મહારાષ્ટ્રની 288 બેઠક પર 20 નવેમ્બરે, તો ઝારખંડમાં 13 અને 20 નવેમ્બરે મતદાન; 23મીએ પરિણામ
October 15, 2024
48 વિધાનસભા અને 2 લોકસભા બેઠકો માટે પણ બે તબક્કામાં પેટાચૂંટણી યોજાશે. 47 વિધાનસભા અને એક લોકસભા સીટ માટે 13 નવેમ્બરે મતદાન થશે. એક વિધાનસભા અને એક લોકસભા સીટ માટે 20 નવેમ્બરે મતદાન થશે. પરિણામ 23 નવેમ્બરે આવશે.
મહારાષ્ટ્ર વિધાનસભાનો કાર્યકાળ 26 નવેમ્બરે સમાપ્ત થાય છે, જ્યારે ઝારખંડ વિધાનસભાનો કાર્યકાળ 5 જાન્યુઆરી 2025ના રોજ પૂરો થાય છે.
બંને રાજ્યોમાં ચૂંટણીની સાથે 13 રાજ્યોની 3 લોકસભા અને 49 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી પણ યોજાઈ શકે છે. કેરળની વાયનાડ બેઠક રાહુલ ગાંધીના રાજીનામાને કારણે ખાલી થઈ છે, મહારાષ્ટ્રની નાંદેડ બેઠક કોંગ્રેસના સાંસદનું અવસાન થવાથી ખાલી થઈ છે અને પશ્ચિમ બંગાળની બસીરહાટ બેઠક તૃણમૂલના સાંસદના નિધનને કારણે ખાલી થઈ છે.
ઝારખંડમાં પ્રથમ વખત મતદારો 11.84 લાખ
રાજીવ કુમારે જણાવ્યું કે ઝારખંડમાં 24 જિલ્લા અને 81 વિધાનસભા સીટો છે. મુદત 5 જાન્યુઆરી 2025 ના રોજ સમાપ્ત થઈ રહી છે. 2.6 કરોડ મતદારો છે. પ્રથમ વખત મતદારો 11.84 લાખ છે. 66.84 લાખ મતદારો છે. મતદાન મથકો એક લાખ 186 મતદાન મથકો છે. આ વખતે પણ અમે PWD અને મહિલા સંચાલિત બૂથ બનાવીશું. 1.14 લાખ મતદારો 85 વર્ષથી વધુ વયના છે. 29 હજાર 562 મતદાન મથકો છે.
મહારાષ્ટ્રમાં 20-29 વર્ષની વયના 1.85 કરોડ મતદારો
મહારાષ્ટ્રમાં કુલ મતદારો 9.63 કરોડ મતદારો છે, જેમાંથી 4.97 કરોડ પુરુષો અને 4.66 કરોડ મહિલાઓ છે. 20-29 વર્ષની વયના 1.85 કરોડ મતદારો છે. 20.93 લાખ મતદારો પ્રથમ વખત મતદાન કરશે.
13 રાજ્યોની 48 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી
આ સિવાય 13 રાજ્યોની 48 વિધાનસભા સીટો માટે પેટાચૂંટણીની પણ જાહેરાત થઈ શકે છે. જેમાં ઉત્તર પ્રદેશના 10, રાજસ્થાનના 7, પશ્ચિમ બંગાળના 6, આસામના 5, બિહારના 4, પંજાબના 4, કર્ણાટકના 3, કેરળના 2, મધ્યપ્રદેશના 2, સિક્કિમના 2, ગુજરાતના 1નો સમાવેશ થાય છે. ઉત્તરાખંડની 1 અને છત્તીસગઢની 1 વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે.
Related Articles
આજે વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ: ભારતમાં બપોરે 3:20થી સાંજે 6:46 સુધી ગ્રહણ, ગુજરાતમાં અંશતઃ જ દેખાશે
આજે વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ: ભારતમાં બપ...
Mar 03, 2026
રાજસ્થાન સરકારે માઉન્ટ આબુ સહિત ત્રણ શહેરોનાં નામ બદલ્યાં
રાજસ્થાન સરકારે માઉન્ટ આબુ સહિત ત્રણ શહે...
Mar 03, 2026
ઈરાન-ઈઝરાયલ વચ્ચે તણાવ વધતાં કાશ્મીરમાં અનેક જગ્યાએ ઈન્ટરનેટ બંધ, કલમ 144 લાગુ
ઈરાન-ઈઝરાયલ વચ્ચે તણાવ વધતાં કાશ્મીરમાં...
Mar 03, 2026
મુંબઈમાં ATSની મોટી કાર્યવાહી, ISISના પ્રચાર મામલે ત્રણ જગ્યાએ દરોડા
મુંબઈમાં ATSની મોટી કાર્યવાહી, ISISના પ્...
Mar 03, 2026
ખામેનેઈના મૃત્યુથી લખનઉથી શ્રીનગર સુધી વિરોધ-પ્રદર્શનો
ખામેનેઈના મૃત્યુથી લખનઉથી શ્રીનગર સુધી વ...
Mar 03, 2026
રાજ્યસભા ચૂંટણીમાં પેચ ફસાયો, ખડગેની ખુરશી બચાવવા કોંગ્રેસની ઠાકરેને 'એક્સ્ચેન્જ ઓફર'
રાજ્યસભા ચૂંટણીમાં પેચ ફસાયો, ખડગેની ખુર...
Mar 03, 2026
Trending NEWS
03 March, 2026
02 March, 2026
02 March, 2026
02 March, 2026
02 March, 2026
02 March, 2026
01 March, 2026
01 March, 2026
01 March, 2026
01 March, 2026