સોલાપુરમાં શ્રદ્ધાળુઓને લઈ જતી વાન કૂવામાં ખાબકી, 14ના મોત
June 14, 2026
સોલાપુર : મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લાના માલશિરસ વિસ્તારમાં એક મોટી અને દુર્ઘટના સર્જાઈ છે. મ્હાસવાડ-પંઢરપુર માર્ગ પર તાંડુવાડી ગામ નજીક શ્રદ્ધાળુઓથી ભરેલી એક પિકઅપ ગાડી અચાનક રસ્તા કિનારે આવેલા કૂવામાં ખાબકી હતી. આ ભયાનક અકસ્માતમાં 14 લોકોના ઘટનાસ્થળે જ ડૂબી જવાથી કરુણ મોત નીપજ્યા છે. તમામ મૃતકો પંઢરપુર વિસ્તારના રંજની ગામના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
મળતી માહિતી મુજબ, રંજની ગામના આ શ્રદ્ધાળુઓ મ્હાસવાડ ખાતે સિદ્ધનાથના દર્શન કરવા માટે ગયા હતા. દર્શન કરીને જ્યારે તેઓ પિકઅપ ગાડીમાં પોતાના ગામ પરત ફરી રહ્યા હતા, ત્યારે માલશિરસ તાલુકાના તાંડુવાડી ગામ પાસે આ અકસ્માત નડ્યો હતો. અકસ્માતની જાણ થતાં જ ઘટનાસ્થળે સ્થાનિક લોકોના મોટા ટોળા ઉમટી પડ્યા હતા. અકસ્માતનું ચોક્કસ કારણ હજુ સુધી સત્તાવાર રીતે જાણી શકાયું નથી, પરંતુ પ્રાથમિક અંદાજ મુજબ ડ્રાઇવરે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવી દેતાં આ દુર્ઘટના ઘટી હતી. રસ્તાની બિલકુલ કિનારે આવેલો આ કૂવો પાણીથી કાંઠોકાંઠ ભરેલો હતો અને તેની આસપાસ કોઈ સુરક્ષા રેલિંગ પણ નહોતી. જેના કારણે કાબૂ બહાર ગયેલી પિકઅપ ગાડી સીધી કૂવાના પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી.
ઘટનાની જાણ થતાં જ પ્રશાસનના ઉચ્ચ અધિકારીઓ કાફલા સાથે ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને યુદ્ધના ધોરણે રાહત કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. આ અકસ્માતમાં 2 લોકોનો ચમત્કારિક બચાવ થયો છે. અત્યાર સુધીમાં કૂવામાંથી 8 લોકોના મૃતદેહ બહાર કાઢી લેવામાં આવ્યા છે, જેમાં 4 મહિલાઓ અને 4 બાળકોનો સમાવેશ થાય છે. માલશિરસના સ્થાનિક ધારાસભ્ય ઉત્તમ જાનકર પણ પરિસ્થિતિની સમીક્ષા કરવા ઘટનાસ્થળે પહોંચી રહ્યા છે.
Related Articles
નવરાત્રિએ અમેરિકામાં મંદિરમાં હિન્દુઓનો નરસંહાર કરવા માગતો 19 વર્ષનો યુવક ઝડપાયો
નવરાત્રિએ અમેરિકામાં મંદિરમાં હિન્દુઓનો...
Oct 15, 2026
સાઉદી અરેબિયા પર મિસાઈલ હુમલા વચ્ચે IndiGoનો મોટો નિર્ણય: રિયાધ, જેદ્દાહ સહિત 4 શહેરોની ફ્લાઇટ્સ રદ!
સાઉદી અરેબિયા પર મિસાઈલ હુમલા વચ્ચે Indi...
Oct 13, 2026
જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ દિલ્હીમાં ફરી હલ્લાબોલ: CJIનો ઈનકાર છતાં રાહુલ ગાંધી સહિતના નેતાઓની સુપ્રીમ કોર્ટ તરફ કૂચ
જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ દિલ્હીમાં ફરી હલ્લ...
Oct 12, 2026
'જુલમ, અન્યાયની હદ વટાવી દીધી...' બુલડોઝર એક્શન પર ભડક્યાં ભાજપના દિગ્ગજ શિવરાજ
'જુલમ, અન્યાયની હદ વટાવી દીધી...' બુલડોઝ...
Oct 12, 2026
જંતર-મંતર પર હવે ધરણાં નહીં થઈ શકે, ગૃહ મંત્રાલયે 3 નવા સ્થળ નક્કી કર્યા
જંતર-મંતર પર હવે ધરણાં નહીં થઈ શકે, ગૃહ...
Oct 12, 2026
‘કોર્ટના દરવાજા ખુલ્લા જ છે, અરજી કરો...’, 4 કારણો આપીને રાહુલ ગાંધી-ખડગે સાથે મુલાકાતનો ચીફ જસ્ટિસનો ઈનકાર
‘કોર્ટના દરવાજા ખુલ્લા જ છે, અરજી કરો......
Oct 12, 2026
Trending NEWS
13 October, 2026
13 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026