પશ્ચિમ બંગાળમાં નવી પાર્ટી બનાવી 294 બેઠકો પર ચૂંટણી લડીશું ઃ હુમાયૂંની જાહેરાત
December 21, 2025
હુમાયૂંએ બાબરી મસ્જિદ જેવી મસ્જિદનો શિલાન્યાસ કરતા વિવાદ
કોલકત્તા : પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો તેજ બન્યો છે. અયોધ્યાની બાબરી મસ્જિદ જેવી જ નવી મસ્જિદનો શિલાન્યાસ કરીને વિવાદોમાં આવેલા તૃણમૂલ કોંગ્રેસના સસ્પેન્ડેડ ધારાસભ્ય હુમાયૂં કબીરે હવે મમતા બેનર્જી સામે ખુલ્લો મોરચો માંડ્યો છે. હુમાયૂં કબીરે જાહેરાત કરી છે કે, તે ટૂંક સમયમાં નવી રાજકીય પાર્ટી બનાવશે અને રાજ્યની તમામ 294 વિધાનસભા બેઠકો પર ચૂંટણી લડશે.
હુમાયૂં કબીરે 6 ડિસેમ્બરના રોજ મુર્શિદાબાદ જિલ્લાના ભરતપુર વિસ્તારમાં બાબરી મસ્જિદ જેવી મસ્જિદનો શિલાન્યાસ કર્યો હતો. આ કાર્યક્રમમાં તેમણે વિવાદાસ્પદ નિવેદન આપતા કહ્યું હતું કે, ‘જો અયોધ્યામાં બાબરી મસ્જિદ તોડી શકાય છે, તો અમે મુર્શિદાબાદની ધરતી પર ફરીથી બાબરી મસ્જિદ બનાવી શકીએ છીએ.’ આ શિલાન્યાસ બાદ રાજકારણમાં ભારે વિવાદ સર્જાયો હતો. આ ધાર્મિક વિવાદ બાદ હુમાયૂં કબીરે હવે રાજકીય નવી શરૂઆત કરવાનો નિર્ણય લીધો છે. હુમાયૂં કબીરે મુર્શિદાબાદમાં પોતાની નવી પાર્ટી બનાવાની તૈયારી શરૂ કરી દીધી છે. તેણે સ્પષ્ટ કહ્યું છે કે, તેમની લડાઈ ભાજપ અને તૃણમૂલ કોંગ્રેસ (TMC) બંનેની વિરુદ્ધ છે. જોકે, તેમણે કોંગ્રેસ, ડાબેરી પક્ષો અને ઓવૈસીની પાર્ટી સાથે ગઠબંધન માટેના દ્વાર ખુલ્લા રાખ્યા છે. તેણે દાવો કર્યો છે કે, તે આગામી ચૂંટણીમાં કિંગમેકરની ભૂમિકા ભજવશે. મુર્શિદાબાદ જિલ્લાની 22 વિધાનસભા બેઠકોમાંથી કબીરે ઓછામાં ઓછી 10 બેઠકો જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. હાલમાં આ જિલ્લામાં 20 બેઠકો પર TMC અને બે બેઠકો પર ભાજપનું શાસન છે. નવી પાર્ટીની જાહેરાત માટે મુર્શિદાબાદના મિર્ઝાપુર વિસ્તારમાં મોટા પાયે આયોજન કરવામાં આવ્યું છે,
Related Articles
ભાજપના પૂર્વ ધારાસભ્યએ SIRમાં કર્યો ખેલ! જીવતા મતદારોને સરકારી રેકોર્ડમાં મારી નાખ્યા
ભાજપના પૂર્વ ધારાસભ્યએ SIRમાં કર્યો ખેલ!...
Oct 09, 2026
'પોતાના રાજ્યોમાં ન થવા દો પ્રદર્શન...', કેન્દ્ર સરકારે રાજ્યોના DGPને લખ્યો પત્ર
'પોતાના રાજ્યોમાં ન થવા દો પ્રદર્શન...',...
Oct 09, 2026
જેન-Z આંદોલન પહેલા જ સરકાર ફફડી, દેશમાં ઈમરજન્સી જેવી સ્થિતિ'
જેન-Z આંદોલન પહેલા જ સરકાર ફફડી, દેશમાં...
Oct 09, 2026
દિલ્હી કિલ્લેબંધી પર NDAમાં જ ડખો! પાસવાને કહ્યું- યુવાનોને કોઈ રોકી નહીં શકે
દિલ્હી કિલ્લેબંધી પર NDAમાં જ ડખો! પાસવા...
Oct 09, 2026
વિપક્ષના 10 નેતાઓની રાષ્ટ્રપતિ સાથે મુલાકાત પૂર્ણ : વોટ ચોરીનો મુદ્દો ઉઠ્યો
વિપક્ષના 10 નેતાઓની રાષ્ટ્રપતિ સાથે મુલા...
Oct 09, 2026
દુશ્મનની સબમરીનની હવે ખેર નથી, INS માંગરોળ ભારતીય નૌકાદળમાં થશે સામેલ
દુશ્મનની સબમરીનની હવે ખેર નથી, INS માંગર...
Oct 09, 2026
Trending NEWS
08 October, 2026
08 October, 2026
08 October, 2026
07 October, 2026
07 October, 2026
07 October, 2026
06 October, 2026
06 October, 2026
05 October, 2026
05 October, 2026