વંદે માતરમને પણ રાષ્ટ્રગાનની જેમ કાયદાનું રક્ષણ, અપમાન કરનારાને થશે જેલ
July 31, 2026
દિલ્હી : ભારતની આઝાદીની લડાઈમાં જે નારાએ કરોડો દેશવાસીઓમાં દેશભક્તિનો સંચાર કર્યો હતો, તે 'વંદે માતરમ્' ફરી એકવાર દેશભરમાં ચર્ચાના કેન્દ્રમાં છે. સંસદના બંને ગૃહો (લોકસભા અને રાજ્યસભા) દ્વારા 'રાષ્ટ્રીય સન્માનના અપમાન નિવારણ (સુધારા) બિલ, 2026' પસાર કરવામાં આવ્યું છે. આ બિલનો મુખ્ય હેતુ 'વંદે માતરમ્'ને એ જ કાનૂની રક્ષણ આપવાનો છે, જે અત્યાર સુધી માત્ર રાષ્ટ્રગીત 'જન ગણ મન' અને રાષ્ટ્રધ્વજને મળતું હતું. ચાલો, આ નવા કાયદાની વિગતો અને તેનાથી સામાન્ય નાગરિકો પર શું અસર પડશે તે સમજીએ.
‘રાષ્ટ્રીય સન્માનના અપમાન નિવારણ અધિનિયમ, 1971’ હેઠળ રાષ્ટ્રધ્વજ, બંધારણ અને રાષ્ટ્રગીતનું અપમાન કરવું એ સજાપાત્ર ગુનો ગણાતો હતો. જોકે, દેશનું રાષ્ટ્રીય ગાન હોવા છતાં ‘વંદે માતરમ્’ને આ કાયદા હેઠળ સ્પષ્ટ કાનૂની સુરક્ષા મળી ન હતી. આ ખામીને દૂર કરવા માટે જ વર્ષ 2026નું આ નવું સુધારા બિલ લાવવામાં આવ્યું છે. રાષ્ટ્રપતિની મંજૂરી મળ્યા બાદ આ સુધારો દેશભરમાં અમલી બનશે.
આ કાયદા હેઠળ બિલની કલમ 3 માં સુધારો કરવામાં આવ્યો છે. હવે રાષ્ટ્રગીતની સાથે 'વંદે માતરમ્'નો પણ તેમાં સમાવેશ કરી લેવાયો છે. પહેલી વાર'વંદે માતરમ્'નું અપમાન કરવા બદલ વધુમાં વધુ 3 વર્ષની જેલ, દંડ અથવા બંને થઈ શકે છે. બીજી કે વારંવાર ભૂલ કરવા પર: કલમ 3A હેઠળ ઓછામાં ઓછી 1 વર્ષની ફરજિયાત જેલની સજાની જોગવાઈ છે.સરકારના સ્પષ્ટટીકરણ મુજબ, આ કાયદો કોઈને પણ વંદે માતરમ્ ગાવા માટે દબાણ કરતો નથી. ગાવાનો નકાર અને અપમાન વચ્ચે તફાવત: માત્ર ન ગાવું અને જાણીજોઈને અનાદર કરવો, એ બંને વચ્ચે કાનૂની તફાવત છે.સુપ્રીમ કોર્ટનો 1986નો નિર્ણય: 1986માં સુપ્રીમ કોર્ટે બંધારણના અનુચ્છેદ 19(1)(A) અને 25(1)ના સંદર્ભમાં ચુકાદો આપ્યો હતો કે જો કોઈ વ્યક્તિની ધાર્મિક માન્યતાઓ તેમને ગીત ગાવાથી રોકે છે, પરંતુ તેઓ આદરપૂર્વક શાંતિથી ઊભા રહે છે અને કોઈ અવરોધ નથી ઊભો કરતા, તો તેમને દોષી ગણી શકાય નહીં.
Related Articles
ઉત્તરાખંડના બાગેશ્વરમાં હજારો વર્ષ જૂના મંદિરમાં ભીષણ આગ, ભક્તોને ધ્રાસ્કો પડ્યો
ઉત્તરાખંડના બાગેશ્વરમાં હજારો વર્ષ જૂના...
Oct 17, 2026
ચૂંટણી પંચમાં ઉથલપાથલ, વિરોધ-વંટોળ વચ્ચે CEC જ્ઞાનેશ કુમારે અનેક અધિકારીઓની બદલી કરી
ચૂંટણી પંચમાં ઉથલપાથલ, વિરોધ-વંટોળ વચ્ચે...
Oct 17, 2026
'ઈન્ટરનેટ મૌલિક અધિકાર, બાળકોને પણ તેનાથી દૂર ન રાખી શકીએ..', સુપ્રીમ કોર્ટનું મોટું નિવેદન
'ઈન્ટરનેટ મૌલિક અધિકાર, બાળકોને પણ તેનાથ...
Oct 17, 2026
વોશિંગ્ટનમાં ટ્રંપે રશિયન તેલની ખરીદી પરના પ્રતિબંધ હટાવ્યા, ભારત માટે દશેરાએ દિવાળી, 100% ટેરિફ ટળ્યો
વોશિંગ્ટનમાં ટ્રંપે રશિયન તેલની ખરીદી પર...
Oct 17, 2026
હિમાચલ પ્રદેશના શિમલામાં વહેલી સવારે ધરા ધ્રુજી, 04:37 વાગ્યે રિક્ટર સ્કેલ પર 4.1ની તીવ્રતા નોંધાઈ
હિમાચલ પ્રદેશના શિમલામાં વહેલી સવારે ધરા...
Oct 17, 2026
ખાટુશ્યામ જતાં શ્રદ્ધાળુઓની બસ ખાડામાં ખાબકી, કોટામાં 8ના મોત, દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર ચીસાચીસ મચી
ખાટુશ્યામ જતાં શ્રદ્ધાળુઓની બસ ખાડામાં ખ...
Oct 17, 2026
Trending NEWS
17 October, 2026
17 October, 2026
16 October, 2026
15 October, 2026
15 October, 2026
15 October, 2026
15 October, 2026
14 October, 2026
14 October, 2026
14 October, 2026