નીતિશ કુમાર માટે ભારત રત્નની માગ કરનારા દિગ્ગજ નેતાને જેડીયુમાંથી તગેડી મૂકાયા
January 10, 2026
જેડીયુના સૂત્રોના જણાવ્યા અનુસાર, વરિષ્ઠ નેતા કેસી ત્યાગીનો પાર્ટીમાં અધ્યાય હવે સમાપ્ત થઈ ગયો છે. પાર્ટીના પ્રવક્તા રાજીવ રંજનના તાજેતરના નિવેદનથી સ્પષ્ટ થઈ ગયું છે કે જેડીયુનો હવે કે.સી. ત્યાગી સાથે કોઈ સંબંધ નથી. સૂત્રોનું માનીએ તો, પાર્ટીમાંથી તેમની વિદાય થઈ ચૂકી છે. જોકે, તેમના જૂના સંબંધોને ધ્યાનમાં રાખીને હાલમાં કોઈ ઔપચારિક કાર્યવાહી કરવામાં આવશે નહીં. રાજીવ રંજને કહ્યું હતું કે ભારત રત્નને લઈને ત્યાગીનું નિવેદન તેમનો અંગત અભિપ્રાય છે અને પાર્ટીને તેની સાથે કોઈ લેવાદેવા નથી. તેમણે એ પણ ઉમેર્યું કે, "ત્યાગીનો જેડીયુના મામલાઓ સાથે હવે વધુ સંબંધ નથી. તેઓ પાર્ટીમાં છે પણ કે નહીં, તે કાર્યકર્તાઓને પણ ખબર નથી." આ સમગ્ર વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે કેસી ત્યાગીએ તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર માટે ભારત રત્નની માંગ કરી હતી. રાજકીય વર્તુળોમાં આ પગલાને "ડેમેજ કંટ્રોલ" તરીકે જોવામાં આવી રહ્યું હતું, કારણ કે તાજેતરમાં ત્યાગી ઘણા વિવાદોમાં રહ્યા હતા અને તેમના નિવેદનોથી પાર્ટી નારાજ હતી. હવે, પાર્ટી પ્રવક્તાના નિવેદનથી સ્પષ્ટ થઈ ગયું છે કે પાર્ટીએ ત્યાગીથી દૂરી બનાવી લીધી છે. ઉલ્લેખનીય છે કે જનતા દળ (યુનાઈટેડ) ના વરિષ્ઠ નેતા કેસી ત્યાગીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક મહત્વપૂર્ણ પત્ર લખીને બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારને દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન 'ભારત રત્ન' આપવાની માંગ કરી હતી. ત્યાગીએ પોતાના પત્રમાં નીતીશ કુમારને સમાજવાદી આંદોલનના 'અનમોલ રત્ન' ગણાવતા ભારપૂર્વક જણાવ્યું છે કે તેઓ આ સન્માન માટે સંપૂર્ણ રીતે લાયક છે. તેમણે ભૂતકાળમાં ચૌધરી ચરણ સિંહ અને કપૂરી ઠાકુરને ભારત રત્નથી સન્માનિત કરવા બદલ વડાપ્રધાનના પ્રયાસોની પ્રશંસા કરતા ઉમેર્યું હતું કે જે રીતે અન્ય નાયકોને જીવિત હોવા છતાં આ સન્માન મળ્યું છે, તેવી જ રીતે કરોડો લોકોની લાગણીને માન આપીને નીતીશ કુમારને પણ આ ગૌરવશાળી એવોર્ડ એનાયત કરવામાં આવે.
Related Articles
મકર સંક્રાંતિએ પવિત્ર સ્નાન માટે જતા પરિવારને ગમખ્વાર અકસ્માત નડ્યો, 5 લોકોના કરૂણ મોત
મકર સંક્રાંતિએ પવિત્ર સ્નાન માટે જતા પરિ...
Jan 15, 2026
ભારતમાં '10 મિનિટ ડિલિવરી' બંધ, ટાઈમ લિમિટ હટાવવા સરકારનો આદેશ
ભારતમાં '10 મિનિટ ડિલિવરી' બંધ, ટાઈમ લિમ...
Jan 13, 2026
કૂતરું કરડવાના દરેક કિસ્સામાં સરકારે વળતર આપવું પડે તેવો આદેશ આપીશું: સુપ્રીમ કોર્ટ લાલઘૂમ
કૂતરું કરડવાના દરેક કિસ્સામાં સરકારે વળત...
Jan 13, 2026
વૃદ્ધ માતા-પિતાનું ધ્યાન નહીં રાખો તો 10 ટકા સેલેરી કપાશે! આ રાજ્યમાં સરકારનો કડક આદેશ
વૃદ્ધ માતા-પિતાનું ધ્યાન નહીં રાખો તો 10...
Jan 13, 2026
ઓપરેશન સિંદૂર હજુ ચાલુ છે, 8 આતંકી કેમ્પ રડાર પર: આર્મી ચીફની પાકિસ્તાનને ચેતવણી
ઓપરેશન સિંદૂર હજુ ચાલુ છે, 8 આતંકી કેમ્પ...
Jan 13, 2026
Trending NEWS
T20 વર્લ્ડકપ વિવાદ વચ્ચે ICC મક્કમ! બાંગ્લાદેશને આ...
13 January, 2026
ટ્રમ્પની ધમકીઓ વચ્ચે ભારત-અમેરિકા ટ્રેડ ડીલ ફરી ટળ...
13 January, 2026
કૂતરું કરડવાના દરેક કિસ્સામાં સરકારે વળતર આપવું પડ...
13 January, 2026
વૃદ્ધ માતા-પિતાનું ધ્યાન નહીં રાખો તો 10 ટકા સેલેર...
13 January, 2026
ઓપરેશન સિંદૂર હજુ ચાલુ છે, 8 આતંકી કેમ્પ રડાર પર:...
13 January, 2026
યશની ટોક્સિકનાં ટીઝર સામે કર્ણાટક મહિલા પંચમાં ફરિ...
13 January, 2026
ટ્રમ્પની ધમકીઓ વચ્ચે ભારત-અમેરિકા ટ્રેડ ડીલ ફરી ટળ...
13 January, 2026
ભારતના Zen-G રિસ્ક લેવાથી પાછળ ન હટે, સરકાર તમારી...
13 January, 2026
બંગાળમાં નિપાહ વાયરસના 2 શંકાસ્પદ કેસ સામે આવ્યા,...
13 January, 2026
ટૂંક સમયમાં ક્રુઝ શિપ દિલ્હીની યમુના નદી પર કાર્યર...
13 January, 2026