UPSCનું પરિણામ જાહેર, ટોપ-30માં 3 ગુજરાતી
April 22, 2025

યુપીએસસીના આજે જાહેર થયેલા પરિણામમાં સમગ્ર ભારતમાં બીજો ક્રમ મેળવનાર હર્ષિતા ગોયલ વડોદરાની રહેવાસી છે. તેણે એમ.એસ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાંથી 2020 માં ડિગ્રી મેળવી હતી. સાથે સાથે વડોદરામાંથી સીએની પરીક્ષા પણ પાસ કરી હતી. યુપીએસસીની પરીક્ષામાં પણ તેણે ઝળહળથી સફળતા મેળવી પોતાનું સ્વપ્ન સાકાર કર્યું છે.
વડોદરાના ગોત્રી વિસ્તારમાં રહેતી હર્ષિતા ગોયલ યુપીએસસી માટે અમદાવાદની સ્પીપામાં તૈયારી કરી હતી. એક ઇન્ટરવ્યૂમા તેણે કહ્યું હતું કે રિઝલ્ટ જાહેર થયા પછી મને વિશ્વાસ નહોતો થતો કે મને આખા ભારતમાં બીજો ક્રમ મળ્યો છે. મારા પરિવારનું નામ રોશન કરવાનો મને ગર્વ છે.
તેણે કહ્યું હતું કે મેં જ્યારે સીએની ડીગ્રી લીધી ત્યાં સુધી યુપીએસસી પરીક્ષા અંગે વિચાર્યું ન હતું. એ પછી મારા પિતાની પ્રેરણાથી મેં સિવિલ સર્વિસનો અભ્યાસ કરવાનો નક્કી કર્યું હતું. પરીક્ષામાં સફળતા માટે સાતત્યપૂર્ણ તૈયારી જરૂરી છે. ક્યારેક એવો સમય પણ આવતો હોય છે કે જ્યારે વાંચવાનું મન ના થાય. તે વખતે આત્મવિશ્વાસ અને મનોબળ જરૂરી હોય છે. બીજાનું અનુકરણ કરવાનો કે તેની પાછળ ભાગવાનો કોઈ અર્થ નથી તમારે તમારા મનની વાત સાંભળવી જોઈએ.
હર્ષિતાએ કહ્યું હતું કે મેં સોશિયલ મીડિયા બંધ નહોતું કર્યું. એવું નથી કે સોશિયલ મીડિયા મૂકતાં જ કરે છે તેના પર ઉપયોગી માહિતી પણ ઉપલબ્ધ હોય છે અવાજે એક એકાઉન્ટના કારણે મને પ્રિલિમ પરીક્ષામાં મદદ મળી હતી. તમારું જો તમારા મન પર નિયંત્રણ હોય તો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવામાં વાંધો નથી પણ જો તમે એવું લાગતું હોય કે સોશિયલ મીડિયા ધ્યાન ભટકાવે છે તો તેનો ઉપયોગ ના કરો.
Related Articles
આતંકવાદી હુમલાના પીડિતો પ્રત્યે અમારી સંવેદના', અમેરિકાના ઉપ રાષ્ટ્રપ્રમુખ જેડી વેન્સે દુઃખ વ્યક્ત કર્યું
આતંકવાદી હુમલાના પીડિતો પ્રત્યે અમારી સં...
Apr 22, 2025
જમ્મુ કાશ્મીરમાં પ્રવાસીઓ પર ઈતિહાસનો સૌથી મોટો હુમલો, એક ગુજરાતી સહિત 16ના મોતની પુષ્ટિ
જમ્મુ કાશ્મીરમાં પ્રવાસીઓ પર ઈતિહાસનો સૌ...
Apr 22, 2025
નાપાક હરકત કરનારાઓ સામે કડક કાર્યવાહી કરીશું : અમિત શાહ
નાપાક હરકત કરનારાઓ સામે કડક કાર્યવાહી કર...
Apr 22, 2025
ઘટનાસ્થળે જાઓ, આતંકી હુમલા બાદ સાઉદી અરેબિયાથી વડાપ્રધાન મોદીના નિર્દેશ, અમિત શાહ જમ્મુ કાશ્મીર રવાના
ઘટનાસ્થળે જાઓ, આતંકી હુમલા બાદ સાઉદી અરે...
Apr 22, 2025
'65 લાખ જ નહીં, બે કલાકમાં 116 લાખ મત પડી શકે', રાહુલ ગાંધીના આરોપ પર ચૂંટણી પંચનો વળતો જવાબ
'65 લાખ જ નહીં, બે કલાકમાં 116 લાખ મત પડ...
Apr 22, 2025
Trending NEWS

22 April, 2025

22 April, 2025

22 April, 2025

22 April, 2025

22 April, 2025

21 April, 2025

21 April, 2025

21 April, 2025

21 April, 2025

21 April, 2025