાર કરી રહ્યા હતા ત્યારે ભીડમાંથી ત્રિશા, ત્રિશા ની બૂમો પડી હતી, થોડી ક્ષણો અટકીને તેમણે દ્વિઅર્થી ટિપ્પણી કરી હતી જેને અભિનેત્રી ત્રિશા સાથે જોડીને જોવામાં આવી રહી છે અને તેનાથી રાજકીય હલચલ મચી છે.
નિવેદન સામે આવતા જ તામિલનાડુમાં રાજકીય રોષ ફાટી નીકળ્યો હતો. શાસક પક્ષ ટીવીકે અને ભાજપે આકરી ટીકા કરી હતી. ટીવીકે નેતા આદવ અર્જુનાએ ભાષાની ઝાટકણી કાઢી તેમને એબ્યુસિંગ નિધિ કહ્યા હતા અને મહિલાઓ પ્રત્યે વિકૃત માનસિકતાનો આરોપ લગાવ્યો હતો. પ્રવક્તા ફેલિક્સ ગેરાલ્ડે સવાલ કર્યો હતો કે શું આવા અપશબ્દો પુત્ર-પુત્રી સામે બોલી શકાય, જ્યારે ભાજપ પ્રવક્તા નારાયણન તિરુપથીએ ટિપ્પણીને ઘૃણાસ્પદ ગણાવી તુરંત ધરપકડ માંગી હતી અને અન્ય ભાજપ નેતાઓએ માફીની માંગ દોહરાવી હતી.
પોલીસે કેસ નોંધી અટકાયત કરી છે. અટકાયત દરમિયાન મીડિયા સમક્ષ ઉદયનિધિએ બચાવ કરતા દાવો કર્યો હતો કે કશું ખોટું કહ્યું નથી અને વિજય સિવાય કોઈનું નામ લીધું નથી. તેમણે કાર્યવાહીને બદલાની ભાવનાવાળી ગણાવી હતી. કાયદાકીય મુશ્કેલી વધતા તેમણે મદ્રાસ હાઈકોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી છે.
શાસક પક્ષ આક્રમક છે ત્યારે ડીએમકે નેતાના સમર્થનમાં મેદાને આવી છે. પૂર્વ મંત્રી ટી મનો થંગારાજે વિવાદને રાજકીય રીતે પ્રેરિત ગણાવી દાવો કર્યો છે કે કાવેરી જળ વિવાદ અને ડેલ્ટાના ખેડૂતોની વાસ્તવિક સમસ્યાઓ પરથી ધ્યાન ભટકાવવા બનાવટી વિવાદ ઊભો કરાયો છે જેથી વિપક્ષી નેતાને સવાલ પૂછતા અટકાવી શકાય.
Related Articles
યુદ્ધ વચ્ચે પહેલીવાર રશિયામાં સંસદીય ચૂંટણી, પ્રમુખ પુતિનની પાર્ટી પ્રચંડ બહુમતી તરફ જીત ભણી
યુદ્ધ વચ્ચે પહેલીવાર રશિયામાં સંસદીય ચૂં...
Sep 21, 2026
ભારતમાં 'પ્રલય'ની ચેતવણી, વન્યજીવો અને નદીઓને જોખમ
ભારતમાં 'પ્રલય'ની ચેતવણી, વન્યજીવો અને ન...
Sep 20, 2026
SIR : જયશંકર, અડવાણી, કેજરીવાલને ચૂંટણી પંચની નોટિસ
SIR : જયશંકર, અડવાણી, કેજરીવાલને ચૂંટણી...
Sep 20, 2026
મુંબઈના લાલબાગમાં ગણપતિ પંડાલમાં કરંટ ફેલાતા બે ભક્તોના મોત
મુંબઈના લાલબાગમાં ગણપતિ પંડાલમાં કરંટ ફે...
Sep 20, 2026
દેવભૂમિ ઉત્તરાખંડના 23 મોટા ગ્લેશિયર, 25 કિલોમીટર સુધી બરફ પીગળતા વધી ચિંતા!
દેવભૂમિ ઉત્તરાખંડના 23 મોટા ગ્લેશિયર, 25...
Sep 20, 2026
‘વિકાસશીલ દેશો પર ખોટો દોષ ન થોપો’, કાર્બન ઉત્સર્જનના આરોપો પર PM મોદીનો જવાબ
‘વિકાસશીલ દેશો પર ખોટો દોષ ન થોપો’, કાર્...
Sep 19, 2026
Trending NEWS
20 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026