સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં યુએસ નેવીએ ઈરાનની છ બોટ તોડી પાડી, પ્રોજેક્ટ ફ્રીડમ હેઠળ અમેરિકાની કડક કાર્યવાહી
May 05, 2026
યુએસ અને ઈરાન વચ્ચે યુદ્ધવિરામ હોવા છતાં સ્ટ્રેટ ઓફ હોર્મુઝ મુદ્દે બંને દેશો વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે. આ દરમિયાન યુએસ સશસ્ત્ર દળોએ હુમલો કરીને ઈરાનની છ નાની બોટનો નાશ કર્યો હતો. અમેરિકી દળોએ જણાવ્યું હતું કે તેમણે ઈરાનની ક્રૂઝ મિસાઈલો અને ડ્રોનને પણ તોડી પાડ્યા હતા. આ કાર્યવાહી તે સમયે કરવામાં આવી જ્યારે ઈરાની બોટ્સ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ મારફતે શિપિંગ ફરી શરૂ કરવાના યુએસ નેવીના પ્રયાસોને નિષ્ફળ બનાવવાની કોશિશ કરી રહી હતી. અહેવાલ મુજબ યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ‘પ્રોજેક્ટ ફ્રીડમ’ નામનું આ ઓપરેશન શરૂ કરાવ્યું હતું.
સોમવારે ઈરાને યુએઈ પર ડ્રોન અને મિસાઈલ વડે હુમલા કર્યા હતા, જેને કારણે 8 એપ્રિલથી લાગુ થયેલો યુદ્ધવિરામ અમલમાં રહેશે કે નહીં તે અંગે યુએસએ હજુ સ્પષ્ટતા કરી નથી. સેન્ટ્રલ કમાન્ડના વડા એડમિરલ બ્રેડ કૂપરે આ મામલે કોઈ ટિપ્પણી કરવાનો ઈનકાર કર્યો હતો, પરંતુ તેમણે જણાવ્યું હતું કે ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ ટ્રમ્પના આ ઓપરેશનમાં દખલ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. જે જહાજોનું અમે રક્ષણ કરી રહ્યા છીએ તેના પર આઈઆરજીસીએ ક્રૂઝ મિસાઈલો, ડ્રોન અને નાની બોટ વડે હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો જે અમે નિષ્ફળ બનાવ્યો હતો.
એડમિરલ બ્રેડ કૂપરે ઈરાનને કડક ચેતવણી આપતા કહ્યું હતું કે યુએસ જ્યારે આ ઓપરેશન ચલાવી રહ્યું છે ત્યારે ઈરાની સેના યુએસ લશ્કરી સંપત્તિથી દૂર રહે. હાલમાં 15,000 યુએસ સૈનિકો, નેવી ડિસ્ટ્રોયર્સ, 100 થી વધુ વિમાનો અને સબમરીન તૈનાત કરવામાં આવી છે. બીજી તરફ સોમવારે સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં દક્ષિણ કોરિયાના એક જહાજ પર પણ વિસ્ફોટ થયો હતો, પરંતુ રાષ્ટ્રપતિ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર સ્પષ્ટતા કરી હતી કે તે જહાજ આ ઓપરેશનનો ભાગ ન હતું. ટ્રમ્પે વધુમાં જણાવ્યું હતું કે યુએસએ ઈરાનની સાત ફાસ્ટ બોટ ડૂબાડી દીધી હતી.
Related Articles
આતંકવાદ મામલે પાકિસ્તાન નંબર વન, સીરિયાને પણ પાછળ છોડ્યું
આતંકવાદ મામલે પાકિસ્તાન નંબર વન, સીરિયાન...
Sep 27, 2026
ત્રણ વર્ષ પહેલાં મહિલાઓનું અપહરણ કરનાર સહેર નિદાલ લત્ફી સકર ઠાર મરાયો
ત્રણ વર્ષ પહેલાં મહિલાઓનું અપહરણ કરનાર સ...
Sep 27, 2026
દ.આફ્રિકાના બે મોટા શહેરોમાં Ak-47 દ્વારા અંધાધૂંધ ફાયરિંગ, 27 મોત
દ.આફ્રિકાના બે મોટા શહેરોમાં Ak-47 દ્વાર...
Sep 27, 2026
નેપાળમાં હિમલુંગ હિમાલ બેઝ કેમ્પ પર હિમસ્ખલન, 10 પવર્તારોહકો ગુમ
નેપાળમાં હિમલુંગ હિમાલ બેઝ કેમ્પ પર હિમસ...
Sep 27, 2026
અણુ બોમ્બ બનાવવો અમારી ધાર્મિક પરંપરાની વિરુદ્ધ : પેજેશ્કિયન
અણુ બોમ્બ બનાવવો અમારી ધાર્મિક પરંપરાની...
Sep 26, 2026
બે વર્ષ પહેલાં નોકરીમાંથી કાઢી મૂકાયેલી મહિલાએ રૂ. 900 કરોડનો દાવો માંડયો
બે વર્ષ પહેલાં નોકરીમાંથી કાઢી મૂકાયેલી...
Sep 26, 2026
Trending NEWS
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026