નાઇજીરીયામાં ISISના ઠેકાણાઓ પર અમેરિકાની એરસ્ટ્રાઇક

December 26, 2025

વોશિંગ્ટન/અબુજા: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ક્રિસમસના પવિત્ર તહેવાર પર આતંકવાદ વિરુદ્ધ એક નિર્ણાયક પગલું ભરતા નાઇજીરીયામાં કાર્યરત ISISના આતંકવાદીઓ પર ભયાનક એરસ્ટ્રાઇક કરવાનો આદેશ આપ્યો હતો. નાઇજીરીયાના સોકોટો (Sokoto) રાજ્યમાં આવેલા આતંકી કેમ્પોને નિશાન બનાવીને કરવામાં આવેલા આ હુમલામાં મોટી સંખ્યામાં આતંકવાદીઓ ઠાર થયા હોવાના અહેવાલ છે.

ખ્રિસ્તીઓ પરના અત્યાચારનો બદલો રાષ્ટ્રપતિ ટ્રમ્પે આ સૈન્ય કાર્યવાહીની પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે, આ એરસ્ટ્રાઇક નાઇજીરીયામાં નિર્દોષ ખ્રિસ્તીઓની થઈ રહેલી હત્યાઓના જવાબમાં કરવામાં આવી છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'ટ્રુથ સોશિયલ' પર આક્રમક અંદાજમાં લખ્યું કે, "જો તેઓ ખ્રિસ્તીઓનો નરસંહાર અને અત્યાચાર બંધ નહીં કરે, તો તેમને તેની ભારે કિંમત ચૂકવવી પડશે. આ ઓપરેશન એકદમ સચોટ અને ઘાતક હતું."