સેક્સ કરવાની ઇચ્છા સૌથી વધારે ક્યારે થાય?

September 06, 2022

સ્ત્રીઓમાં સવારે ટેસ્ટોસ્ટેરોન હોર્મોન ઓછું રિલીઝ થાય છે તેથી તેમને પુરુષોની તુલનામાં સવારે સેક્સ કરવાની ઇચ્છા થતી નથી. સાંજના સમયે સ્ત્રીઓમાં ટેસ્ટોસ્ટેરોનનું સ્તર વધે છે તેથી તેઓ સાંજ કે રાત્રીના સમયે સેક્સ માણવાનું પસંદ કરે છે

જેમ મનુષ્ય માટે ખાવું-પીવું, સ્નાન કરવું, એક્સરસાઈઝ કરવી વગેરે મહત્ત્વનું અને જરૂરી છે તે જ રીતે લાઈફમાં સેક્સ પણ જરૂરી છે. તે વ્યક્તિના માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય માટે મહત્ત્વપૂર્ણ છે. આમ તો સેક્સના ઘણાં ફાયદા છે. સેક્સ કરવાથી આત્મસંતુષ્ટિની સાથે ઘણાં હેલ્થ બેનિફિટ્સ મળે છે. યોગ્ય સમયે સેક્સ કરીને તમે વધારે આત્મસંતુષ્ટિ અનુભવી શકો છો. મોર્નિંગ સેક્સ અને ઇવનિંગ સેક્સને લઈને વ્યક્તિએ વ્યક્તિએ અલગ-અલગ માન્યતાઓ છે. પુરુષો સવાર કે દિવસના સમયને જ્યારે સ્ત્રીઓ સાંજ કે રાત્રીના સમયને સેક્સ માટે બેસ્ટ સમય ગણે છે, કારણ કે સ્ત્રીઓ આ સમય સુધીમાં ઘરનું બધું જ કામ પૂરું કરી લે છે અને બાળકો પણ સૂઈ જાય છે. જોકે, સેક્સ માટે સમય ખૂબ જ મહત્ત્વ ધરાવે છે. યોગ્ય સમયે સેક્સ કરીને આત્મસંતુષ્ટિ મેળવી શકાય છે. પુરુષો તથા મહિલાઓને કયા સમયે સેક્સ કરવાની ઇચ્છા થાય છે.

સેક્સ કરવાથી ડર દૂર થશે : જ્યારે તમને કોઈ બાબતનો ડર હોય, ડરાણવું સપનું જોયું હોય, ઝિપ લાઈનર કે રોલર કોસ્ટરની રાઈડ માણી હોય કે કોઈ ડરામણી ફિલ્મ જોઈ હોય, આવી સ્થિતિમાં તમારું એડ્રેનિલ પંપ કરે છે. આવી સ્થિતિમાં પણ સેક્સની વધારે ઇચ્છા થાય છે. તેથી તમારી સેક્સ સંબંધિત ઇચ્છાને પૂરી કરવા માટે તમે સેક્સ માણી શકો છો. સેક્સ માણવાથી તમારા આ બધા જ ડર દૂર થવા લાગશે.

પીરિયડના 14મા દિવસે સેક્સ માણો : સેક્સ ક્યારે અને કેટલી વાર કરવું તેની પાછળ પીરિયડ સાઈકલ મહત્ત્વનો ભાગ ભજવે છે. સ્ત્રીઓ પીરિયડ સાઈકલના 14મા દિવસે સેક્સ કરીને વધારે સંતુષ્ટિ મેળવી શકે છે. જોકે, પીરિયડ સાઈકલના બીજા અઠવાડિયામાં મહિલાઓની કામેચ્છામાં 20 ટકા જેટલો વધારે થાય છે. સ્ત્રીઓને ઓર્ગેઝમ આ દિવસે સરળતાથી મળે છે, કારણ કે આ જ સમયે ઓવેલ્યૂશન શરૂ થાય છે. પુરુષોમાં દિવસે રોજ 25થી 50 ટકા ટેસ્ટોસ્ટેરોનનું લેવલ વધે છે અને તેમને વધારે સેક્સની ઇચ્છા રહે છે, પરંતુ સ્ત્રીઓમાં આવું નથી. સ્ત્રીઓમાં ટેસ્ટોસ્ટેરોનના લેવલમાં રોજ ફેરફાર થતો નથી, પરંતુ મહિનામાં એકાદ વાર થાય છે તે પણ મોટેભાગે પીરિયડ સાઈકલના 14મા દિવસે. આ દરમિયાન સ્ત્રીઓ સેક્સને લઈને એવું ફીલ કરે છે જેવું પુરુષો.

મોટું કામ કરતા પહેલાં

સેક્સનો ટાઈમ નક્કી કરવો દરેક માટે જરૂરી હોય છે. સંશોધનોમાં જાણવા મળ્યું છે કે સેક્સ કરવાથી આપણી નર્વસ સિસ્ટમ શાંત થાય છે. બ્લડપ્રેશર ઓછું થવાની સાથે તણાવ ઘટે છે. એવું પણ જાણવા મળ્યું છે કે જો કોઈ જાહેર મંચ પર બોલતા પહેલાં સેક્સ કરે તો તે ઓછો તણાવ અનુભવે છે. તેથી કોઈ મહત્ત્વનું કે મોટું કામ કરતા પહેલાં સેક્સ માણવામાં આવે તો તે કામ સરળ બની જાય છે.

મોર્નિંગ સેક્સ છે બેસ્ટ

આપણું શરીર સવારના સમયે સેક્સ કરવા માટે બન્યું છે, કારણ કે આ સમયે સેક્સ હોર્મોન ટેસ્ટોસ્ટેરોનનું લેવલ વધવાની સાથે સાથે આપણી અંદર એનર્જી લેવલ પણ વધારે હોય છે. મોર્નિંગ સેક્સ કરવાથી ઓક્સિટોસિનનું લેવલ પણ વધે છે. તેથી તમારા અને પાર્ટનર વચ્ચેનું બોન્ડિંગ મજબૂત બને છે અને એન્ડોર્ફિન હોર્મોન આખો દિવસ તમારો મૂડ સારો રાખે છે.