ઈન્ડોનેશિયામાં જ્વાળામુખી ફાટ્યો, 11 કિ.મી. ઊંચે રાખના વાદળ છવાયા, જોતા જ શ્વાસ થંભી ગયા!

June 18, 2025

ઈન્ડોનેશિયાના ઈસ્ટ નુસા તેંગારા પ્રાંતમાં સ્થિત માઉન્ટ લેવોટોબી લાકી-લાકી જ્વાળામુખીમાં મંગળવારે (17 જૂન) સાંજે જબરદસ્ત ધમાકો થયો, જેનાથી 11 કિલોમીટર ઊંચા રાખના વાદળ આકાશમાં ફેલાઈ ગયા હતા. દેશની જ્વાળામુખી વિજ્ઞાન એજન્સીએ આ વિસ્ફોટ બાદ જ્વાળામુખી માટે સૌથી ખતરનાક ચેતવણી સ્તર જાહેર કરી દીધી છે.  લેવોટોબી લાકી-લાકી ઈન્ડોનેશિયાની એક 1584 મીટર ઊંચો જ્વાળામુખી છે, જે ફ્લોરેસ દ્વીપ પર સ્થિત છે. આ જ્વાળામુખી એક જૂડવા પ્રણાલીનો ભાગ છે. બીજો જ્વાળામુખી લેવોટોબી પેરંપુઆન જે  થોડો વધારે ઊંચો છે પરંતુ, સામાન્ય તે રૂપે શાંત રહે છે. સ્થાનિક સમયાનુસાર, સાંજે 5:35 વાગ્યે માઉન્ટ લેવોટોબી લાકી-લાકીમાં શક્તિશાળી વિસ્ફોટ થયો હતો. આ દરમિયાન કેસરી રંગનો એક વિશાળ મશરૂમ જેવો આકાર લઈને રાખનું વાદળ ગામડાઓની ઉપર ફેલાઈ ગયું. ઈન્ડોનેશિયાની જ્વાળામુખી એજન્સી દ્વારા શેર કરવામાં આવેલી તસવીરોમાં આ નજારો સ્પષ્ટરૂપે જોઈ શકાય છે. જોકે, હજુ સુધી કોઈપણ પ્રકારના હવાઈ પરિવહનમાં રૂકાવટની સૂચના નથી મળી. નોંધનીય છે કે, માર્ચમાં થયેલા વિસ્ફોટના સમયે ઓસ્ટ્રેલિયાની જેટસ્ટાર અને ક્વાંટાસ એરવેઝ સહિત અનેક ફ્લાઇટ્સને બાલી જતા રોકવામાં આવી હતી. ઈન્ડોનેશિયાની ભૂ-વૈજ્ઞાનિક એજન્સીના પ્રમુખ મોહમ્મદ વાફિદે જણાવ્યું કે, 'ભારે વરસાદની સ્થિતિમાં લાવા વહેવાનું જોખમ વધી શકે છે. જેના કારણે તંત્રએ નાગરિકો અને પ્રવાસીઓને જ્વાળામુખી ક્રેટરથી ઓછામાં ઓછા 7 કિલોમીટરની દૂરી જાળવી રાખવાની સલાહ આપી છે.'