Breaking News :
કાંગોમાં ઇબોલાનો હાહાકાર: 2000થી વધુ સંક્રમિત અને 754 મોત, હજુ સુધી નથી મળી કોઈ વેક્સિન! સલવારનું નાડું ખેંચવું કે છાતી દબાવવી એ ‘તૈયારી’ નહીં પણ દુષ્કર્મનો પ્રયાસ જ છે... હાઈકોર્ટના ચુકાદા સુપ્રીમ કોર્ટે ફગાવ્યા 'અમેરિકા પર ભરોસો કરવો અશક્ય છે...' ઇરાન પર USના હુમલા બાદ રશિયાના વિદેશ મંત્રી લાલચોળ! ચુરાચાંદપુરમાં પોલીસ અને સેનાની સંયુક્ત કાર્યવાહી: એકે-47 રાઈફલ અને મોર્ટારના ગોળા સહિત લશ્કરી સામગ્રી ઝડપાઈ મહારાષ્ટ્રમાં શરદ પવાર જૂથનું શાસક પક્ષને સમર્થન? વર્ષા બંગલે યોજાયેલી ગુપ્ત મંત્રણા બાદ મહિલા અનામત બિલ પર સહમતિના એંધાણ અમેરિકા-ઈરાન વચ્ચે તણાવ ચરમસીમાએ: હોર્મુઝ જળમાર્ગ પર અમેરિકન નૌકાદળની નાકાબંધી, 20થી વધુ યુદ્ધ જહાજો તૈનાત

અમને નુકસાન પહોંચાડશે, તેના પર ટેરિફ લગાવીશું : ટ્રમ્પની ભારત-ચીનને ધમકી

January 28, 2025

ફ્લોરિડા- અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આજે ફરી એક વખત અમેરિકાના હિતમાં ટેરિફ લાદવા અંગે મોટું નિવેદન આપ્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, 'જે દેશ અમેરિકાને નુકસાન પહોંચાડશે તેના પર અમે ટેરિફ લગાવીશું.' ભારત, ચીન અને બ્રાઝિલનું નામ લેતા તેમણે કહ્યું કે, આ દેશો અમેરિકા પર સૌથી વધુ ટેરિફ લગાવે છે. જે અમને નુકસાન પહોંચાડશે, તેના પર ટેરિફ લગાવીશું


ફ્લોરિડામાં રિપબ્લિકન પાર્ટીના એક કાર્યક્રમમાં ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, 'અમે એવા દેશો પર ટેરિફ લગાવવા જઈ રહ્યા છીએ જેઓ અમને નુકસાન પહોંચાડશે. જોકે, આ દેશો પોતાના માટે સારું કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ તેનાથી નુકસાન થઈ શકે છે.'

કાર્યક્રમમાં ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, 'અમે વિદેશી દેશો અને એવા લોકો પર ટેરિફ લગાવવા જઈ રહ્યા છીએ જેઓ ખરેખર અમને નુકસાન પહોંચાડવા માંગે છે. તેઓ આપણને નુકસાન પહોંચાડવા માંગે છે પરંતુ તેઓ મૂળભૂત રીતે પોતાના દેશને સારો બનાવવા માગે છે. ચીન એક જબરદસ્ત ટેરિફ નિર્માતા છે. આ યાદીમાં ભારત, બ્રાઝિલ અને બીજા ઘણા દેશો છે. પરંતુ અમે હવે એવું થવા નહીં દઈશું કારણ કે હવે અમે અમેરિકાને સૌથી પહેલા રાખવા જઈ રહ્યા છીએ.'


તેમનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ફોન પર વાતચીત કરી છે. આ ઉપરાંત બંને નેતાઓ વચ્ચે ફેબ્રુઆરીમાં મુલાકાત પણ થઈ શકે છે.


ટ્રમ્પે અમેરિકાને ખૂબ જ ઝડપથી વધુ સમૃદ્ધ અને શક્તિશાળી બનાવવા માટે ખૂબ જ ન્યાયી વ્યવસ્થા વિશે પણ વાત કરી હતી. તેમણે કહ્યું કે, અન્ય દેશોને સમૃદ્ધ બનાવવા માટે આપણા નાગરિકો પર કર લાદવાને બદલે હવે અમે અમારા નાગરિકોને સમૃદ્ધ બનાવવા માટે વિદેશી દેશો પર કર લગાવીશું. જો ભારત, ચીન કે બ્રાઝિલની કંપનીઓ ઊંચા ટેરિફથી બચવા માંગતી હોય તો તેમણે અમેરિકામાં પોતાના પ્લાન્ટ સ્થાપવા પડશે.