Breaking News :
ચુરાચાંદપુરમાં પોલીસ અને સેનાની સંયુક્ત કાર્યવાહી: એકે-47 રાઈફલ અને મોર્ટારના ગોળા સહિત લશ્કરી સામગ્રી ઝડપાઈ મહારાષ્ટ્રમાં શરદ પવાર જૂથનું શાસક પક્ષને સમર્થન? વર્ષા બંગલે યોજાયેલી ગુપ્ત મંત્રણા બાદ મહિલા અનામત બિલ પર સહમતિના એંધાણ અમેરિકા-ઈરાન વચ્ચે તણાવ ચરમસીમાએ: હોર્મુઝ જળમાર્ગ પર અમેરિકન નૌકાદળની નાકાબંધી, 20થી વધુ યુદ્ધ જહાજો તૈનાત ફીફા વર્લ્ડ કપમાં સ્પેનનું દમદાર પરફોર્મન્સ, સેમિ ફાઈનલમાં ફ્રાન્સને 2-0થી કચડી ફાઈનલમાં એન્ટ્રી ઉડ્ડયન મંત્રીએ ધોલેરા વિમાનમથક પ્રોજેક્ટની સમીક્ષા કરી : ઉડાનપટ્ટી અને નિયંત્રણ ટાવરનું કામ 100 ટકા પૂરું નાશિકમાં નકલી પોલીસ બની બંદુંક બતાવી વેપારી પાસેથી 70 લાખ લૂંટનારી મહિલા સહિત 4 આરોપીઓ મુંબઈથી ઝડપાયા

વિપક્ષની માગ વચ્ચે કેન્દ્રીયમંત્રીની જાહેરાત, 21 જુલાઈથી ચોમાસું સત્ર શરૂ થશે, હોબાળાની શક્યતા

June 04, 2025

સંસદનું ચોમાસું સત્ર આવતા મહિનાની 21 ઓગસ્ટ સુધી આયોજિત કરવામાં આવશે. કેન્દ્રીય સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજુએ બુધવારે (4 જૂન) આ વિશે જાણકારી આપી છે. તેમણે કહ્યું કે, 'સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતાવાળી સંસદીય બાબતોની કેબિનેટ સમિતિએ આ તારીખની ભલામણ કરી છે અને તેને મંજૂરી માટે રાષ્ટ્રપતિ પાસે મોકલવામાં આવી છે.' ચોમાસું સત્રની જાહેરાત એવા સમયે કરવામાં આવી છે, જ્યારે વિપક્ષી પાર્ટીના નેતાઓ પહલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ઓપરેશન સિંદૂર પર ચર્ચા માટે વિશેષ સત્ર બોલાવવાની માંગ કરી રહ્યા છે. કેન્દ્રીય સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજુને વિપક્ષની આ માંગ વિશે પૂછવામાં આવેલા સવાલનો જવાબ આપતા કહ્યું કે, 'ચોમાસું સત્રમાં નિયમો હેઠળ તમામ મુદ્દા પર ચર્ચા કરી શકાય છે. સંસદના બંને ગૃહનું સત્ર ત્રણ મહિનાથી વધુ સમયના અંતરાળ બાદ 21 જુલાઈએ સવારે 11 વાગ્યે બોલાવવામાં  આવશે.' જણાવી દઈએ કે, પહલગામમાં થયેલા આતંકી હુમલા અને ત્યારબાદ કરવામાં આવેલા ઓપરેશન સિંદૂર બાદ આ પહેલું સંસદ સત્ર હશે. માનવામાં આવી રહ્યું છે કે, સત્રમાં હોબાળો થઈ શકે છે, કારણકે વિપક્ષી પાર્ટી પહલગામ હુમલા પર ચર્ચા કરવા માટે પહેલાંથી જ સંસદનું વિશેષ સત્ર બોલાવવાની માંગ કરી રહ્યા છે. એક દિવસ પહેલાં જ INDIA ગઠબંધનની 16 પાર્ટીએ વડાપ્રધાન મોદીને આ વિશે ચિઠ્ઠી લખી છે.  આ પહેલા કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેએ એક્સ પર પોસ્ટ કરી હતી કે, 'અમે ઈન્ડિયા અલાયન્સના નેતા, 22 એપ્રિલ, 2025ના દિવસે પહલગામમાં થયેલા આતંકી હુમલા બાદના ઘટનાક્રમ પર ચર્ચા કરવા માટે સંસદનું વિશેષ સત્ર બોલાવવા માટે અમારી સામૂહિક અને તત્કાલ વિનંતીનું પુનરાવર્તન કરીએ છીએ.' તેમણે રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, ટીએમસી સાંસદ અભિષેક બેનર્જી સહિત અન્ય પ્રમુખ વિપક્ષી પાર્ટીના નેતાઓ દ્વારા સહી કરવામાં આવેલા પત્રને પણ ટાંક્યો હતો.