Breaking News :
ચુરાચાંદપુરમાં પોલીસ અને સેનાની સંયુક્ત કાર્યવાહી: એકે-47 રાઈફલ અને મોર્ટારના ગોળા સહિત લશ્કરી સામગ્રી ઝડપાઈ મહારાષ્ટ્રમાં શરદ પવાર જૂથનું શાસક પક્ષને સમર્થન? વર્ષા બંગલે યોજાયેલી ગુપ્ત મંત્રણા બાદ મહિલા અનામત બિલ પર સહમતિના એંધાણ અમેરિકા-ઈરાન વચ્ચે તણાવ ચરમસીમાએ: હોર્મુઝ જળમાર્ગ પર અમેરિકન નૌકાદળની નાકાબંધી, 20થી વધુ યુદ્ધ જહાજો તૈનાત ફીફા વર્લ્ડ કપમાં સ્પેનનું દમદાર પરફોર્મન્સ, સેમિ ફાઈનલમાં ફ્રાન્સને 2-0થી કચડી ફાઈનલમાં એન્ટ્રી ઉડ્ડયન મંત્રીએ ધોલેરા વિમાનમથક પ્રોજેક્ટની સમીક્ષા કરી : ઉડાનપટ્ટી અને નિયંત્રણ ટાવરનું કામ 100 ટકા પૂરું નાશિકમાં નકલી પોલીસ બની બંદુંક બતાવી વેપારી પાસેથી 70 લાખ લૂંટનારી મહિલા સહિત 4 આરોપીઓ મુંબઈથી ઝડપાયા

AIમાં અમેરિકા અને ચીનનો દબદબો છતાં ફ્રાંસે સમિટ માટે ભારતની કેમ પસંદગી કરી? 

February 11, 2025

વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલમાં ફ્રાંસની બે દિવસીય મુલાકાતે છે. ફ્રાંસની રાજધાની પેરિસ પહોંચતા, રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને એલિસી પેલેસમાં તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું. રાષ્ટ્રપતિ મેક્રોને પીએમ મોદીના સન્માનમાં ડિનરનું પણ આયોજન કર્યું હતું. દરમિયાન આજે પીએમ મોદી AI એક્શન સમિટમાં ભાગ લેશે. ફ્રાંસના રાષ્ટ્રપતિ મેક્રોનના નેતૃત્ત્વમાં આજે AI સમિટનું આયોજન કરવામાં આવશે. આ વખતે પીએમ મોદીને AI સમિટની સહ અધ્યક્ષતા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. એવામાં પ્રશ્ન થાય કે શા માટે પીએમ મોદીને જ કાર્યક્રમની સહ અધ્યક્ષતા માટે આમંત્રણ આપવામાં આવ્યું? રાષ્ટ્રપતિ મેક્રોને કહ્યું કે, 'હું પીએમ મોદી સાથે મળીને ટેક સાર્વભૌમત્વને પ્રોત્સાહન આપવા માંગુ છું. અમે દૃઢપણે માનીએ છીએ કે ભારત અને ફાંસ બે મજબૂત દેશ છે અને અમારા સંબંધો ખૂબ નજીકના છે. અમે અમેરિકા અને ચીન સાથે કામ કરવા માંગીએ છીએ પરંતુ કોઈ પર નિર્ભર રહેવા માંગતા નથી. ભારત એક ઉભરતી મહાસત્તા છે અને દર વર્ષે 10 લાખ એન્જિનિયર્સ પ્રોડ્યુસ કરે છે, જે યુરોપ અને અમેરિકાના બંને ભેગા થઈને પણ વધુ છે.' રાષ્ટ્રપતિ મેક્રોને વધુમાં કહ્યું કે, 'અમે સંપૂર્ણ આત્મનિર્ભરતા ઇચ્છીએ છીએ પરંતુ તેનો અર્થ એ નથી કે અમે એકલા રહેવા માંગીએ છીએ. અમને એવા ભાગીદારોની જરૂર છે કે જેના પર અમે કોઈપણ નિર્ભરતા વિના વિશ્વાસ કરી શકીએ.' AI વિષે વાત કરતા મેક્રોન કહે છે કે, 'ભારત અને ફ્રાંસ બે અગ્રણી દેશ છે પરંતુ અમેરિકા અને ચીન AIના મામલે આપણાથી ઘણા આગળ છે. આ પછી ફ્રાંસ, બ્રિટન, ભારત, એમિરેટ્સ અને જર્મની છે. એટલા માટે અમે AI પર સાથે કામ કરવા માંગીએ છીએ. વડાપ્રધાન મોદીને પણ એ જ પડકારનો સામનો કરવો પડે છે કે AI માર્કેટ પર અમેરિકાની પકડ છે અને કેટલીક ચીની કંપનીઓની પણ અહીં મજબૂત હાજરી છે. આવી સ્થિતિમાં પીએમ મોદી ઇચ્છે છે કે ભારતને આ નવી ટૅક્નોલૉજીનો લાભ મળે.'