Breaking News :
શેરબજારમાં કડાકા વચ્ચે વાયદા બજારમાં 3 દિવસમાં સોનું 4000 તો ચાંદી 10,000 રૂપિયા મોંઘી વલસાડમાં મેઘતાંડવથી પારડી-ઉદવાડા વચ્ચે રેલવે ટ્રેક ધોવાયો: મુંબઈ-અમદાવાદ રૂટની અનેક ટ્રેનો રદ્દ અને ડાયવર્ટ NEET સંપૂર્ણપણે રદ કરવાની TVKની માંગ, તબીબી શિક્ષણ પર રાજ્યોને સંપૂર્ણ સત્તા આપવાની વકાલાત વિદ્યાર્થીઓ પર પોલીસ કાર્યવાહી મુદ્દે તાત્કાલિક સુનાવણીથી સુપ્રીમ કોર્ટનો ઇનકાર, CJIએ કહ્યું- વીડિયો જોવા સમય નથી નીટ પેપર લીક મુદ્દે વિદ્યાર્થીઓ પર પોલીસ કાર્યવાહીના વિરોધમાં વિપક્ષ એકજૂટ, સંસદમાં કાળા વસ્ત્રો સાથે પ્રદર્શન, 16 મેટ્રો સ્ટેશન બંધ દક્ષિણ ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, 59 તાલુકામાં વરસાદી માહોલ, સુરતના પલસાણામાં સૌથી વધુ વરસાદ

મણિપુરમાં હિંસાનો જ્વાળામુખી: BJP-કોંગ્રેસના કાર્યાલયમાં લૂંટ, MLAના ઘરમાં આગચંપી, એકનું મોત

November 18, 2024

મણિપુરના જિરીબામ જિલ્લામાં રવિવારે એક વ્યક્તિની મોત થઈ ગઈ છે અને અન્ય એક વ્યક્તિ ઘાયલ થયો છે. મૃતકની ઓળખ 20 વર્ષીય અથૌબા નામના યુવક તરીકે થઈ છે. જણાવવામાં આવી રહ્યું છે કે, ઉગ્ર ભીડ અને સ્થિતિને નિયંત્રિત કરવા માટે સુરક્ષાદળો તરફથી ગોળીબાર કરવામાં આવ્યો હતો, જેમાં તે ઘાયલ થયો હતો. રાત્રે લગભગ 11 વાગ્યે આ ઘટના બની હતી. 

રવિવારની રાત્રે ઉગ્ર ભીડે જિરીબામ જિલ્લાના બાબૂપુરામાં સ્થિત ભાજપ અને કોંગ્રેસની ઓફિસમાં લૂંટ કરી તોડફોડ કરી હતી. ઉગ્ર ભીડે સંબંધિત ઓફિસોના ફર્નિચરનો સામાન બહાર કાઢી સળગાવી દીધો હતો. ત્યારબાદ સુરક્ષાદળોએ ભીડને દૂર કરવા અને સ્થિતિનો સામનો કરવા ગોળીબાર કર્યો હતો. આ દરમિયાન એક ગોળી અથૌબાને લાગી, જેનાથી તે ઘાયલ થઈ ગયો અને બાદમાં તેની મોત થઈ ગઈ. આ ઘટના જિરીબામ પોલીસ સ્ટેશનથી લગભગ 500 મીટરની દૂરી પર છે. 

અધિકારીઓએ જણાવ્યું કે વિરોધીઓએ નિંગથૌખોંગમાં લોક નિર્માણ મંત્રી ગોવિંદદાસ કોંથૌજમ, લેંગમેડોંગ માર્કેટમાં ભાજપ ધારાસભ્ય વાય. રાધેશ્યામ, થોબલ જિલ્લામાં ભાજપ ધારાસભ્ય પાઓનમ બ્રોજેન અને ઈમ્ફાલ પૂર્વ જિલ્લામાં કોંગ્રેસના ધારાસભ્ય લોકેશ્વરના ઘરોને આગ લગાવી દીધી હતી. નોંધનીય છે કે, આ સમયગાળા દરમિયાન ધારાસભ્ય અને તેમના પરિવારના સભ્યો ઘરે હાજર ન હતા. ફાયર બ્રિગેડના જવાનોએ ઘટનાસ્થળે પહોંચી આગને કાબુમાં લીધી તે પહેલા ઘરો સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયા હતા. દેખાવકારોએ શનિવારે રાત્રે ઇમ્ફાલ પૂર્વ વિસ્તારમાં મુખ્યમંત્રી બિરેન સિંહના પૈતૃક આવાસ પર પણ હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સુરક્ષા દળોએ તેમને 100-200 મીટર અગાઉથી અટકાવી દીધા હતાં. ત્યારબાદ ટોળાએ ટાયર સળગાવ્યા અને બિરેનના ઘર તરફ જતા મુખ્ય માર્ગ પર વાહનોની અવરજવર અટકાવી દીધી.