Breaking News :
શેરબજારમાં કડાકા વચ્ચે વાયદા બજારમાં 3 દિવસમાં સોનું 4000 તો ચાંદી 10,000 રૂપિયા મોંઘી વલસાડમાં મેઘતાંડવથી પારડી-ઉદવાડા વચ્ચે રેલવે ટ્રેક ધોવાયો: મુંબઈ-અમદાવાદ રૂટની અનેક ટ્રેનો રદ્દ અને ડાયવર્ટ NEET સંપૂર્ણપણે રદ કરવાની TVKની માંગ, તબીબી શિક્ષણ પર રાજ્યોને સંપૂર્ણ સત્તા આપવાની વકાલાત વિદ્યાર્થીઓ પર પોલીસ કાર્યવાહી મુદ્દે તાત્કાલિક સુનાવણીથી સુપ્રીમ કોર્ટનો ઇનકાર, CJIએ કહ્યું- વીડિયો જોવા સમય નથી નીટ પેપર લીક મુદ્દે વિદ્યાર્થીઓ પર પોલીસ કાર્યવાહીના વિરોધમાં વિપક્ષ એકજૂટ, સંસદમાં કાળા વસ્ત્રો સાથે પ્રદર્શન, 16 મેટ્રો સ્ટેશન બંધ દક્ષિણ ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, 59 તાલુકામાં વરસાદી માહોલ, સુરતના પલસાણામાં સૌથી વધુ વરસાદ

માત્ર દિવાળીમાં જ ફટાકડા પર પ્રતિબંધ કેમ? ચૂંટણીઓમાં પણ થાય છે ઉપયોગ: SCનો સણસણતો સવાલ

November 11, 2024

સુપ્રીમ કોર્ટે દિલ્હી પોલીસ સામે ફટાકડાને લઈને નારાજગી વ્યક્ત કરી. આ બાબતે સુપ્રીમ કોર્ટે કહ્યું કે ફટાકડા પર પ્રતિબંધ માત્ર આઈવોશ છે. શું કોઈને પ્રદુષણ ફેલાવવાનો મૌલિક અધિકાર છે? આ પ્રતિબંધ માત્ર દિવાળી પુરતો જ નહિ પરંતુ આખા વર્ષ દરમિયાન હોવો જોઈએ. લગ્ન અને ચૂંટણીમાં જીતના સમયે ફટાકડા ફોડવામાં આવે છે, પોલીસે શું કાર્યવાહી કરી? શું દિલ્હી પોલીસ દાવો કરી રહી છે કે દિલ્હીમાં ફટાકડા પર પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો છે? સુપ્રીમ કોર્ટે કહ્યું કે ફટાકડાના ઉત્પાદન, વેચાણ અને ઉપયોગ પર પ્રતિબંધ છે. શું પોલીસે વેચાણ પર પ્રતિબંધ મૂક્યો છે, તમે જે જપ્ત કર્યું છે તે ફટાકડાનો કાચો માલ હોઈ શકે છે. સુપ્રીમ કોર્ટે દિલ્હી પોલીસ કમિશ્નરને ફટાકડા પર પ્રતિબંધ પર વિશેષ ટાસ્ક ફોર્સની રચના કરવાનો આદેશ આપતા કહ્યું કે કમિશનરે તાત્કાલિક કાર્યવાહી કરવી જોઈએ અને ફટાકડાનું ઓનલાઈન વેચાણ પણ બંધ કરવું જોઈએ. આ સાથે સુપ્રીમે ટિપ્પણી કરી હતી કે, કોઈ પણ ધર્મ પ્રદૂષણને પ્રોત્સાહન આપતો નથી. આ લોકોના સ્વાસ્થ્યના અધિકારની વાત છે. કોર્ટે કહ્યું કે દિલ્હી સરકારે આખા વર્ષ માટે ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂકવાનો વિચાર કરવો જોઈએ. દિલ્હી પોલીસ કમિશનરે આ અંગે વ્યક્તિગત સોગંદનામું દાખલ કરવું જોઈએ. સુપ્રીમ કોર્ટે કહ્યું કે દિલ્હી પોલીસ કમિશનરે પ્રતિબંધ લાગુ કરવા માટે એક વિશેષ સેલ બનાવવો જોઈએ. આ માટે એસએચઓ જવાબદારી સોંપવી જોઈએ. કોઈપણ ધર્મ પ્રદૂષણ ફેલાવતી કોઈપણ પ્રવૃત્તિને પ્રોત્સાહન આપતો નથી. આથી સુપ્રીમ કોર્ટે કહ્યું કે અમે આખા વર્ષ માટે પ્રતિબંધ મુકવા અંગે વિચાર કરી રહ્યા છીએ. આ માટે 25મી નવેમ્બર સુધીમાં નિર્ણય લેવાશે.