JNUના પ્રોફેસર સામે 10 વિદ્યાર્થિનીઓએ જાતીય શોષણનો આરોપ મૂકતાં ખળભળાટ
September 06, 2026
ઘરમાં બોલાવીને અયોગ્ય વ્યવહાર કરવાના આક્ષેપો
દિલ્હી : નવી દિલ્હી સ્થિત જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી (JNU) માં એક પ્રોફેસર પર જાતીય સતામણીના ગંભીર આરોપો લાગ્યા છે. ઓછામાં ઓછા 10 વિદ્યાર્થીઓ/વિદ્યાર્થીનીઓએ આ પ્રોફેસર સામે ફરિયાદ નોંધાવી છે. આ મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સમગ્ર તપાસ યુનિવર્સિટીની ઇન્ટરનલ કમ્પ્લેટ્સ કમિટી (ICC) ને સોંપવામાં આવી છે. આ ફરિયાદો આશરે એક મહિના પહેલા નોંધાવવામાં આવી હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. જેમાં શરૂઆતમાં એક વિદ્યાર્થીની દ્વારા ફરિયાદ કરાયા બાદ અન્ય વરિષ્ઠ વિદ્યાર્થીઓએ પણ આગળ આવીને સમાન આક્ષેપો કર્યા હતા.
ફરિયાદોમાં એવો પણ ખુલાસો થયો છે કે પ્રોફેસરે કેટલાક વિદ્યાર્થીઓને કેમ્પસ સ્થિત પોતાના નિવાસસ્થાને યોજાતી બેઠકોમાં બોલાવ્યા હતા. ત્યાં કથિત રીતે તેમણે વિદ્યાર્થીઓ સાથે અયોગ્ય જાતીય વર્તન કરવાનો પ્રયાસ કર્યો હોવાના આરોપો છે. આ ઉપરાંત, કેટલાક વિદ્યાર્થીઓ એવો પણ આક્ષેપ કર્યો છે કે પ્રોફેસર ક્લાસ દરમિયાન અશોભનીય અને અપમાનજનક ટિપ્પણીઓ કરતા હતા. જોકે, આ આરોપોની હજુ સુધી સ્વતંત્ર પુષ્ટિ થઈ નથી અને મામલો હાલ ICC સમક્ષ પ્રોસેસમાં છે.
શરૂઆતની ફરિયાદ બાદ અન્ય વિદ્યાર્થીઓ પણ સામે આવતા આ મામલાનો વિવાદ વ્યાપક બન્યો છે. હાલમાં JNU વહીવટી તંત્ર અને કુલપતિ કાર્યાલય તરફથી આ મામલે કોઈ સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી. ICC ની તપાસ કયા તબક્કે પહોંચી છે અને સમિતિ દ્વારા શું પગલાં લેવાયા છે તે અંગે હજુ સ્પષ્ટતા થઈ નથી. સમગ્ર સ્થિતિ હવે આંતરિક સમિતિના તપાસ અહેવાલ અને તેના નિષ્કર્ષ પર આધારિત રહેશે.
Related Articles
ઝારખંડમાં CM હેમંતના ખાસ મંત્રી સુદિવ્ય કુમારનું હાર્ટ એટેકથી નિધન
ઝારખંડમાં CM હેમંતના ખાસ મંત્રી સુદિવ્ય...
Sep 06, 2026
દેશની 8 હાઇકોર્ટમાં ચીફ જસ્ટિસ બદલાયા, નોટિફિકેશન જાહેર
દેશની 8 હાઇકોર્ટમાં ચીફ જસ્ટિસ બદલાયા, ન...
Sep 06, 2026
મધ્યપ્રદેશમાં લઠ્ઠાકાંડ, રાત્રે દારૂ પીધા બાદ 9 લોકોના મોત
મધ્યપ્રદેશમાં લઠ્ઠાકાંડ, રાત્રે દારૂ પીધ...
Sep 06, 2026
સ્વતંત્ર ભારદ્વાજને જેલમાં ધકેલનાર નિશુ આઝાદના ઘરે પથ્થરમારો
સ્વતંત્ર ભારદ્વાજને જેલમાં ધકેલનાર નિશુ...
Sep 06, 2026
મણિપુરમાં સરકાર પર સંકટના વાદળો, બે નાયબ મુખ્યમંત્રી વચ્ચે વધ્યું ટેન્શન! ભાજપ માટે ચિંતાનો વિષય
મણિપુરમાં સરકાર પર સંકટના વાદળો, બે નાયબ...
Sep 06, 2026
દિલ્હીમાં 5 માળની બિલ્ડિંગ ધરાશાયી, 2ના મોત, કાટમાળ નીચે અનેક લોકો ફસાયાની આશંકા
દિલ્હીમાં 5 માળની બિલ્ડિંગ ધરાશાયી, 2ના...
Sep 06, 2026
Trending NEWS
05 September, 2026
05 September, 2026
04 September, 2026
04 September, 2026
04 September, 2026
04 September, 2026
04 September, 2026
04 September, 2026
04 September, 2026
03 September, 2026